STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

5  

હર્ષદ અશોડીયા

Inspirational

એકલહાથની તાળી

એકલહાથની તાળી

4 mins
3

"બુદ્ધે પકડી મુખીની હથેળી ને પૂછ્યો એક જ સવાલ—શું પુરુષના પાપ વગર સ્ત્રી બની શકે ક્યારેય ગુનેગાર?"






સંધ્યાનો ગુલાબી રંગ ધીમે ધીમે અંધકારમાં ઓગળી રહ્યો હતો. ગ્રામીણ પથ પર એક તેજસ્વી યુવાન સંન્યાસીના ચરણ પડી રહ્યા હતા. મસ્તક પર અપ્રતિમ તેજ, નયનોમાં અગાધ કરુણા અને શાંતિ. આ યુવાન સંન્યાસી બીજું કોઈ નહીં, પણ સ્વયં ગૌતમ બુદ્ધ હતા.


ब्रह्मन्नध्ययनस्य नैष समयस्तूष्णीं वहिः स्थीयताम्
स्वल्पं जल्प वृहस्पते! जडमते नैषा सभा वज्रिणः।
वीणां संहर नारद! स्तुतिकथालापरलं तुम्बुरो!
सीतारल्लकभल्लभग्नहृदयः स्वस्थो न लङ्केश्वरः॥ रसगङ्गाधर

(રાવણના દરવાજા પર હાજર દ્વારપાળ અન્ય દેવતાઓને કહે છે કે -) હે બ્રહ્મા! આ વેદ પાઠ કરવાનો સમય નથી, માટે ચૂપચાપ બહાર ઊભા રહો। હે બૃહસ્પતિ! તમે થોડું જ બોલો. હે મંદ બુદ્ધિવાળા (ઇન્દ્ર)! આ તમારી દેવસભા નથી કે અહીં કલાકો સુધી વાત કર્યા કરો। 

હે નારદ! તમારી વીણા સંકેલી લો (બંધ કરો) અને હે તુંબુરુ! આ સમયે રાજાની સ્તુતિ કે ખુશામદની વાતો ન કરો। કારણ કે માતા સીતાના વિરહ રૂપી ભાલાઓથી રાજા રાવણનું હૃદય ઘવાઈ ગયું છે, માટે અત્યારે લંકેશ્વર (રાવણ) સ્વસ્થ (શાંત કે સાનુકૂળ) નથી।



તેમનું ઓજસ્વી રૂપ જોઈને ગામની એક સ્ત્રી અસ્વસ્થ થઈ ગઈ. તેણે નજીક આવીને અત્યંત આદરપૂર્વક પૂછ્યું, "હે મહાત્મન! આપ તો કોઈ સમૃદ્ધ રાજ્યના રાજકુમાર જણાઓ છો. આ ક્ષણભંગુર યુવાનીમાં સંન્યાસનો ગેરૂઓ પટ્ટ ધારણ કરવાનું કારણ શું?"

બુદ્ધે અત્યંત મધુર અને ક્ષમાયુક્ત વાણીમાં ઉત્તર આપ્યો, "દેવી, આ માનવશરીર અત્યારે યુવાન અને આકર્ષક લાગે છે, પરંતુ સમય જતાં તે વૃદ્ધ થશે, રોગગ્રસ્ત બનશે અને અંતે મૃત્યુના મુખમાં ધકેલાઈ જશે. હું આ જ ત્રણ પ્રશ્નો – વૃદ્ધાવસ્થા, વ્યાધિ અને મૃત્યુના મૂલ કારણોને શોધવા અને સત્યને પામવા સંન્યાસી બન્યો છું."


अनित्यनि शरीराणि विभवो नैव शाश्वतः।

नित्यं संनिहितो मृत्युः कर्तव्यो धर्मसंग्रहः॥

વિદુરનીતિ

 

આ શરીર અનિત્ય છે, સંપત્તિ સદાકાળ રહેનારી નથી. મૃત્યુ સદા આપણી સમક્ષ જ ઊભું છે, તેથી મનુષ્યે સદૈવ ધર્મનો (સત્કર્મનો) સંચય કરવો જોઈએ.


બુદ્ધના મુખેથી આવા ગહન અને વિવેકપૂર્ણ વિચારો સાંભળીને તે સ્ત્રીનું હૃદય ગદ્ગદ થઈ ગયું. તેણે અત્યંત ભાવુક થઈને બુદ્ધને પોતાના ઘરે ભોજન માટે આમંત્રિત કર્યા. બુદ્ધે પણ તેના ભાવનો સ્વીકાર કર્યો.


