Meenaxi Parmar

Children

3  

Meenaxi Parmar

Children

જેવું કરશો તેવું ભરશો

જેવું કરશો તેવું ભરશો

2 mins
153


ભારતદેશનો સૌથી મોટો પ્રશ્ન ગરીબી. દુનિયાનાં મોટાભાગના દેશોમાં ભારતદેશમાં ગરીબીનું પ્રમાણ વધારે છે. એનું કારણ એજ કે લોકો પરિસ્થિતિને આધીન બનીને રહે છે, તો કોઈક હતાશ બની બેસી રહીને પોતાના નસીબને દોષ આપે છે, તો કેટલાંક ભીખ માંગીને જીવે છે.

પોતાના જીવનમાં આવેલી અણધારી પરિસ્થિતિથી હતાશ થઈને બેસી રહેવાને સ્થાને મહેનત કરી તેનો સામનો કરવો હિંમતવાન વ્યક્તિની નિશાની છે. આજનાં યુગમાં દુનિયાની સૌથી મોટી દૌલત તો પૈસા બની ગયા છે. જેની પાસે છે એ રાજા અને નથી એ ગરીબ. ધનવાન પૂજાય છે અને ગાયબ ઉપેક્ષા પામે છે.

સમયથી મોટું અને બળવાન બીજું કોઈ નથી. વ્યક્તિનો સમય ક્યારે કેવો આવે તેની કોઈને જાણ હોતી નથી. સારો સમય વ્યક્તિને મજબૂત બનાવે છે, તો ખરાબ સમય વ્યક્તિને કાં તો સંઘર્ષ કરવા માટે મજબૂત બનાવે છે અથવા તો નહિંમત. સમાજનાં લોકોની ઉપેક્ષાથી કંટાળીને વ્યક્તિ ખોટાં પગલાં પણ ભરી દે છે. પરંતુ ઈશ્વર પરની શ્રધ્ધા વ્યક્તિને હતાશ નથી થવા દેતી અને આગળ વધવા પ્રેરણા આપતી રહે છે. ક્યારે કોનો કેવો સમય આવે તેની ખબર હોતી નથી.

કહેવાય છે કે જેનાં નથી કોઈ સાથી એના ઈશ્વર છે સંગાથી. માતા-પિતા વિનાના ગરીબ અનાથ બાળકો કે જે રસ્તા પર મોચીકામ કરી પોતાનું જીવન ગુજારતાં હતા તેઓ લોકોની હડધૂત સહન કરીને, સોમં સહન કરીને પણ સ્વમાનથી જીવતા હતા.

એક વખત એક અમીર વ્યક્તિએ તેમની પાસેથી મફતમાં કામ કરાવી અને પૈસા આપવાની મનાઈ કરી તેમનું અપમાન કરે છે. ઈશ્વર કોઈને કોઈ રૂપમાં તમારી મદદે આવતા જ હોય છે. બંને અનાથ બાળકો પણ એક દયાવાન વ્યક્તિ તેમના માટે જાણે દેવદૂત બનીને આવી હોય એમ તેમને આશરો આપી ને ભણાવીને આઈ.એ.એસ. ઓફિસર બનાવે છે. સમય જતાં એજ વ્યક્તિ કે જેણે તેને ગરીબ કહી અપમાન કર્યું હતું એની જ કંપની કે જેમાં તે અનીતીનો ધંધો કર્યો હતો તેનાં પર છાપો મારે છે. ત્યારે કંપનીનો માલિક જાણે છે કે જેણે ગરીબ કહીને અપમાન કર્યું હતું એજ વ્યક્તિ તેની સામે આઈ.એ.એસ. ઓફિસર બની ને ઊભી હતી. એટલે જ કહેવાયું છે કે 'જેવું કરશો તેવું જ ભરશો' એક ગરીબ બાળકની કરેલી ઉપેક્ષા અને અપમાન માટે તેની આ કિંમત ચૂકવવી પડશે તેનું ભાન તેને સમયે કરાવ્યું.

સમયથી બળવાન બીજું કોઈ નથી. આજે આપણો તો કાલે બીજાનો વ્યક્તિએ પોતાનાં સારા સમયને જોઈને ના તો અભિમાની બની જવું ન તો ખરાબ સમયમાં હતાશ થઈ જવું. દરેક વ્યક્તિએ પોતાનો એક જ ધર્મ યાદ રાખવો જોઈએ માનવધર્મ. માનવધર્મ એજ શ્રેષ્ઠ ધર્મ.


Rate this content
Log in

Similar gujarati story from Children