Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

ઈશ્વરની અમૂલ્ય ભેંટ

ઈશ્વરની અમૂલ્ય ભેંટ

2 mins
332


સૌથી પહેલા તો તંદુરસ્તી અને ખુશાલીભર્યું જીવન એ ઈશ્વરની અણમોલ ભેંટ છે.

અમૂલ્ય રત્ન કરતા પણ માનવ જીવન અણમોલ છે.

શું નથી આપ્યું ઈશ્વરે ?

 આંખો માટે સુંદર સપના ઓ આપ્યા. આંખોની અને મનની તૃપ્તિ માટે ખોબલે ખોબલે કુદરતી સૌંદર્ય આપ્યું.

 આ સંત જેવા ઊંચા ઊંચા પહાડો.

આ રૂમઝૂમ કરતી મુગ્ધ યૌવના જેવી શીતળ જલ વાળી નદીઓ આપી છેે.

 આ ફળો થી લચી પડેલા વૃક્ષો.

 અને આ બાગને મહેકાવતા ફૂલો.

 અને ચહેકતા પક્ષીઓ આપ્યા.

આ દિવસને ઉજાળવા સૂર્ય.

 અને રાતની ઉજાસ માટે તારા ઓની મોટી ફોજ સાથે ચંદ્ર આપ્યો.

 જીવવા માટે આ અલબેલી હવા આપી.

ઉઠવા માટે સવાર આપી છે.

 આરામ માટે અને સપના ઓ માટે રાત્રી આપી.

 સપના ઓને સિદ્ધ કરવા આ બુધ્ધિ ધન અને મક્કમ મનોબળ આપ્યું.

 ધબકતા રહેવા માટે શ્વાસ આપ્યો છે.

 અને મહેકતા રહેવા માટે હૃદય આપ્યું છે.

 ભીનાશને અનુભવવા ઝાકળ આપી છે.

 રંગોની સૃષ્ટિને અનુભવવા પતંગિયાઓની પૂરી ફોજ આપી છે.

 તરસવા માટે રણ.

 અને વરસવા માટે વર્ષા આપી છે.

 મનની મહેક માટે આ નવ યૌવના જેવી ખૂબસૂરત ધરતી આપી છે.

આ જીવવા માટે હવા પાણી અને ખોરાક આપ્યા.

આપની બધી જ જરૂરિયાત નો ઈશ્વરે ખૂબ ખ્યાલ રાખ્યો છે.

બધા જ સર્જનોમાં શ્રેષ્ઠ એવો દરજજો ઈન્સાનને આપ્યો.

ઈશ્વર ના તમામ સર્જનમાં ઈચ્છા શક્તિ ફક્ત માનવને જ આપવામાં આવી છે.

 જે પોતાની મરજી મુજબ કરી શકે છે.

આ બધું સિવાય.

ધરતી પર જીવવા કુટુંબ આપ્યા.

 સ્વજનો આપ્યા.

લોકો ના હૃદયમાં પ્રેમ અને હૂંફ મૂક્યા.

 સમજદારી આપી.

 સંપ અને એકતા આપ્યા.

 જેથી વ્યક્તિ કુટુંબમાં થી પ્રેમ અને હૂંફ મેળવી,

 સમાજની પ્રગતિમાં યોગદાન આપી શકે.

 બુધ્ધિ આપી જેથી તેનો ઉપયોગ સમાજ ના કલ્યાણ માટે,

 જીવન નિર્વાહ માટે,

 અને ઈશ્વર ના શરણ સુધી પહોંચવા માટે ઉપયોગી થઈ શકે.

 આ માટે ઈશ્વર ના લાખો શુકરાના.

 ઈશ્વરને આપવું તો શું આપવું?

આખીર એને જ તો આપેલું છે આ જીવન. 

દુનિયાની સર્વ શ્રેષ્ઠ ભેંટ એટલે આ મહામૂલું જીવન.

 આ એક રત્ન સમાન છે.

 આ ભેંટની યોગ્ય કદર કરી,

 જીવનને મહામૂલું બનાવીએ.

 દિવસમાં એકવીસ હજાર અને છસો શ્વાસ લઈએ છીએ.

 તો એ શ્વાસ આપણી મૂડી છે.

 એને ગમે તેમ ના વેડફિયે.

 યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ ઉપયોગ કરીએ.

એક નાનકડી વારતા છે.

 એક પારધી પાસે સો તીર હોય છે.

 અને પંખી આકાશમાં ઊડતું હોય છે.

 એનો પડછાયો જમીન પર પડે છે.

 અને આ પારધી જમીન પર ના પડછાયા પાછળ.

 સો તીર વેડફી નાખે છે.

 આપણાને પણ શ્વાસોશ્વાસ રૂપી તીર મળ્યા છે.

 પણ, આપણે આ શરીરમાં રહેલા આત્મા માટે કઈ કરતા નથી.

 ફક્ત શારીરિક જરૂરિયાતની પાછળ, આંધળી દોટ લગાવીએ છીએ,

 અને આપણો મકસદ ભૂલી જઈએ છીએ.

ચાલો ! આ ઈશ્વરની અમૂલ્ય ભેંટ એવા આ મહામૂલા જીવનને સાર્થક બનાવીએ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational