STORYMIRROR

Meenaxi Parmar

Inspirational

2  

Meenaxi Parmar

Inspirational

નસીબની કરામત

નસીબની કરામત

1 min
29

નસીબ અપના અપના જેટલું કહેવતમાં સાચુ છે એટલું જ હકીકતમાં પણ એટલું જ મુશ્કેલ છે. સમયની પહેલા અને કિસ્મતથી વધારે ક્યારે કોઈને કંઈ મળતું નથી.

દરેક વ્યક્તિના જીવનમાં નસીબની કરામત એવી હોય છે કે ક્યારે એ રંકમાંથી રાજા અને રાજામાંથી રંક બની જાય એની ખબર હોતી નથી પણ હા વ્યક્તિ નસીબના ભરોસે બેસી રહે એ પણ યોગ્ય નથી. વ્યક્તિએ પોતાનું કર્મ કર્યે જવાનું હોય છે પછી એનું નસીબ જે ક્રમતબ કરે એ સ્વીકારવું રહ્યું.

 પોતાની મહેનત અને નસીબથી વ્યક્તિ મહાન બની સમાજમાં ઉચ્ચ સ્થાન મેળવે છે. દેશના વડાપ્રધાન જે એક સામાન્ય ગુજરાતીની જેમ જીવન જીવતા હતા જે આજે આખો દેશ સાચવે છે. એ બધી નસીબની કરામત છે. 

દેશના ધનાઢય ધીરુભાઈ અંબાણી જે પિતાના નાના વ્યવસાયને ખૂબ આગળ વધારી દીધો. મહેનતની સાથે નસીબ પણ જરૂરી હોય છે.

મારા જીવનમાં પણ એ કરામત કામ કરી ગઈ હોય એમ અણધાર્યો બદલાવ આવી ગયો. બાળપણમાં પિતા વિનાના જીવન બાદ નસીબનો તો જાણે સાથ જ ના રહ્યો હોય એમ જીવન સાવ નીરસ બની ગયું.

 ભણતરમાં પડતી મુશ્કેલીઓનો સામનો કરતા આગળ વધી. નસીબની એવી કરામત થઈ કે જીવન હવે વિષ સમાન લાગવા માંડ્યું. પરંતુ સમયથી વધારે બીજી કોઈ દવા નથી હોતી જે માણસના દુઃખ દૂર કરી શકે. બસ બધી જ ઈશ્વર મરજી માની જીવન જીવવું જ યોગ્ય હોય છે.

 ઈશ્વર ઈચ્છે તો માણસના નસીબ ને એક પળમાં સારું તો એક ખરાબ બનાવી દે છે અને ક્યારે શું કરામત થાય છે એ સમજી શકતો નથી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational