ડિયર લકી
ડિયર લકી
ડિયર લકી,
જ્યારે તું નાની હતી ને ખુબ સુંદર અને ક્યુટી હતી. તારા મોઢા પર ફૂંક મારવાથી તારી મારકણી આંખો મને મારી નાખતી. જ્યારે આપણે જમવા બેસતા ત્યારે એક ફેમિલી મેમ્બરની જેમ ઘરના ગોળ કુંડાળામાં સાથે પગ પર પગ ચડાવીને બેસી જતી.
હા...! એક તારા બેસવાના પોઝ મને હજુ પણ યાદ આવે. તારી લચકતી જીભથી તું મારા મોં પર ચાટીને પ્રેમ દર્શાવતી અને જો કોઈ અજાણ્યું માણસ આવી જાય તો તેના તું વધામણા પાક્કા કરી લેતી.
તારી વાંકી પૂંછડી પટ પટ પટાવતી. મારા ગળે આખી બાથ ભીડી જતી એ કંઈક અલગ જ સુકન હતું. તારો નિખાલસ ચહેરો, તારા નિખાલસ ઠેકડા, તારું પટ્ટાથી રમવું, કપડા ફાડી નાખવા વગેરે જેવી તારી ટેવો છે ને હૃદયને સ્પર્શ કરી જતી.
જ્યારે તને હું નવરાવતી ત્યારે તું બહુ જ ખાટી થતી અને હા તારા ટામેટાની તો વાત જ ના થાય હો. ટામેટા પાછળ તો ગાંડી હતી સાવ. પણ અંત ઘડીએ બસ ખબર નહીં કે તને અચાનક શું થયું, ઘણી દોડાદોડી થાય, દવાઓ પણ આટલી કરાવી અને નવરાત્રીનો છેલ્લો દિવસ એટલે દશેરાની રાત્રે 10:56 તને અચાનક ત્રણ ઝટકા આવ્યા અને ત્રીજે ઝટકે તું મારા ખોળામાંથી ભગવાનના ખોળામાં ચાલી ગઈ, ખબર જ ના પડી પણ તું આવી એ સાચું મારા જીવનમાં પણ આટલા ઓછા સમય માટે ? મને અને મારા પરિવારને એકલી છોડીને જતી રહી ?
