Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

3  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational Others

હીંચકો

હીંચકો

2 mins
236


હીંચકો નામ પડે,

 એટલે બચપણ યાદ આવી જાય,,

 માં ની લોરી અને એ ખૂબસૂરત દુનિયા,

 યાદ આવી જાય,


જ્યાં ના કોઈ ટેન્શન, ના ફિકર, ના ચિંતા હતી

બસ મોજે મોજ હતી, 

નાના હતા ત્યારેે

બગીચામાં હીંચકા ખાવા જતા,


મિત્રોની સાથે હરીફાઈ કરતા

કોનો હીંચકો વધારે ઊંચો જાય

વાતો કરતા,

હીંચકાનો બધાનો વારો,

સ્કૂલેથી આવી સાંજના બગીચામાં હીંચકા ખાવા જતા,

કેવો આનંદ હતો !


બગીચામાં જાવ અને હીંચકો મળી જાય એટલે,

 જાણે કોઈ

કુબેરનો ખજાનો મળ્યો હોય,

 એવો આનંદ થાય !


મોટા હીંચકા ઊંચા જાય,

 એટલે જાણે એવું લાગે,

 જાણે કઈ એવોર્ડ જીતી લીધો હોય એવી ખુશી થાય,

હિંચકાનો શોખ અને ખુશી માટે,

 પપ્પાએ લીમડા અને આંબા સાથે દોરડું બાંધી,

હીંચકો બનાવ્યો,

મને તો એવું લાગ્યું,

જાણે સ્વર્ગ મળી ગયું,

સ્કૂલેથી આવી જમીને,

સાંજના સમયે હીંચકા ખાવા જતા,

હોમ વર્ક પણ ત્યાં જ થતું,


ક્યારેક મિત્રો હીંચકો નાખતા,

તો ક્યારેક પગ ની ઠેસ મારી હીંચકો ખાતા

કેટલી ખુશી થતી,

ઉદાસી તો પાસે ફરકતી પણ નહોતી,

આ હીંચકો પણ જીવનના પાઠ શીખવી જાય છે,

જેટલી જોરથી હીંચકો પાછળ જાય,

એટલી જ જોરથી આગળ પણ આવે,

જીવનનું પણ કંઈક એવું જ છે,

મુસીબતો અને તકલીફો જેમ વધારે એમ એટલું જ સુખ પણ વધારે,


હીંચકો સ્થિર હોય તો મજા ના આવે,

 ઊંચા નીચો થાય તો જ, હીંચકાની મજા આવે,

જીવનમાં પણ ચડતી અને પડતી આવે,

તો જ જીવનનો સાચો આનંદ માણી શકાય,


ક્યારેક જિંદગીના હિંચકાને કોઈ ધક્કો મારી,

જોરથી હલાવી જાય,

ખુશીઓ આપી જાય,

તો ક્યારેક હીંચકાને પગની ઠેસ વડે આગળ વધારવો પડે,

અર્થાત્ ખુદની સમસ્યાઓનો ઉકેલ પોતે જ લાવવો પડે,


જીવન પણ હીંચકા જેવું,

 ક્યારેક ઊંચે લઈ જાય, 

તો ક્યારેક નીચે લઈ જાય,

બસ હીંચકાનો આનંદ માણવો એજ મુખ્ય બાબત છે,


Rate this content
Log in

Similar gujarati story from Inspirational