Meenaxi Parmar

Others

3  

Meenaxi Parmar

Others

વિદાય

વિદાય

2 mins
186


વિદાય તો વિદાય હોય છે. આ શબ્દ જ ઘણું દુઃખ પહોંચાડે છે, પરંતુ જિંદગીમાં આગળ વધતા રહેવું પડે છે. વિદાયના દિવસે કંઈ કહી શકાય નહીં પરંતુ દિલની ઈચ્છા કહ્યા વગર રહી શકાય નહીં.

સમય સમયનું કામ કરી જાય છે, એ તો આપમેળે વહ્યા જ કરે છે. જીવનમાં ક્યારેક તડકા છાંયા હોય એમ ક્યારેક મિલન તો ક્યારેક વિદાય.

"યાદ આવે તો જરા લાવજો

 એ હવે આવજો, એ હવે આવજો."

પોતાની મહામૂલી શાળા છોડીને જતા વિદાયની વેળાએ સમજી શકતી નહોતી કે શું બોલું ? શું ન બોલું ? કેવી રીતે ભૂલી શકું એ શાળાને જ્યાં મારા જીવન ઘડતરની ઈમારત ચણી હતી જીવનની શરૂઆતની તમામ તકલીફોને સહન કરતા જઈને જ્યારે જીવનનું લક્ષ્ય મળ્યું ત્યારે લાગ્યું કે જાણે જીવન જીવવા માટેનું કારણ મળી ગયું હોય. મારી પ્રથમ શાળા કે જ્યાં જીવનની ઈમારત ચણવાની શરૂઆત કરી એ શાળામાં આઠ વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક પોતાનું કર્મ નિભાવ્યા બાદ જ્યારે વિદાય લેવાની વેળા આવી ત્યારે સહી ના શકાય એવી સ્થિતિ હતી.

ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે આટલી દિવ્ય વિદાય મારા સ્ટાફ મિત્રો આપશે. સર્વ શિક્ષકમિત્રો તેમજ આચાર્યશ્રીના હૂંફભર્યા સન્માન સમારોહથી મારું દિલ દ્રવી ઉઠ્યું. એમ લાગ્યું જાણે હું મારા પરિવારથી વિદાય લઈ રહી હોય જાણે એક દીકરી પોતાના પિયરથી વિદાય લઈ રહી હોય. સ્ટાફમિત્રોના આવા સન્માનથી ક્યારે ના વિસરી શકાય એવી યાદ જોડાઈ ગઈ.

 મારા શાળા પરિવાર તરફથી મળેલું ઉષ્માભર્યો વિદાય સમારંભ મારા દિલમાં સદાય માટે કોતરાઈ ગયો છે. મારા દરેક શાળામિત્રોનાં લાગણી અને આવકાર ખરેખર અવર્ણનીય હતો, જેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી.

 કોઈ શબ્દો નથી કે જે હું તેમના માટે કહી શકું.

જૂજ વર્ષ પૂરાણી દોસ્તી તૂટશે આજ અમારી,

મનગમતી મહેફિલો છૂટશે આજ અમારી,

તમને મળવા આવીશ જ્યારે ખૂટશે ધીરજ મારી,

કેમ કરી ભૂલીશ આ શાળા મારી.


Rate this content
Log in