STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

જે બીજમાં તે વૃક્ષમાં

જે બીજમાં તે વૃક્ષમાં

4 mins
0

ક જ રાત્રે બે ઘરોમાં બે પુત્રોનો એક સાથે જન્મ થયો. એક પુત્ર શહેરના ધનવાન અને પ્રતિષ્ઠિત શેઠના ઘરમાં જન્મ્યો હતો, જ્યારે બીજો પુત્ર એક કુખ્યાત ગુંડાના ઘરમાં. શેઠના ઘરમાં વર્ષોની પ્રાર્થના પછી દીકરો જન્મ્યો હોવાથી આનંદનો પાર ન રહ્યો. બીજી તરફ ગુંડાના ઘરમાં પણ પુત્રજન્મની ખુશી હતી, પરંતુ તેના પિતાના મનમાં એક પાપ કોરી ખાતું હતું. તેના બાપા અને પરદાદા પણ ડાકુ હતા. વળી સમાજમાં તેનું કોઈ માં ન હતું. તેને હમેશ થતું. ડાકુ નો છોકરો ડાકુ શા માટે બંને ? વિધિ ના લેખ હું બદલી નાખીસ.

મધરાતે ડાકુએ એક ભયંકર નિર્ણય લીધો. તેણે પોતાના માણસની મદદથી બંને બાળકોની અદલાબદલી કરાવી નાખી. શેઠનો પુત્ર ગુંડાના ઘરમાં અને ગુંડાનો પુત્ર શેઠના ઘરમાં ઉછરવા લાગ્યો. ગુંડો બીજા દિવસે શિવમંદિરે ગયો અને અહંકારથી ભગવાનને કહ્યું, “હવે મેં નસીબ બદલી નાખ્યું છે. શેઠનો દીકરો મારા ઘરમાં મોટો થશે અને મારો દીકરો શેઠના મહેલમાં. હવે જોઈશ કે નસીબ કોનું થાય છે!”

પરંતુ તેને ખબર નહોતી કે માણસનું જીવન માત્ર જન્મ અને લોહીથી નક્કી થતું નથી. જન્મ શરીર આપે છે, પરંતુ સંસ્કાર વ્યક્તિત્વ આપે છે. શેઠના ઘરમાં ઉછરેલો ગુંડાનો પુત્ર પૈસા, વૈભવ અને સુખસગવડ વચ્ચે મોટો થયો, છતાં તેના સ્વભાવમાં ધીમે ધીમે અહંકાર, ક્રૂરતા અને લોભ વધવા લાગ્યા. લોહી માં પરંપરા હતી. તેથી ગરીબો પ્રત્યે તેને દયા નહોતી અને નોકરોને તે અપમાનિત કરતો. ધનવાન પિતાએ તેને વારંવાર સમજાવ્યો, પરંતુ માત્ર સંપત્તિ અને શિક્ષણથી તેના હૃદયમાં માણસાઈ ઊગી નહીં.

બીજી તરફ, શેઠનો સાચો પુત્ર ગુંડાના ઘરમાં મોટો થતો હતો. તેની આસપાસ હિંસા, લૂંટ અને અપરાધનું વાતાવરણ હતું. છતાં જનમોજનમ ના સંસ્કાર બાળકના હૃદયમાં ભાવ નું બીજ વાવતા ગયા. તેને ખરાબ રસ્તે જતા અટકાવતું હતું. સાથે શેઠ ના ઘરનું પુણ્ય પણ નેતે બચાવતું હતું.

એક દિવસ ગુંડો પોતાના પુત્રને લૂંટ શીખવવા જંગલમાં લઈ ગયો. એક મુસાફરને લૂંટતા જોઈ બાળકનું હૃદય કંપી ઊઠ્યું. ગુંડાએ કહ્યું, “તું પણ શીખ, તાકાતવર માણસ બધું લઈ શકે છે.” બાળક શાંતિથી બોલ્યો, “ના પિતા, કોઈની મહેનત છીનવીને મળેલું સુખ મને નથી જોઈતું.” ગુંડો ગુસ્સે ભરાયો, પરંતુ બાળકના મનમાં સંસ્કારનું બીજ જન્મથી જ હયાત હતું.

વર્ષો વીતી ગયા. ગુંડાનો દીકરો, જે શેઠના મહેલમાં ઉછર્યો હતો, ધન અને સત્તાના નશામાં અન્યાય કરવા લાગ્યો. બીજી તરફ શેઠનો સાચો દીકરો, જે ગુંડાના ઘરમાં ઉછર્યો હતો, સત્ય, દયા અને ન્યાયના માર્ગે ચાલતો રહ્યો. લોકો તેને ગુંડાનો પુત્ર માનતા હતા, પરંતુ તેના સારા કાર્યોને કારણે લોકો તેને માન આપવા લાગ્યા.

એક દિવસ રાજ્યમાં મોટી ચોરી થઈ. ખોટા પુરાવાઓના આધારે શેઠના ઘરમાં ઉછરેલા યુવાને લાંબી સજા થઇ. પરંતુ તપાસ દરમિયાન વર્ષો જૂનું રહસ્ય બહાર આવ્યું. એક વૃદ્ધ દાયાએ સત્ય જણાવ્યું કે બે બાળકોની અદલાબદલી થઈ હતી. અને તેના જન્મ પિતા એ ફાસીએ અટકાવવા માટે ગુનો કબુલ્યો .

સત્ય બહાર આવતાં સૌને ખબર પડી કે જેને ગુંડાના ઘરમાં ઉછેરવામાં આવ્યો હતો તે ખરેખર શેઠનો પુત્ર હતો અને શેઠના મહેલમાં ઉછરેલો યુવાન ગુંડાનો પુત્ર હતો. બધાની આંખો સામે જાણે નસીબનો આખો ખેલ ખુલ્લો પડી ગયો.

ગુંડો પણ વૃદ્ધ થઈ ગયો હતો. તેણે માથું ઝુકાવીને કહ્યું, “મેં વિચાર્યું હતું કે હું ભગવાનનું નસીબ બદલી શકું છું. મેં બાળકો બદલી નાખ્યાં, પરંતુ હું પરંપારગત સંસ્કાર બદલી શક્યો નહીં. શેઠનો દીકરો મારા ઘરમાં ઉછર્યો છતાં ગૌરીની મમતા અને નારદ મુનિના સંસ્કારોથી સારો બન્યો, જ્યારે મારો દીકરો શેઠના મહેલમાં ઉછર્યો છતાં મારા લોભ અને અહંકારના જન્મજાત સંસ્કારો લઈને મોટો થયો.”

જન્મથી નથી કોઈ મહાન બનતું,
 કર્મથી જીવનનું માન વધે;
 લોહી ભલે વંશ બતાવે,
 સંસ્કારથી માણસની ઓળખ બને.

રાજાએ સત્ય પામ્યું ને સજા ઓછી કરી નાખી. બંને દીકરાઓને સાચા માં બાપ મળી ગયા.

પરંતુ આ એક અર્ધ સત્ય છે. સંસ્કાર સંસર્ગ થી પ્રાપ્ત થાય છે. અને નિયતિ નસીબ થી રચાય છે.

सत्सङ्गत्वे निस्सङ्गत्वं निस्सङ्गत्वे निर्मोहत्वम्।
 निर्मोहत्वे निश्चलतत्त्वं निश्चलतत्त्वे जीवन्मुक्तिः॥

સત્સંગથી આસક્તિ દૂર થાય છે, આસક્તિ દૂર થતાં મોહ દૂર થાય છે અને મોહ દૂર થતાં સત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. સારા સંગ અને સારા સંસ્કાર માણસના જીવનને અંદરથી બદલી શકે છે.


પ્રહલાદનો જન્મ અસુરરાજ હિરણ્યકશિપુના ઘરમાં થયો હતો, છતાં તે ભગવાનનો પરમ ભક્ત બન્યો. કારણ તેનો ઉછેર નારદમુની ના આશ્રમ માં થયો હતો. અને આશ્રમ ના પવિત્ર વાતાવરણ અને સહયોગી વિદ્યાર્થીઓના સંસર્ગ થી તેનામાં સારા સંસ્કાર અંગીકાર થયા હતા.

જેમ જન્મ સારા ઘરમાં થાય તે આપણા પૂર્વ જન્મ ના પુણ્ય અને આપણામાં સંસ્કાર આવે તે આપણો પરિશ્રમ. ઘરનું વાતાવરણ માણસને અસર કરે છે, પરંતુ સારા સંસ્કાર તેની દિશા બદલી શકે છે.

લોહી વારસો આપી શકે છે, સંપત્તિ સુખ આપી શકે છે, પરંતુ માણસને સાચો માણસ બનાવવાનું કામ માત્ર સંસ્કાર કરે છે.

જન્મથી નથી કોઈ મહાન બનતું, કર્મથી જીવનનું માન વધે;

यथा बीजं तथा वृक्षः यथा कर्म तथा फलम् ।

संस्काराणां प्रभावेण जायते पुरुषोत्तमः ॥

જેવું બીજ તેવું વૃક્ષ, જેવું કર્મ તેવું ફળ. જેવું સિંચન તેવા સંસ્કારસંસ્કારોના પ્રભાવથી જ મનુષ્ય ઉત્તમ બને છે.






 



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational