Meenaxi Parmar

Others

3  

Meenaxi Parmar

Others

માનવની વિજ્ઞાનયાત્રા

માનવની વિજ્ઞાનયાત્રા

2 mins
167


આ વિશાળ મહાકાય બ્રહ્માંડમાં કેટલાંય ગ્રહો આવેલા છે, જેનાં પર જીવન શક્ય છે તેનું સંશોધનકાર્ય વૈજ્ઞાનિકો સતત કરતાં જ રહે છે. અન્ય ગ્રહ પર જીવન શક્ય છે, જેને ડ્રેક ઈકવેશન પણ કહે છે. પૃથ્વી પર જીવનની શરૂઆત ક્યારથી થઈ તેના સાચા પૂરાવા આજ દિન સુધી મળ્યા નથી.આશરે 4 બિલિયન વર્ષ પહેલાં પૃથ્વી પર જીવનની શરૂઆત થઈ હશે એવું માનવામાં આવે છે. એની પહેલાં આપણી પૃથ્વી પર પણ જીવન શક્ય હોય એવું વાતાવરણ નહોતું. પૃથ્વી ખૂબ જ મોટા પર્વતોથી આચ્છાદિત, ખૂબ જ મોટી તીવ્રતાના ભૂકંપ, જ્વાળામુખી વિષ્ફોટ કે જેનાં કારણે ખૂબ જ ગરમ હતી. ઘણાં વર્ષો બાદ બધું શાંત થતાં તેનું વાતાવરણ જીવનસૃષ્ટિ માટે શક્ય બન્યું.

આજનાં વિજ્ઞાનયુગનો માનવી અન્યો ગ્રહો પર જીવનસંશોધન કરતો જ રહ્યો છે. ઊર્જા, પાણી, અને કાર્બનિક અણુઓની રચનાથી જીવન શક્ય બને છે. જે અન્ય ગ્રહો પર શક્ય નથી.

 અવકાશયાત્રીઓ એ ચંદ્રની ધરતી પર જીવન શક્ય હોવાના પૂરાવા મેળવ્યા છે, પરંતુ જીવન માટે જરૂરી ઓક્સિજન તેમજ અન્ય વાયુઓ જરૂરિયાત મુજબ ન હોવાથી શક્ય નથી. અન્ય ગ્રહનો માનવી પૃથ્વીવાસી કરતાં કેવો હશે ? બુદ્ધિશાળી કે વિનાશક જેની જાણ તે ગ્રહો પર રેડિયો સિગ્નલ મોકલીને મેળવી શકે છે. પરંતુ વિજ્ઞાનયુગનો માનવી એ ભૂલી જાય છે અન્ય ગ્રહ પરની જાતિ પણ માનવને શોધતી જ હશે.

એલિયનને જો ધરતી પરના રેડિયો સિગ્નલ મળશે તો તેને ધરતીનો મુકામ મળી જશે. જો તે શાંત હશે તો પૃથ્વી પર બુદ્ધિશાળી માનવના સર્જન માટે સહાયભૂત થશે. પરંતુ જો તે વિનાશક હશે તો માનવજાત માટે ઘાતક નીવડશે.

  વિજ્ઞાનની અવનવી શોધો ક્યારેક ઘાતક નીવડે છે, તો ક્યારેક ઉપયોગી. જેનું સાક્ષાત ઉદાહરણ છે, રજનીકાંતનું રોબોટ મૂવી. આ મૂવીમાં રજનીકાંત કે જે એક વૈજ્ઞાનિક હોય છે તે એવો રોબોટ બનાવે છે, કે માનવનું બધું જ કાર્ય કરી શકે. મશીનની પણ જરૂરિયાત ના રહે. જે ખૂબ જ સારી વાત કહેવાય. પરંતુ ખોટી વ્યક્તિના હાથમાં એ જતાં રહેતાં તેમાં ચિપ નાંખી દેવાથી તે વિનાશક બની જાય છે, પોતાની આખી ગેંગ બનાવી દે છે જે ચારે બાજુ વિનાશ કરે છે.તેમની શોધ તેમના માટે જ વિનાશક સાબિત થાય છે. એટલે એલિયનના અસ્તિત્વ માટે પણ ઘણા પ્રયત્નો કરી રહ્યા છે. 

ઘણાં સંશોધનોથી સાબિત પણ થયું છે કે એલિયનનું અસ્તિત્વ છે.અમેરિકાના બુશમેને સૌ પ્રથમ તેનાં હોવાના પુરાવા રજૂ કર્યા હતા. જાપાન રશિયા, બેલ્જિયન જેવાં ઘણાં દેશોએ તેનું અસ્તિત્વ સાબિત કર્યું છે.

વિજ્ઞાનયુગનો માનવી અન્ય ગ્રહો પર જીવન શક્ય હોવાના સંશોધનની હોડમાં ક્યારેક પોતાને માટે વિનાશક સાબિત ન થાય તે ખૂબ જ જરૂરી છે.


Rate this content
Log in