ઈશ્વરની પીંછી
ઈશ્વરની પીંછી
એક અમારું ભવન અને એ જ ભવનની બારીએથી તળાવ. એ બારીમાંથી તળાવમાં તરવાનો રસ્તો. ઉપર કાળા ભમ્મર વાદળો અને નીચે લીલુડી ધરતી. તેમાં પ્રકૃતિ સૌંદર્ય જાણે ઈશ્વરે આ પૃથ્વીને આપી પૃથ્વી પર મેકઅપ જ ના કર્યા હોય એવું રમણીય સૌંદર્ય.
તે દિવસ અમારા માટે ગજબનો દિન. એટલે અમે તે ટેકરી પર અલગ અલગ બેસી ગયેલા. બધા જ પોતપોતાના મન પ્રમાણે પોતાની લેખન શક્તિથી પ્રકૃતિને વર્ણવતા હતા.
હું પણ ત્યાં એક જગ્યાએ બેઠેલી અને પહેલા તો સમવડીયુ નિરખતી હું અને આટલામાં મારી સમીપે આવી રક્ષાડી (રક્ષા). હું તો એને રીક્ષાડી કવ હો ! કારણ કે રીક્ષા જેમ ભાંભરે તેમ તે પણ આખો દિવસ મારી બાજુમાં બેઠી બેઠી ભાંભરીયા કરે. મારી દ્રષ્ટિમાં દૂર દૂર સુધી બધે ભગવાને ફેરવેલી પીછી જ દેખાઈ પડતી હતી. પણ સામે દૂર એક ટેકરી પર એક છોકરો કંઈક કારીગરી કરી રહ્યો હતો અને ફોટાઓ પણ ક્લિક કરી રહ્યો હતો.
હું અને રક્ષા બંને વાતુડીયા એટલે વાતો કરતા કરતા પણ લખી રહ્યા હતા.
રક્ષા: ઓય! પેલ્લી જો આપણો વિડીયો ઉતારે.
રિદ્ધિ: ઓય ! નિકિતા તું વિડીયો ઉતારવા આવી છે કે લખવા?
રક્ષા: જવા દેને એને ! ભલે ઉતારે આપડે શું ?
રક્ષા: રિદ્ધિ ! આ તળાવ કેટલું ઊંડું હશે હે ?
રિદ્ધિ: લાવ તને ધક્કો મારું. જાતે જ જોયાવ ને...
આવી બધી વાહિયાત વાતો કરતાં કરતાં અમે પ્રકૃતિને માણી રહ્યા હતા. એટલામાં એક બતક અને તેનું બાળક નજરે ચડ્યું અને તરત જ મને થયું કે આ માતૃવાત્સલ્ય પ્રેમ કેવો. નાનું બાળક હંમેશાં પોતાની માતાનો પાલવ પકડીને ચાલતું હોય છે.
આટલામાં વરસાદના છાંટા આવ્યા. અમે થોડાં પલળી પણ ગયા અને એ વરસાદના બુંદ મારી બુકમાં મારા સાથીદાર બન્યાં.
બસ છેલ્લે તો એવું હૃદય સ્ફુરી ઉઠ્યું કે ધરતી અને ગગન બંને એકબીજામાં વિલીન થઈ ગયાં હોય તેવું નજરે પડ્યું.
