Rajeshri Patel

Classics Fantasy

3  

Rajeshri Patel

Classics Fantasy

જાદુઈ ગુફા

જાદુઈ ગુફા

2 mins
224


આ વખતે મુકેશે અને તેના મિત્રોએ નક્કી કર્યું કે ઉનાળાના વેકેશનમાં હિમાલયના જંગલમા ફરવા જવું છે. બધાએ પોતાના કામકાજમાંથી રજા લઈને ફરવાનો પ્લાન બનાવી બધા ટ્રેન દ્વારા ફરવા પણ નીકળી ગયાં.

બીજા દિવસે તો હિમાલય પણ પહોંચી ગયા. પહેલેથી જ નક્કી હોવાથી જંગલમા જ રહેવું છે તેથી એક ત્યાંના લોકલ ગાઈડનો સંપર્ક કરી જંગલમા તંબુ બનાવી તેમાં રહેવાનું નક્કી કર્યું. જંગલ પણ ઘણું વિશાળ હતું. ઊંચા ઊંચા ઝાડ અને મોટા મોટા પાંદડા. રાતે જોતા બહુ જ ડરામણું લાગે એવુ ગાઢ જંગલ. રાતે બધાએ જમીને બેસવાનું નક્કી કર્યું તેથી જંગલમાંથી થોડા લાકડા લઈ આવીને તાપણું કર્યું. બધા જ તાપણા ફરતે બરાબર ગોઠવાયા હતા. તે જ વખતે તેની સાથે આવેલ ગાઈડે કહ્યું કે ચાલો તમને આ જંગલની એક રહસ્યમય અને સાચી હકીકત જણાવું.

થોડા જ વર્ષો પહેલા એક સાધુ અહીં રહેતા હતા. જે ભટકતા ભટકતાં આ જંગલમા આવી ગયા હતા. લાંબી દાઢી અને પગ સુધીના એના વાળ જોતા જ એક અઘોરી લાગે. તે એક ગુફામા રહેતા હતા. તે ગુફામાં અચાનક જ એક લાંબી જાદૂઈ છડી બાબાએ જોઈ. છડી ઘણી ચમકદાર અને વજનદાર પણ હતી. જંગલમા ત્યાંના લોકો લાકડા કાપવા આવેલા ત્યારે તે લોકોનું ધ્યાન તે ગુફા અને અઘોરી બાબા પર પડ્યું. બાબા જંગલમા જ ફરતા અને તપસ્યા કરતાં તેમજ પોતાની ગુફામા જ પડ્યા રહેતા. પરંતુ ગામના લોકોને બહુ જ ડર લાગતો.

એક દિવસ બધાંએ નક્કી કર્યું કે આ બાબાને આપણે ભગાડી દઈએ. આપણે રોજ જંગલમા જ લાકડા કાપવા અને ડરવું પડે એ પોસાય તેમ નથી. ગામલોકો બધા ગુફા તરફ જ્યાં પહોંચ્યા ત્યાં તો બાબા પોતાની ગુફામાથી ભાગી ગયા હતા. જેથી ગામલોકોએ ગુફા આગળ પથ્થર રાખી દીધા. બધાએ વિચાર્યું કે પથ્થર ખસેડી બાબા જરૂર અંદર ગુફામાં જશે જ. થોડા દિવસો પછી ત્યાં ફરી લોકો જોવા ગયા તો અંદર કોઈ નહોતું. અઘોરી બાબા તો સાવ અદૃશ્ય જ થઈ ગયા. આ વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ. વાત સંભાળતાં જ બધા ચકીત થઈ ગયા. જેમણે ગુફા નહોતી જોઈ તેમણે પણ આ ચમત્કાર જોવાની તાલાવેલી લાગી. જે પણ ત્યાંથી નીકળે એ કંઈક નવા જ સમાચાર ગામમાં ફેલાવતા. કોઈ કહે બાબાને આજે જોયા તો કોઈ કહે આજ ત્યાં ગુફા જ નહોતી. વળી ક્યારેક કોઈ વડીલ કહે કે તે બાબાના હાથમાં ચમકદાર છડી હતી.

છેલ્લે બધા ગામલોકો ભેગા થયા. બધાએ પોતપોતાની આપવીતી કહી. એક મોટી ઉમરના વડીલ ઉભા થયાં અને ટોળાને સંબોધીને કહ્યું કે તમે લોકો કોઈ ડરશો નહીં. આ અઘોરીબાબા પાસે જે ચમકદાર લાકડી છે તે જાદુઈ છડી છે. તેથી જ તો તમને ક્યારેક બાબા ગાયબ તો ક્યારેક ગુફા ગાયબ થયેલ દેખાય છે. કાલે સવારે જ આપણે ત્યાં જઇને બાબાને વિનંતી કરીશું કે તે છડી આપણને આપી દે. એ છડીના ઉપયોગથી આપણે પણ જાદુ શીખીશું.

જાદુગર ધારે તો ઘડીમાં સોનાનો મહેલ પણ ખડો કરી શકે. પરંતુ આ ઘડીભરની લોભ લાલચમાં ક્યારેય અંજાવું ના જોઈએ. આમ રાતોરાત ભગવાન ક્યારેય કોઈને ધનવાન નથી બનાવતી.


Rate this content
Log in

Similar gujarati story from Classics