urvashi trivedi

Inspirational

4  

urvashi trivedi

Inspirational

હક

હક

5 mins
65


સુજાતા ક્યાં હતી આટલી વાર કેમ આવતા મોડું થયું તને તો ખબર જ છે મારો પતિ થોડો મારી પાછળ આવવાનો છે, મારા પગ નથી ચાલતા એટલે તું આખા ગામમાં મને મુકીને ભટક્યા કરશ "એમ કહી રમેશે બાજુમાં પડેલા ગ્લાસનો છુટો ઘા કર્યો. જે સુજાતાના કપાળમાં લાગ્યો સુજાતાને માથામાં ઢીમચુ થઈ ગયું, છતાં તેણે પોતાના પતિને શાંતિથી જવાબ આપ્યો.

જુઓ હું ક્યાંય નહોતી ગઈ ઑફિસેથી છુટીને તમારા પગની ટ્રીટમેન્ટ માટે ડૉક્ટરને મળવા ગઈ હતી. મારી સાથે કામ કરે છે તે રીટાના ભાઈને તમારા જેવોજ પ્રોબ્લેમ હતો હવે તેને સારું છે. માટે રીટાને સાથે લઈને ડૉક્ટરને મળવા ગઈ હતી ડૉક્ટરને તમારી કેશ હિસ્ટ્રી સંભળાવી તો ડૉક્ટરે કહ્યું કે 99% સારું થવાના ચાન્સ છે. કાલે તમારા હસબન્ડને સાથે લઈ આવજો જેથી તેને તપાસીને વધારે ખ્યાલ આવે. આ સાંભળી રમેશનો ગુસ્સો શાંત થયો અને માફી માંગીને કહેવા લાગ્યો કે "મને પહેલાં કહેવાયને નાહક તારા ઉપર ગુસ્સે થયો. હું પણ શું કરું મારું મન મુઝાય છે હંમેશાં એમ થાય છે કે મારી પંગુતાને લીધે મારી સુજાતા મારાથી છિનવાઈ તો નહીં જાયને ! સુજાતા મારાથી દુર તો નહીં થઈ જાયને !" કહી રડવા લાગ્યો. સુજાતા એ કહ્યું "પણ તમે મને બોલવાનો મોકો આપો તો હું બોલુને. નાહક ખોટા વિચારો કરીને પોતાની જાતને દુઃખી કરો છો. હું પણ સમજું છું કે ઘરમાં એકલા તમે મુઝાતા હશો જાતજાતના વિચારો આવતા હશે. પણ શું થાય ભગવાન આપણી કસોટી કરવા કટિબધ્ધ થયો છે તો આપણે તેમાંથી પાર ઉતર્યે છુટકો. માટે રડો નહીં." કહેતા પોતાની આખમાં પાણી આવી ગયા. રમેશના વાળમાં હાથ ફેરવતા કહેવા લાગી સુજાતાને બસ આટલીજ ઓળખી. સુજાતા ક્યારેય તમને મુકીને ક્યાંય નહી જાઉ. સુજાતા તમારી છેને તમારી જ રહેશે. માટે ખોટા વિચારો કરવાનું રહેવા દો.

એમ કહી રસોડામાં રસોઈ કરવા લાગી પણ આજે તેને રસોઈ માં જીવ નહોતો લાગતો. તેને રમેશના વતૅનથી દુઃખ તો બહુ થયું હતું.તેને વિચાર આવ્યો કે આમ જો ચાલશે તો રમેશનો સ્વભાવ બગડતો જશે અને ડિપ્રેશનમાં આવતા વાર નહીં લાગે. હવે ગમે તેમ કરીને પણ તેને સાજો તો કરવોજ પડશે.

બીજે દિવસે ઑફિસેથી વહેલી રજા લઈને રમેશને ડૉક્ટરને દેખાડવા લઈ ગઈ. ડૉક્ટરે તપાસીને કહ્યું કે "માર વાગવાથી પગને લોહી પુરુ પાડતી નશ ડેમેજ થઇ ગઈ છે એક નાનુ ઑપરેશન કરવાથી રમેશના પગ પાછા હતા તેવા થઈ જશે ચિંતા કરવા જેવું નથી."

ઘરે આવીને સુજાતા એ રસોઈ બનાવીને બંને જમવા બેઠા. સુજાતા એ પ્રેમથી રમેશને જમાડી પોતે જમી બધું કામ પરવારી પથારીમાં આડી પડી તેના મગજમાં વિચારોનું તુમુલ યુધ્ધ ચાલુ હતું. કેમ કરીને ઑપરેશનનો ખર્ચો કાઢશે, છ મહિનાથી રમેશ પથારીવશ છે ઘરનો ખર્ચો અને રમેશની દવા મા બધો પગાર વપરાય જાય છે. ઉલ્ટા છેલ્લા દસ દિવસ તો ઘરમાં ખાવાના સાસા થઈ જાય રમેશને ખબર ન પડે તે માટે તે પોતાના દાગીના વેચીને પુરુ કરી લેતી. હવે દોઢ લાખ રૂપિયા હું ક્યાંથી કાઢુ ? કોણ આપશે. સુજાતાને યાદ આવ્યું હા રમેશના મોટા ભાઈ પાસે જાઉ તેની મદદ કદાચ મળે આખરે એક લોહી છે.

