Meenaxi Parmar

Inspirational

3  

Meenaxi Parmar

Inspirational

પરિશ્રમ એજ પારસમણિ

પરિશ્રમ એજ પારસમણિ

3 mins
202


અજય એક સામાન્ય પરિવારનો વ્યક્તિ હતો. તે એક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં સામાન્ય પોસ્ટ પર ફરજ બજાવતો હતો. તેના ઘરની સામાન્ય પરિસ્થિતિના કારણે ઘરમાં ગરીબાઈનું પ્રમાણ વધારે હતું. નાની નાની જરૂરિયાત માટે ખૂબ જ તકલીફ પડતી હતી. જેને લઈને તેની પત્ની તેને અવારનવાર મેણાં મારતી અને ઝઘડો કરતી. જેનાથી ત્રાસીને તે તેનાં મિત્રને પોતાની બધી જ કથની કહેતો અને દુઃખ વ્યક્ત કરતો કે આ ગરીબાઈ અને પત્નીના રોજના ઝઘડાથી બચવા શું કરવું.

આકાશ તેનો પરમ મિત્ર અને તેની સાથે કંપનીમાં કામ કરતો હતો. તેને એક દિવસ કહ્યું કે સ્ત્રીઓને ખરીદી કરવી પસંદ હોય છે તો તારી પત્ની લઈ જા અને ખુશ કર. મારી પાસે પૂરતા પૈસા નથી તો કવિ રીતે લઈ જાઉં. આકાશે તેને પૈસા આપ્યા અને અજય તેની પત્નીને ખરીદી માટે લઈ ગયો. તેની પત્ની અન્ય ખરીદી કરતી હતી ત્યાં અજય બધી પ્રાચીન વસ્તુઓનાં વિભાગમાં જોતો હતો ત્યાં તેને એક ચમકદાર વસ્તુ જોઈ તેને પસંદ આવતાં ખરીદી લીધી. તેની પત્ની કહે મને કોઈ ખરીદી કરાવી નહીં અને આ ભંગાર વસ્તુ લઈ આવ્યા કહી ઝઘડો કરવા લાગી. અજય નિરાશ વદને રૂમમાં જઈ એ ચિરાગને સાફ કરી ઘસવા લાગ્યો ત્યાં અચાનક એક પ્રકાશ દેખાયો અને તેમાંથી જિન બહાર આવ્યો. જિન એ તેના માલિક જેવો જ સ્વભાવ ધરાવે છે. તેને તેની 3 ઈચ્છા વ્યક્ત કરવા કહી. ત્યારે અજયે પોતાની નોકરીમાં બઢતી અને પોતાની ગરીબી દૂર કરવા કહ્યું.

બીજા દિવસે અજયને નોકરીમાં બઢતી મળી તેની પગાર ઘણો વધી ગયો. તેની પાસે ગાડી, બંગલો, રૂપિયા અઢળક થઈ ગયા. તેની પત્ની પણ તેનાથી ખુશ રહેવા લાગી. અજયની રાતોરાત આવી પ્રગતિ જોઈને આકાશને ઈર્ષ્યા થવા લાગી. તે વિચારવા લાગ્યો કે અજયને એવી તે કઈ લોટરી લાગી કે એ આટલો બધો ધનવાન બની ગયો. તે અજય પર નજર રાખવા લાગ્યો. સાંજે અજય ઘરે ગયો ત્યારે તેની પાછળ ગયો અને સંતાઈને તેની પર નજર રાખવા લાગ્યો. તેને જોયું કે અજય કોઈની સાથે વાત કરી રહ્યો હોય છે પણ કોઈ હોતું નથી સામે જુએ છે તો એક જાદુઈ ચિરાગ દેખાય છે. તેને થયું નક્કી આ ચિરાગના લીધે જ અજય આટલો ધનવાન બની ગયો છે.

એક દિવસ રાત્રે સંતાઈને તેના ઘરે જઈને ચોરી લાવે છે. તેનાથી લઈ જય છે. તે ચિરાગને ઘસવા લાગ્યો એમાંથી જિન બહાર આવે છે તેની ઈચ્છા વ્યક્ત કરવા કહ્યું. તેને કહ્યું કે અજયની બઢતી મને મળી જાય અને તે પહેલાં જવો થઈ જાય. આકાશની આવી બુરાઈ સાંભળી જિન તેનાં જેવાં જ સ્વભાવનો થઈ જાય છે ગુસ્સાથી લાલ. બીજા દિવસે અજયને મળેલી બઢતીની પોસ્ટ છીનવાઈ જાય છે. અને તે પહેલાં જવો ગરીબ બની જાય છે. અજયને કંઈ સમજાતું નથી. તે ઘરે જઈને જુએ છે તો જાદુઈ ચિરાગ ગાયબ! તેને થયું નક્કી આ આકાશ જ લઈ ગયો હશે. તે આકાશને ચિરાગ વિશે પૂછે છે પણ તે કંઈ જ કહેતો નથી. એક દિવસ રાત્રે છુપાઈને તેનાં ઘરે જાય છે તેને ક્યાંય ચિરાગ મળતો નથી છેવટે તેનાં તકિયા નીચેથી મળે છે. તેને ઘરે લઈ જાય છે અને ઘસીને ચમકાવે છે. જિન બહાર આવીને તેને 3 ઈચ્છા વ્યક્ત કરવા કહે છે. અજય પહેલાની જેમ જ બધું થઈ જાય અને આકાશ ચિરાગની બધી વાત ભૂલી જાય એમ માંગે છે. અજયની અન્ય પ્રત્યેનાં સારા ભાવની વાત સાંભળી ખુશ થઈ જાય છે અને તેની ઈચ્છા પૂરી કરે છે. બીજા દિવસે અજય આકાશને મળે છે ત્યારે તે બંને પહેલાના જેવાં જ મિત્રો બની જાય છે અને આકાશ સાચે જ ચિરાગની વાત ભૂલી ગયો હોય છે. અજયને સમજાયું કે મહેનત કરતાં મોટી બીજી કોઈ વસ્તુ નથી. પરિશ્રમનો કોઈ શોર્ટકટ નથી. પરિશ્રમ વિના મળેલી સંપત્તિ ક્ષણ પુરતો જ આનંદ આપે છે. નિરંતર શાંતિ અને પરમ આનંદનું સુખ તો પરિશ્રમ કરીને મેળવેલ સુખમાં જ રહેલું છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational