ઝનુન મારા સપનાનું
ઝનુન મારા સપનાનું


આજે હું એકલો હતો. દસમાં ધોરણની સફર દોસ્તો સાથે પૂરી કરી મેં અગિયારમાં ધોરણમાં પ્રવેશ મેળવ્યો. મારી સાથે ભણતાં મારા ફ્રેન્ડ બધાં અલગ-અલગ શાળામાં ભણવાં ગયાં. ને હું પણ, એક અલગ શાળામાં આવ્યો. મમ્મી-પપ્પાના સપનાં પૂરાં કરવાનાં ઝનુનમાં મે સાયન્સ તો લઇ લીધું પણ, એક પ્રકારનો મને ડર લાગતો હતો. એમાં પણ આ નવી સ્કુલમાં નવાં દેખાતાં ચહેરા થોડાં વઘારે ડરામણાં લાગતાં હતાં. અગિયારમાં ધોરણનો મારો પહેલો દિવસ, જિંદગીનો સૌથી ખરાબ દિવસ હોય તેવું મને લાગ્યું.
મે ક્લાસરૂમમાં એન્ટ્રી કરી. બઘા વિધાર્થીઓ પોતપોતાનાં ગૃપમાંં બેસી વેકેશન ટાઈમની વાતો કરતાં હતાં. ને હું આ બધાંથી અનજાન ખાલી બેંચ પર જ્ઈ બેસી ગયો. ટીચરને ક્લાસમાં આવતાં જોઈ બધા પોતાની જગ્યા લઇ બેસી ગયાં. નવાં આવેલાં વિધાર્થીનું વેલકમ કરતાં ટીચરે બધાના નામ પુછયા. મારો વારો આવ્યો, એટલે મે પણ મારુ નામ આપ્યું. કેનિલ. આજે પહેલો દિવસ હતો. એટલે, કોઈ ટીચર ભણાવાનાં નથી એ વેમમાં હું બુક ના લાવ્યો. પણ, અહીં તો અલટું જોવાં મળ્યું. ટીચરે આવતાં જ સાયન્સ બુક ખોલવાનું કહ્યું ને મારી પાસે કોઈ બુક ન હતી. બાકી લગભગ બધા જ લાવ્યાં હતાં. સિવાય મારી. હું ટીચરને સાંભળતો શાંત બેઠો રહ્યો. ક્લાસમાં કોઈ એવું ન હતું કે જેની પાસે જ્ઈ હું બેસી સમજી શકું. મારી મુંઝવણ મારુ ડરપોક પણું હતું. આખો દિવસ હું એકલો બેઠો ને થાકી ગયો.
મે ઘરે જઈ સીધું પપ્પાને કહી દીધું કે-'હવે હું તે સ્કુલમાં નહીં જાવ. મારે મારાં ફ્રેન્ડ સાથે કોમર્સની સ્કૂલમાં ભણવું છે.' હું મારી જીદ પર અડી રહ્યો ને બે દિવસ સ્કૂલમાં પણ ન ગયો. ત્યારે પપ્પાએ મને સમજાવતાં કહ્યું -'જિંદગીમાં આપણે હંમેશાં એકલાં જ ચાલવાનું છે. રસ્તામાં લોકો આપણેને મળે, તેનો સાથ ત્યાં સુધી જ હોય જ્યાં બીજો રસ્તો ના નિકળે. એક રસ્તે આપણે નીકળવાનું હોય ને બીજા રસ્તે તેને જવાનું હોય. આપણે જે રસ્તે જઇએ તે રસ્તે ફરી બીજો કોઈ સાથી મળે તો આપણેે તેની સાથે ચાલવું પડે, નહીં કે જે બીજા રસ્તે ગયો તેની સાથે. હમેશાં બે લોકોની મંજિલ અલગ હોય છે. આપણે આપણાં સપનાં સાકાર કરવાં માટે જિંદગીના બઘાં સફર પાર કરવાં પડે.' પહેલા તો મને આ વાત સમજ ના આવી પણ પછી મે તેના વિશે વિચાર્યું તો મને પપ્પાની વાત સમજાણી ને મે એક ફેસલો લીધો કે મારુ ડૉકટર બનવાનું સપનું હું મનથીને ઝનુન થી પુરુ કરીશ, પછી ભલે તે ક્લાસમાં મારા કોઈ દોસ્ત ના બંને.
બીજે દિવસે હું બધી જ બુક લઇ સ્કુલ ગયો. આજે તે દિવસ કરતાં વધારે વિધાર્થીઓ હતાં. મારી બેન્ચ પર જ્ઈ હું બેઠો ત્યાં બીજી એક છોકરી પણ આવીને બેઠી ,તે પણ મારી જેમ નવી જ હતી. તેના પણ આ ક્લાસમાં કોઈ ફ્રેન્ડ ન હતાં. તેને મને પુછ્યું ,'આટલાં દિવસ કયાં હતો.'મે કીધું, 'ઘરે જ હતો.' તેને મારી સામે દોસ્તીનો હાથ લંબાવ્યો. મે પણ તેની સાથે હાથ મળાવ્યો. તેનુ નામ પુર્વા હતું. અમારી દોસ્તી રોજ-રોજ વઘતી ગઈ. ક્લાસમાં અમે હંમેશાં સાથે જ બેસતાં. ધીમે -ધીમે અમારુ પણ એક નવું ગૃપ બની ગયું. જેમાં અમે ત્રણ છોકરાને બે છોકરીઓ હતી. અમારાં પાંચનું ગૃપ સૌથી છેલ્લાં નંબરનું ગૃપ ગણાતું. હંમેશાં છેલ્લી બેન્ચ પર બેસતાં એટલે બીજાને એવું લાગતું કે અમે ભણવામાં પણ પાછળ જ છીએ. પણ, એવુ ન હતું. અમારે પરીક્ષામાં બઘાને બતાવી દેવું હતું કે પાછળ બેઠેલો વિધાર્થી ઠોઠ નથી હોતો. દિવસ -રાત ભેગાં કરી અમે તૈયારી કરવાં લાગ્યાં. પરીક્ષાનું ટેન્શન કંઈક કરવાનું ઝુનુન અમને વધારે મહેનત કરવાં પ્રેરતું હતું. મનમાં હજી એક ડર હતો કે અમે ફસ્ટ ન આવ્યાં તો ? આખરે અમારી મહેનત રંગ લાવી, ને અગિયારમાં ધોરણનું પહેલુ રીઝલ્ટ દસમાં કરતાં ધણું વધારે સારુ આવ્યું. ને હવે અમારું ગૃપ પહેલા નંબર પર હતું. શાળામાં થતી બધી જ પ્રવૃતિમાં અમે હમેશાં આગળ જ રહેતાં.
એક વર્ષમાં અમારી દોસ્તીની દિવાલ મજબૂત બની ગઈ હતી. સાથે ચાલવું, સાથે રહેવું ને સાથે જ ભણવું આં બધુ પુર્વાના લીધે જ શકય બન્યું. જો તે મારી પેહલી ફ્રેન્ડ ન બની હોત તો ! આજે હું એકલો જ બેઠો હોત આ ક્લાસમાં. મમ્મી-પપ્પાના સપનાને મે મારુ સપનું ન બનાવાયું હોત તો ! હું ફરી કયારે આ સ્કુલમાં ન આવ્યો હોત તો ! પુર્વા મને ન મળત,જો પુર્વા ન હોત તો ! મારુ સપનું એક ઝુનુન ન હોત હું બાહાર બેઠો આવું વિચારી જ રહ્યો હતો ને પુર્વા મારી પાસે આવી ઊભી રહી 'શું વિચારે છે તું ?' મે કીધું તારા વિશે.' તેને થોડું અજીબ લાગ્યું શાયદ તેને એવુ વિચારી પણ લીધું કે હું તેને લાઈક કરુ છું. પણ, મારા મનમાં એવુ કંઇ ન હતું તે બસ મારી બેસ્ટ ફ્રેન્ડ છે એવું મે તરત જ કિલયર કરી દીધું. કેમકે,પાછળથી અમારાં વચ્ચે કોઈ ગલતફેમી ના થાય. 'તું અત્યારે,આઈ મીન કંઈ કામ હતું' તે આ સમયે મારા ઘરે આવી એટલે મને સમજાણુું નહીં મે તેને તરત પુછી લીધું ને તેને કહ્યું, 'હા,તારી મદદ જોઈ મારે, તુ કરી ?' તુ પાગલ છે, તારી મદદ માટે હું એનીટાઈમ તૈયાર છું, બોલ શું કરવાનું છે. મે તેને આટલુ વિશ્વાસથી કહી તો દીધું પણ એની વાત જાણ્યાં પછી મારી હિમ્મત નો'તી ચાલતી તેના ઘરે જઈને તેના પપ્પાને કંઈ કહેવાની. 'હું જાણતી હતી, તુ મારી મદદ નહીં કરી શકે.'આટલુ બોલી તે જતી રહી, હું તેના ઘરે જઈને એમ કેવી રીતે કહી શકુ કે પુર્વાને ડોક્ટર નહીં ફેશન ડિઝાઇનર બનવું છે.
જયારે બારમું ઘોરણ પુરુ થવાના આરે છે. આમ, એન્ડ ટાઇમ પર તેના દિમાગમાં આ વાત કેમ આવી તે મને સમજાતું ન હતું. મેં તેને જતા રોકી ને હું તેની સાથે ગયો. મારા ઘરથી થોડુક જ દુર હતું તેનું ઘર. તેની સાથે રસ્તામાં વાતો કરતાં મને એ ખબર પડી કે તેનુું આ સપનું ઘણાં સમયથી હતું, જ્યારથી તે સમજવાં શીખી. તેને કંઈક પોતાની મરજીથી કરવું હતું. પણ, તેના મમ્મી-પપ્પા આ વાત સમજતાં ન હતાં. તેને લાગતું કે દસમાં ઘોરણમાં સારા ટકા આવ્યાં એટલે સાયન્સ જ લેવાનું હોય. ફેશન ડિઝાઇનર બનાવાથી શું મળે આવુ માનનારા લોકોની વચ્ચે તે પણ ફસાઈ ગયાં, ને પુર્વાને સાયન્સ લેવા મજબુર કરી. હું તેની વાત સમજતો હતો પણ અત્યારે તેના મમ્મી-પપ્પા સાથે વાત કરવી મને યોગ્ય ના લાગી મે તેને સમજાવી, તું આ વાત પરીક્ષા પુરી થયા પછી કરજે આમ અચાનક ભાગવું તારા મનનુ ડરપોક પણુ કહેવાશે. તેને મારી વાત માની તો લીધી. પણ, તે આ એકઝામ દેવા નો'તી માંગતી જો એકઝામ આપે તો સારા રેન્ક આવે ને ફરી મમ્મી પપ્પા મનાવી આગળ આજ લાઈનમાં રહેવાનું કહે તે વિચારે પણ તેને એકઝામ નો'તી દેવી. તેનુ માનવું હતું કે જે કામમાં મન નથી તે કામ જબરદસ્તી કરવાની જ્ગયાએ જે કામમાં મન છે તે કરવુ જોઇયે. જો સફળતા મેળવી હોય તો, તેની જગયાએ તે બરાબર હતી. પણ મને આ બાબતમાં ઓછી સમજ પડે એટલે જ તો મે મારા મમ્મી-પપ્પાના સપનાને મારુ સપનું માન્યું કેમકે મારી પાસે બીજુ કોઈ સપનું ન હતું. તેની પાસે સપનું હતું પણ મમ્મી-પપ્પાની સંમતિ ન હતી.
જેને જે જોઈએ તે બધું જ મળી જતું હોય તો આ દુનિયામાં કોઈ દુઃખી ના હોત. એકઝામની તૈયારીમાં અમે લાગી ગયાં. આ એકઝામ અમારું ભવિષ્ય બનાવી પણ આપે ને બગાડી પણ શકે. પરીક્ષા પુરી થઈ. રિઝલ્ટ આવ્યાં પછી હું પુર્વાના ઘરે ગયો. પૂર્વાએ જાણી જોઈને તેનુ રીઝલ્ટ ખરાબ કર્યું હતું, એ હું સારી રીતે જાણતો હતો. ઓછા માર્ક આવવાથી તેને તેના ઘરેથી પરમિશન મળી ગઈ હતી તેને તેનું સપનું પુરુ કરવાની. હું ખુશ હતો તેની ખુશીમાં. તેને જે વિચાર્યું તે બઘાથી અલગ હતું. તેની જિંદગીમાં તેનુ સપનું પૂરું કરી તે કામયાબ તો થઈ પણ સાથે મારા મનમાં પણ એક અલગ પ્રકારનું ચિત્રર્ણ ઊભું કરતી ગ્ઈ. જો દસમાં ધોરણમાં 90%થી ઉપર આવ્યાં તો સાયન્સ લેવુ, તેનાથી ઓછા આવ્યાં તો કોમર્સ ને તેનાથી પણ ઓછા આવ્યાં તો આર્ટસ કે બીજી કોઈ ફિલ્ડમાં જવું.
દુનિયામાં લોકો હંમેશાં એકબીજાની કોપી જ કરતા હોય છે. જો ખરેખર કંઈક કરવું હોય તો બીજાની કોપી કરવાની જગ્યાએ પોતાની એક અલગ કેડી કડારવાનું ઝનુન હોવું જોઈએ.આ વાત હું સ્વીકારી શકું પણ તેને નિભાવી ના શકું. કેમેકે, મેં બીજાનાં સપનાને મારુ ઝનુન કહ્યું છે. પણ ખરેખર ઝુનુન પુર્વા એ તેની કેડી અલગ કરી સાબિત કરી બતાવ્યું જ્યારે તેની સાથે કોઈ ન હતું. તેનું સપનું તેની જીદ હતી. ને તે હમેશાં તેની જીદ પર અડી રહી. બીજી એક વાત પણ પુર્વા મને શીખવતી ગઈ કે સપનાં પૂરાં કરવા મનમાં ઝનુન હોવું જોઈએ.