STORYMIRROR

Mansi Raval

Classics Others

3  

Mansi Raval

Classics Others

હોળી-ધૂળેટી

હોળી-ધૂળેટી

1 min
139

પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માંગતા હતા. પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું. તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું. પરંતુ તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા.

ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધા હતા. કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતિકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે. તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતી રડવા લાગ્યા અને શિવ પાસે કામદેવને ફરી જીવીત કરવા આહવાન કર્યું હતું. આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનજીવીત કરી દીધા હતા. તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી પ્રગટાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Classics