પરંતુ, આ સમાચાર વાયુવેગે સમગ્ર ગામમાં ફેલાઈ ગયા. ગામના લોકોમાં કલબલાટ મચી ગયો. થોડી જ વારમાં ગામના મુખી અને અન્ય પ્રતિષ્ઠિત પુરુષો બુદ્ધ પાસે દોડી આવ્યા. તેમણે ક્રોધ અને આશ્ચર્ય મિશ્રિત સ્વરે કહ્યું, "મહાત્માજી! આપ કયા ભ્રમમાં છો? આપ એ સ્ત્રીના ઘરે ભોજન કરવા ન જઈ શકો! તે સ્ત્રી પતિત છે, વ્યભિચારી છે અને સમગ્ર ગામ માટે 'ચરિત્રહીન' નું કલંક છે!"


બુદ્ધે અત્યંત શાંતિથી ગામના મુખી તરફ જોયું અને પૂછ્યું, "શું આપ પણ એ વાતની પુષ્ટિ કરો છો કે તે સ્ત્રી ખરેખર ચરિત્રહીન છે?"

મુખીએ  ઉગ્ર સ્વરે કહ્યું , "હું ઈશ્વરના સોગંદ ખાઈને કહું છું કે તે કુલટા અને ચરિત્રહીન સ્ત્રી છે! આપ તેના દ્વારે જઈને આપણી પવિત્રતાને લાંછન ન લગાવો."


બુદ્ધ મંદ-મંદ હસ્યા. તેમણે મુખીનો જમણો હાથ પોતાના હાથમાં પકડી લીધો અને કહ્યું, "મુખીજી, જરા એક હાથથી તાળી વગાડીને બતાવો તો?"


મુખી અકળાઈ ગયો અને બોલ્યો, "આ કેવી અજ્ઞાનતાની વાત કરો છો? એક હાથે તાળી કેવી રીતે વાગે? મારો બીજો હાથ તો આપે પકડી રાખ્યો છે!"


તે જ ક્ષણે બુદ્ધ ગંભીરતાથી મુખીનો હાથ છોડ્યો અને આખા ગામ સમક્ષ ગર્જના કરી, "બસ, આ જ સત્ય છે! જેમ એક હાથે તાળી વાગતી નથી, તેમ કોઈ પણ સ્ત્રી એકલી ક્યારેય ચરિત્રહીન બની શકતી નથી! જો તે સ્ત્રી પતિત છે, તો તેને પતિત કરનારા આ ગામના પુરુષો છે. જો આ ગામના પુરુષો સદાચારી અને સંયમી હોત, તો તે સ્ત્રી ક્યારેય આ માર્ગે ન ગઈ હોત. તેથી, તેના ચરિત્ર સ્ખલન માટે આ ગામનો પુરુષસમાજ જ મુખ્ય જવાબદાર છે!"

બુદ્ધના આ કટોક્ષ અને કડવા સત્યથી પંચાયતના પુરુષોના મસ્તક સરમથી ઝૂકી ગયા.


दोषा प्रच्छाद्यन्ते मूर्खाणां गुणाः प्रकटीक्रियन्ते सताम्।

आत्मनो दोषमज्ञात्वा परदोषेण मुह्यति॥ ચાણક્યનીતિ

 

અજ્ઞાની લોકો પોતાના દોષોને છુપાવે છે અને બીજાના દોષો શોધીને તેમાંથી આનંદ મેળવે છે, જ્યારે સજ્જનો પોતાના દોષો જોઈને બીજાના ગુણોનું સ્મરણ કરે છે.


બુદ્ધના આ ન્યાયપૂર્ણ વચનો સાંભળીને ત્યાં ઉપસ્થિત દરેક પુરુષ લજ્જિત થઈ ગયો. તેમને

"એક હાથે તાળી ન પડે અને વાગ્યા વગર દડબાં ન પડે."


ચરિત્રના ચોકે ઉભા રહી, બીજા પર પથ્થર ફેંકે છે,

પોતાના ઘરના કાચ તૂટેલા, એ તો ક્યાં કોઈ દેખે છે?

એક હાથે તો તાલી ના પડે, આ સંસારનો ન્યાય છે,

સ્ત્રીને કલંકિત કહેનારો, પુરુષ સ્વયં ગુનેગાર થાય છે!

 

પરંતુ, આજનો પુરુષપ્રધાન સમાજ કેટલો વિરોધાભાસી છે! આજે પુરુષો લજ્જિત થવાને બદલે પોતાના અહંકાર અને પાપો પર ગૌરવ અનુભવે છે. સમાજનો નીતિ-નિયમ સ્ત્રી માટે અલગ અને પુરુષ માટે અલગ બનાવાયો છે.



कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन्।

इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते॥ (શ્રીમદ્ ભગવદ્ ગીતા - અધ્યાય ૩, શ્લોક ૬)

 

જે મનુષ્ય બહારથી પોતાની જ્ઞાનેન્દ્રિયોને રોકી રાખે છે, પરંતુ મનથી વિષયોનું ચિંતન કરતો રહે છે, તે મૂઢબુદ્ધિ અજ્ઞાની મિથ્યાચારી (દંભી) કહેવાય છે.







 

 




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational