Gediya Girish

Inspirational Others

3.5  

Gediya Girish

Inspirational Others

હું છું તો તમે છો

હું છું તો તમે છો

3 mins
138


આ એક લાલબત્તી સમાન લાગશે તમને જો સમજો તો

પર્યાવરણ પ્રતિ આપણા કર્તવ્યો ભૂલી ગયા આપણે અને થોડુંક વિચારો

પ્રતિ.

હું તમને કેમ છો નહિ કહું, કારણ તમે બધાં આના લાયક નથી, હું પર્યાવરણ તમે બધાં મને સારી રીતે ઓળખો છો, સમજો છો બધું છતાંય તમે મારી સાથે આટલુ ક્રૂર વર્તન કરો છો,

વર્તમાન પરિસ્થિતિ જોતાં કહું માત્ર માનવીઓ જ દુશ્મન છે. પર્યાવરણને પ્રદૂષિત કરવા માટે જવાબદાર એકમાત્ર તમેજ એટલકે માનવસૃષ્ટિ જ છે. આધુનિકરણ તેમ જ વધુને વધુ સફળતા પ્રાપ્ત કરવાની ખોટી ઘેલછાને લીધે મારો વિનાશ નોતર્યો છે.

 તમે બધાં એટલે પૃથ્વી પર રહેનાર માનવજીવ મારાં બાળકો અને હું તમારો પિતા કહેવાઓ, મારાં લીધે તમારું અસ્તિત્વ છે, તમે જીવો છો, સુખઃ સગવડ, આનંદ મેળવો છો તમને બધુજ હું આપું છું એક માઁ બાપની જેમ જે તમારી બધી ઈચ્છા નિ:સ્વાર્થ ભાવ પુરી કરું છું,

પણ તમે બદલામાં શું કરવાં બેઠા છો ?

"તમારા માતા પિતા એટલે હું પર્યાવરણ " તમે મને મારવા બેઠા છો જરા તો વિચારો, હું નહિ હોવ તો તમે હશો ?

તમે તમારાજ પગ પર કુહાડી મારી રહ્યા છો આ બધું કરીને,

હું તમને, હવા, પાણી, ઓક્સિજન, ખનીજ, ફળ, ફુલ, સ્વ્ચ્છ વાતાવરણ, એમ કહું બધુજ હું આપી રહ્યો છું એ પણ કોઈ સ્વાર્થ વગર ના કોઈ પૈસાથી તમે જીવો છો તો મારાં હિસાબે જ અને મારાં અસ્તિત્વથીજ તમારું અસ્તિત્વ છે અને નહિ હોવ તો તમે કોઈ નહિ હોવ આ મારું તમને વચન છે,

તમે ચાંદ અને મંગળ પર વસવાની વાતો કરો છો પણ પહેલા જ્યાં રહો છો એટલે કે આ પૃથ્વી ને તો સાચવો,

આ પૃથી તમારી માતા સમાન તમે એને નથી સાચવી સકતા તો ચાંદ અને મંગળને કેમ સાચવશો ?

આટ આટલા હેરાન થાવ છો, હું ઘણીવાર ગુસ્સો બતાવી તમને ચેતવણી આપું છું, સુનામી, પૂર, ભૂકંપ, મહામારી, જ્વાળામુખી, કંઈ પણ રીતે તમને સંદેશો આપું છું હવે બસ કરો પણ તમે એટલા નિર્દય, સ્વાર્થી છો કે જાણી જોઈ આખો બંધ કરી દો છો, શું મારાં માટે તમારી કોઈ જવાબદારી નથી ?

તમે જંગલોનું અસ્તિત્વ ધીમે ધીમે પૂરું કરવાં મથ્યા છો જે વૃક્ષો જે તમને જીવવા માટે ઓક્સિજન પૂરું પાડે છે એને નામસેસ કરી રહ્યા છો, મારો તમને એક સવાલ છે

શું તમારી પાસે ઓક્સિજનનો બીજો કોઈ પ્રયાય મળી ગયો છે ?,

જો મળી ગયો હોય તો બેફિકર કરો આ,

હમણાં મેં મહામારી માં ઓક્સિજનની અછત ઉભી થઇ શા માટે?, આ કારણ તમે વૃક્ષો મન ફાવે એમ કાપી રહ્યા છો, એનું જતન કે એને વિકસાવા કઈ નથી કરી રહ્યા,

હજી સમય છે જાગો

""મારાં થકી તમારું જીવન "

હું છું તો તમે છો,

એટલકે હું પર્યાવરણ સમજો

તમે નદી, નાળા પણ ખતમ કરવાં મથી પડ્યા પણ ભૂલી જાવ છો સાગર તમારી પ્યાસ નહિ બુજાવી શકે એજ પ્યાસ આ નદીઓના પાણી થકી તમે મેળવી શકો, વરસાદ માટે વૃક્ષોની પણ જરૂર પડે સમજ્યા,

"પાણી છે તો જીવન છે "

  હું છું તો તમે છો,

અને તમે જાણે કઈ સમજતા ના હોવ એમ પાણીનો વેસ્ટ કરો છો પણ થોડું તો વિચારો હું નહિ હોવ તો ?

મેં તમને ગમે એવુ સુંદર કુદરતી દ્રષ્યો આપ્યા જે જોઈ તમે ખુશ થાવ પણ એજ બધું તમે નામસેશ કરી હવે એ જોવા દૂર દૂર જવું પડે છે, આ તમારી કમનસીબી છે, મારી નહિ,

વરસાદ આ જે તમારા જીવન માટે જરૂરી છે એ પણ હું ફ્રી માં આપું છું,

"જો વરસાદ નહિ તો અન્ન નહિ "

બસ ટૂંકમાં કહું તો તમારા પેટની ભૂખ દૂર કરવાં તમને મદદ આ વરસાદથી થાય અને અન્ન પાકે, તમે જંગલ કાપ્યા ઇમરતો બનાવી, વરસાદ ગયો, શું કહું તમને, તમે તો તમારા સુખઃ માટે બીજા જીવોના જીવ લઈ લીધા જે મારાં પર એટલે હું પર્યાવરણ પર નભે છે,

કોઈ એક એવું તો બતાવો જે તમે કર્યું હોય મારાં વગર ?

તમે તો જે થાળીમાં ખાવ એમાંજ થૂંકો એવા છો, આ ધરતી તમને ફ્રીમાં રહેવા જગ્યા આપી અને તમે એના માલિક બની ગયા, મને તમારા પર હસુ આવે છે,

તમે આ ધરતીને છિન્ન ભિન્ન કરી નાખી માટે હવે એ પ્રકોપી થઇ ભૂકંપો,જ્વાળામુખી રૂપે રોસ ઠાલવે છે,

પણ તોય ક્યાં તમારા કર્તવ્યો મારાં પ્રતી યાદ કરો છો,

હજી પણ સમય છે આ પત્ર મારો વાંચી જીવતા થઈ જાઓ અને મારું જતન કરો હું પર્યાવરણ તમારો આધાર સમજો,

હું નહિ તો તમે નહિ,

આ મારી તમને ચેતવણી છે.

લિ.

ગેડીયા ગિરીશ 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational