જેવું વાવો તેવું લણો
જેવું વાવો તેવું લણો
એક ગામમાં એક વેપારી રહેતો હોય છે. તેનું નામ દાનીભાઈ હોય છે. પરંતુ તેનો સ્વભાવ એના નામથી વિપરીત હોય છે. એટલે કે જ્યારે પણ કોઈ સાધુ અથવા કોઈ જરૂરિયાતવાળું ભિક્ષુક માંગવા આવે ત્યારે એ દાનીભાઈ એનું અપમાન કરે..તેમજ તેને આગળ જવાનું કહે.
પણ એ કંજૂસ ના દાન કરે, ના પોતાના માટે પણ ખર્ચા કરે.
ગામમાં તેની કરિયાણાની દુકાન હતી. તે ગામલોકોને જે પણ વેચે, તે ભેળસેળ કરીને વેચતો, ભેળસેળવાળી અશુદ્ધ સામગ્રી ખાધા પછી ગામલોકો ઘણીવાર બીમાર રહેતાં.
દાનીભાઈને ગણેશ નામનો એક પુત્ર હતો. ભેળસેળ કરતી વખતે તે હંમેશા તેના પિતાને જોતો.
આ ગણેશને મનમાં થતું..કે..મારા પિતાજી આમ કેમ કરે છે.? આમ વિચારીને એક દિવસ તેણે પિતાને પૂછ્યું, "બાપા, તમે કેમ દાણાસામગ્રીમાં ભેળસેળ કરો છો ?"
ત્યારે દાનીભાઈ એ તેને કહ્યું, "દીકરા, તને ખબર છે ... આજના જમાનામાં ચોખ્ખી અને શુદ્ધ વસ્તુઓ રાખવી ના જોઈએ. આવી શુદ્ધ સામગ્રી રાખવી નુકસાનકારક છે. જો ચોખ્ખીને શુદ્ધ દાણા વેચું તો આપણેને નફો ઓછો થાય..તેમજ આ ગ્રામજનોને બીમાર કરશે, તેથી હું ભેળસેળ કરીને વેચાણ કરૂં છું. આપણને ફાયદો પણ વધુ થાય. આમ આ રીતે, તેમણે તેમના પુત્ર ગણેશને ભેળસેળનું કામ પણ શીખવ્યું.
દાનીભાઈ ઘર માટે ચોખ્ખી અને શુદ્ધ દાણા સામગ્રી જુદા કાઢીને ઘરે લઈ જતો.
એક દિવસ દાનીભાઈ ના પુત્રને થયું કે આમ તો ઘરના બધા બિમાર પડી જવાના. એટલે બીજા દિવસથી એ શુદ્ધ દાણા સામગ્રી દુકાનમાંથી ઘરે લઈ જતો થયો..પણ રસ્તામાં એ દાણા સામગ્રીમાં એ ભેળસેળ કરીને ઘરે લાવતો.
આ વાતની દાનીભાઈને ખબર નહોતી.
ઘરમાં જમતી વખતે દાનીભાઈને લાગતું કે આમાં ભેળસેળ થઇ એવું લાગે છે..પણ પછી પત્ની પાસે પોતાની ચોરી પકડાઈ જવાની બીકે એ ભેળસેળ વાળું જમી લેતો.
એક તો દાનીભાઈ આધેડ વયના અને આવું જમવાનું.
થોડા દિવસ માં દાનીભાઈ બિમાર પડ્યા.
બિમાર દાનીભાઈને ભેળસેળવાળા દાણાની ખીચડી ખાવા આપતા.. સાથે દૂધ આપવાનું નક્કી કર્યું.. હવે દૂધ આપવાની જવાબદારી ગણેશ પર આવી.
ગણેશે વિચાર્યું કે બાપુ એ કહ્યું છે કે શુદ્ધ ખાવાથી બિમાર થવાય છે. આ દૂધની મલાઈ ખાઈ જાઉ..અને આમાંથી અડધું દૂધ પી જાવ.. બાકીના દૂધમાં પાણી ભેળવીને બાપુને આપું.
આમ દાનીને ભેળસેળવાળો ખોરાક અને પતલુ દૂધ આપતો.
દાનીભાઈને થયું કે કોઈ ગડબડ તો છે જ.
દૂધ તો ઘરની ગાયનું છે..તો પછી આવું પાણી વાળું ? ને આ ખીચડીના દાણા પણ કાચા જેવા છે.. કાંકરી પણ આવે છે.
એક દિવસ દાનીભાઈ એ એના પુત્ર ગણેશને ચોખ્ખા દૂધમાંથી અડધું પીતા જોયો.. પછી બાકીના દૂધમાં પાણી ઉમેરીને ગણેશે પોતાના બાપુને આપ્યું.
દાનીભાઈ એ ગણેશને ઠપકો આપ્યો.ને બોલ્યા, બેટા, મને જ ભેળસેળવાળું દૂધ અને ખોરાક આપવાનો ?
આ સાંભળીને ગણેશ બોલ્યો:- બાપુ તમે જ કહ્યું હતું કે શુદ્ધ ખાવાથી બિમાર થવાય.ને તમે તો બિમાર તો છો. હવે વિચારો તમે શુદ્ધ ખોરાક લો તો વધુ બિમાર થવાય.
આ સાંભળીને દાનીભાઈને થયું કે આ ખરાબ શીખવાડ્યું એનું પરિણામ છે.
દાનીએ ખરાબ શિક્ષણનું પરિણામ જોયું. ત્યારબાદથી, તેણે ભેળસેળ ન કરવાનું શીખવ્યું અને તેની દુકાનમાંથી ગામલોકોને શુદ્ધ સામગ્રી આપવાનું શરૂ કર્યું, અને એટલું જ નહીં, જે કોઈ તેના ઉંબરે આવે છે, તેણે તેમને જ ભોજન આપવું જોઈએ, અને તે પણ શુદ્ધ છે.
જોયું ખરાબ શિક્ષણ નું પરિણામ.
જેવું વાવો તેવું લણો.