બીજે દિવસે ઑફિસમાંથી રજા લઈને મોટાભાઈ પાસે ગઈ. મોટા ભાઈને અને ભાભીને કહ્યું "રમેશને સારું થઈ શકે તેમ છે પણ ઑપરેશનનો ખર્ચો દોઢ લાખ થાય તેમ છે. જો તમે મદદ કરો તો તમારા ભાઈ પાછા હરતા ફરતા થઈ શકે તેમ છે." મોટા ભાઈ તો મદદ કરવા તૈયાર થઈ ગયા પણ ભાભીના પેટમાં તેલ રેડાયું. મોટા ભાઈ સાથે ઝઘડવા માંડ્યા અને કહેવા લાગ્યા "આમજ જો બધાને પૈસા દેતા ફરશો તો દિકરીના લગ્ન કેવી રીતે કરશો ? દિકરાની ફી કેમ ભરશો એવાં કારણો બતાવવા લાગ્યા. મોટાભાઈએ ભાભીની કચકચ ટાળવા સુજાતાને મદદ કરવાનીના પાડી

સુજાતા એ આખો રસ્તો રોતાં રોતાં પસાર કર્યો. સુજાતા ઘરે પહોંચી ત્યારે રમેશ તેની રાહ જોઈને બેઠો હતો તે પણ જાણતો હતો કે સુજાતાને મારા ઑપરેશનની ચિંતા સતાવી રહી છે તેને પોતાની લાચારી ઉપર ગુસ્સો આવતો હતો. સુજાતાને જોતાં તેનો ગુસ્સો આંસુ બનીને વહેવા લાગ્યો.સુજાતાને બાજુમાં બેસાડી હાથ પકડીને માફી માંગતા કહ્યું કે "તને મે કેટલા વચનો આપ્યા હતા. તારા ઉપર ક્યારેય દુઃખનો ઓછાયો પણ નહીં પડવા દઉ. પણ મારી લાચારી એ તને અંધારામાં ધકેલી દીધી છે." સુજાતા એ તેના મોઢા ઉપર હાથ રાખીને પ્રેમથી કહ્યું "આ બધું ભુલી જાવ તમારો સાથ છે તેજ મારા માટે ઘણું છે. તમે બીજું બધું ભુલી જાવ ભગવાન સૌ સારા વાના કરશે." પછી તે મોટા ભાઈ પાસે ગઈતી અને ભાભીના કહેવાથી મદદનીના પાડી તે જણાવ્યું.

રમેશની આંખો માં પાણી આવી ગયું. રમેશ ભુતકાળમાં સરી પડ્યો આ એજ મોટા ભાઈ હતા જેને હું જાનથી પણ પ્યારો હતો. મારી ભુલોને મારા તોફાનોને પોતાના ઉપર લઈને મા-બાપની વઢથી બચાવતા. પણ સુજાતા સાથે લવ મેરેજ શું કર્યા મોટા ભાઈ અને ભાભીનો વ્યવહાર જ બદલાઈ ગયો. વાસ્તવમાં ભાભીને તેની માસીની દિકરી સાથે લગ્ન કરાવવા હતા. જ્યારથી સુજાતા ઘરમાં લગ્ન કરીને આવી ત્યારથીનાના ઝઘડા શરૂ થઈ ગયા હતા. સુજાતાની ભુલો કાઢીને હંમેશાનાની વાતને મોટું સ્વરૂપ આપતા. એકવાર એવી રીતેનાના ઝઘડા એ મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બંને પહેરેલ કપડે ઘર છોડીનેનીકળી ગયા. ઘર તો શું છોડ્યું મોટાભાઈ એ એકવાર પણ તપાસ નથી કરી કે મારો ભાઈ કઈ રીતે રહે છે. ત્યારે તો કંઈ વાંધો નહી પણ મારા એક્સિડન્ટની ખબર મોકલાવી તો એકવાર જોવા પણ ન આવ્યા

રમેશે સુજાતાને કહ્યું કે "ભલે આપણે ઘર છોડીને નિકળી ગયા છીએ પણ બાપધદાની મિલકતમાં આપણો હક લાગે. હું ક્યારેય આ હકની વાત ન કરત કારણ આપણે આપણા સંસારમાં સુખી હતા. પણ આપણી મુસીબતમાં સાથ નથી દીધો તેથી હવે તો હક માંગવો જ રહ્યો. માટે કાલે તુ જઈને જણાવજે કે તમારે પૈસાની મદદ ન કરવી હોય તો કંઈ નહીં અમને અમારા ભાગનો હક્ક હિસ્સો આપી દો."

બીજે દિવસે સુજાતા મોટાભાઈના ઘેર જઈને રમેશના કહેવા પ્રમાણે હક્ક હિસ્સાની માગણી કરી. ભાઈ અને ભાભી આમાં તો કંઈ બોલી શકે તેમ ન હતા. તેથી રમેશનાનામે મકાનનો અડધો ભાગ કરી દીધો અને દર દાગીનાના ભાગ કરી આપી દીધા.

તે મુડીમાંથી રમેશનુ ઑપરેશન કરાવ્યું અને બાકીની મુડીમાથી કાપડ વેચવાની નાનકડી દુકાન લીધી. ઑપરેશન પછીના ત્રણ મહિનામાં તો રમેશ હાલતો થઈ ગયો. બંને જણા દુકાન સંભાળવા લાગ્યાં. દુકાન તો ધમધોકાર ચાલવા લાગી. બંને એ પોતાનુ ઘરનુ ઘર લીધું અને કપડાનો મોટો શો રૂમ ખોલ્યો. અત્યારે રમેશ અને સુજાતા ખુબજ સુખેથી જીવન વિતાવે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational