હું ધરતીનો સંતાન
હું ધરતીનો સંતાન
આજથી વર્ષો પહેલા .....
એક નાનકડા ગામમાં લોકો શાંતિથી અને સુખેથી રહેતા હતા. આ ગામમાં એક બાળક ખૂબ તેજસ્વી હતો. કોણ જાણે કયા દેવી દેવતાના ઉપર હાથ હતો જે કુશાગ્ર બુદ્ધિ ધરાવતો હતો અને એના કારણે નાના-મોટા સૌએ વખાણવા લાગ્યાં હતા.
ધીમે ધીમે આ વાત લગભગ સમગ્ર પંથકમાં ફેલાઈ ગઈ અને રાજાએ આ વાત કાને સાંભળી તરત જ મહેલમાં તેને બોલાવી અને રાજ્યના કારભારમાં મદદરૂપ થવા માટે જણાવ્યું. નાનપણથી બાળક ખૂબ તેજસ્વી આપણને એ નરેન્દ્ર દત્ત એટલે કે સ્વામી વિવેકાનંદની યાદ અપાવી જાય.
થોડો સમય વીતવા લાગ્યો એ બાળક હવે યુવાન થઈ ગયું ઓછું ભણેલા હોવા છતાં પડે ઘણી બધી ભાષાઓનું અને 16 પ્રકારની વિદ્યાઓ જ્ઞાન તેની પાસે હતું, આમ એ હવે રાજ્યના સીમાડા વટાવીને છેક દિલ્હી સુધી એની પ્રખ્યાતી પહોંચી ગઈ. દિલ્હીના દરબારમાંથી તેડા આવ્યા કે કુશાગ્ર બુદ્ધિ ધરાવતા યુવાનને અમારી પાસે મોકલો....
પેલા યુવાને એક ત્યાં આવેલા રાજદૂતને ખૂબ જ વિનમ્રતાપૂર્વક સરસ મજાના કાગળમાં એક જવાબ લખીને આપ્યો આ પત્ર દિલ્હીના સુલતાને વાંચ્યો અને ખરેખર ગદ્ગદિત થઈ ગયા. જવાબ માત્ર એટલું લખેલું હતું કે હું આ ધરતી ઉપર જન્યો છો, એ જ મારી માતા છે એ જ મને પોષણ આપનારી છે. હું તેને છોડીને કેમ આવું કરણ કે આ માટીનો સંતાન છું અને આ ધરતી મારી માત છે. મારી જે પણ આવડત છે જે આ મારી યથાશક્તિ છે તે મારા વતનને સમર્પિત છે. હું માત્ર મારી આ ધરતીનો સંતાન છું એના ઉપર ઊછરીને મોટો થયો હવે સમય છે ધરતી નું ઋણ ચૂકવવાનું કારણ ધરતીનું સંતાન છું. હું ધરતીનું સંતાન છું.
