STORYMIRROR

Mansi Raval

Others

3  

Mansi Raval

Others

શબ્દ વાવેતર લેખન સ્પર્ધ

શબ્દ વાવેતર લેખન સ્પર્ધ

2 mins
201

સ્ત્રી વિષયની જયારે પણ વાત નીકળી છે ત્યારે ખૂબ મત-મતાંતર થયાં છે. પુરુષને તે જટિલ કોયડો લાગી છે. અને સ્ત્રીને પોતાને બે વર્ગમાં વહેંચી દો તો એક વર્ગને પોતે અબળા, દબાયેલી, પરાવલંબી લાગી અને બીજા વર્ગને સશક્ત, નીડર,આત્મનિર્ભર લાગી. સ્ત્રી એ પ્રભુની અનમોલ રચના છે.પુરુષ સમોવડી શાને ગણવી જયારે તે પોતે એક અલગ વ્યક્તિત્વ છે, ઓળખાણ છે! પ્રભુએ જયારે સ્ત્રી-પુરુષ અલગ બનાવ્યા તો તેમના ગુણધર્મો પણ અલગ છે.

સ્ત્રીના અનેક રૂપ છે. દીકરી,પત્ની,માતા,પુત્રવધુ.... વગેરે પણ શું પુરુષના પણ વિવિધ રૂપ નથી ? તો સ્ત્રી કેમ ઉત્તમ ? કારણકે જે માતા-પિતા સાથે જન્મથી લઈ ગૃહસ્થાશ્રમ સુધી રહેલી દીકરીને એ તમામ સ્નેહી ઘર છોડીને પતિ ઘરે જવાનું શું એ સરળ છે ? હું એક માત્ર સંતાન છું મારા માતા-પિતાનું અને એમને વાનપ્રસ્થાશ્રમમાં એકલા જોઈ ચિંતા થાય પુરુષને આ ચિંતા ખરી? ખૂબ સહેલાઈથી કહેનારા જોયા છે કે પાન-બીડીના વ્યસન નથી છૂટતા તો વિચારો દીકરી આ ઘર છોડીને જાય ત્યારે શું મનોદશા હશે !

નાનો ઝખ્મ પણ કેટલું દર્દ આપે,એમાં અનેક શારીરિક,માનસિક,બદલાવ સહન કરી બાળકનું પહેલા તેની કુખે પછી તેના ખોળે આગમન કરવાનું. કેટલું અદભૂત પોતાનામાંથી બીજું જીવન દેવાનું ! આ એકજ વાતમાં કહીએ તો પ્રભુએ સ્ત્રીને ખૂબ શક્તિ,સંયમ,સાહસ, આપ્યા જેની તુલના કયાંય ના થાય. ખુદ પ્રભુને પણ પૃથ્વી પર અવતાર લેવા માતાની જરૂર પડી હતી.

સીતામાતા નખશીખ પવિત્ર હતા પણ જયારે તેમની અગ્નિની પરીક્ષા થઈ તો એ આઘાત સહન ન થતાં ધરતીમાં સમાયા. પાર્વતીમાં પોતાના પતિનું અપમાન સહન ન થતાં અગ્નિમાં હોમાયા.આજે પણ વ્યર્થ રિવાજ, કુંઠિત માનસિકતા ધરાવતા બોહળા વર્ગના કારણે સ્ત્રીને બીજું અંગ માને છે નહીં કે અડધું અંગ શિવજીએ આરાધ્ય દેવ,કુળદેવ ખરા પણ સૌથી પ્રિય અધનારી સ્વરૂપ. જેમ પ્રભુ પણ અપૂર્ણ છે માતા પાર્વતી વિના તેમ દુનિયામાં અસ્તિત્વ પણ અધૂરું છે સ્ત્રી શક્તિ વિના.

"સ્ત્રી શક્તિની સેવા ન કરો,તિરસ્કાર પણ નહીં,પ્રેમ ન કરો,નફરત પણ નહીં. કારણકે જો રુદ સ્વરૂપ આવ્યું સામે તો વિનાશ જ છે અંત". 


સામગ્રીને રેટ આપો
લોગિન