STORYMIRROR

Meenaxi Parmar

Children Stories Fantasy

3  

Meenaxi Parmar

Children Stories Fantasy

સૌભાગ્યશાળી પરી

સૌભાગ્યશાળી પરી

2 mins
160

એક નાનકડાં ગામમાં નલિની નામક સ્ત્રી રહેતી હતી. તે ખૂબ જ સુંદર અને તેનાં સોનેરી વાળ તેની સુંદરતામાં ઘણો જ વધારો કરતાં હતાં. તેના વાળનો ઉપયોગ ગ્રામજનો માટે ઔષધી બનાવવા માટે કરતી હતી. તેથી તેને ગ્રામજનો ખૂબ જ દયાવાન, અને સૌની રક્ષક માનતા હતા. તેમને એ ખબર નહોતી કે તિક જાદુગરની છે. પણ તે લોકોના ઉદ્ધાર માટે કામ કરતી દુષ્ટ બની લોકોને હેરાન કરતી નહોતી. ગ્રામજનો તેને ગામનું સૌભાગ્ય માનતા જાણે એક પરીની માફક સર્વ દુઃખ દર્દ દૂર કરતી અને મદદ કરતી. તેથી તેને સૌભાગ્યશાળી પરી કહેતા.

નલિનીની પરમ મિત્ર ડાયેના તેને બધી જ વાત કરતી હતી. એક યુવકના પ્રેમની વાત કરતા જાણ થઈ કે તો એજ યુવાન જેને ડાયેના પસંદ કરે છે. તે નલીનીથી ઈર્ષ્યા કરવા લાગે છે અને તેને બદનામ કરે છે. ગામમાં ચોરી, પાકનો બગાડ ઘણું નુકશાન થાય છે તે નલિની દોષ આપે છે. તેના જાદુનું રહસ્ય બધાને ખબર પડી જાય છે તેથી તેના સોનેરી વાળ કાપી નાંખે છે. તેથી તેની જાદુઈ શક્તિ ઓછી થઈ જાય છે. તે બેભાન બની જાય છે ત્યારે તેને ગામની બહાર કાઢી મૂકે છે. તે પોતાના પ્રિયતમ પર શંકા કરે છીએ ત્યાંથી દૂર જતી રહે છે. તે ધીરે ધીરે પોતાની શક્તિ મેળવવા લાગી. તે પોતાના સુંદર વાળને ગુમાવ્યા એ માટે જવાબદાર વ્યક્તિને શ્રાપ આપે છે જે તે વ્યક્તિ પણ સાવ ઉંમરલાયક બની જાય છે. અને દુનિયાનાં કોઈ જાદુની તેનાં પર અસર ન થાય. એમ કહેતા ગામ લોકો બે તેનાં શ્રાપની અસર થવા લાગી. ડાયેના જેને બધી રમત રમી તે એકદમ

ડોશી જેવું થઈ ગઈ. તેની બધી જાદુઈ શકતી રહી નહોતી.

નલિની ગામથી દૂર એક નાના ઘરમાં રહેતી હતી તે હવે ખૂબ જ ક્રૂર થઈ ગઈ હતી.પોતાનો સમય ઔષધી બનાવવામાં અને ફૂલોની જાળવણીમા પસાર કરતી. એક દિવસ તેનાં પડોસી રહેવા આવ્યા જેના વાળ સોનેરી હતા. નલિની તેનાં સોનેરી વાળ લેવાનો વિચાર આવ્યો જેથી તે પછી બધી શક્તિ મેળવી શકે. તે ધીરે ધીરે પોતાની બધી શક્તિ મેળવે છે અને જાદુગરની બની જાય છે.

કહેવાય છે કે અન્યનું ખોટું કરનાર તેનાં કર્મોની સજા ભોગવે છે. તે પોતાનું આખું જીવન ઘડપણમાં વિતાવતા લાગી અને પોતે કરેલા કર્મનું ફળ પોતેજ ભોગવીને દુઃખમય જીવન વ્યતીત કરે છે. પરોપકારની ભાવના રાખનાર ક્યારે દુઃખી થતાં નથી.


Rate this content
Log in