Nayanaben Shah

Inspirational

4  

Nayanaben Shah

Inspirational

હેપીનેસ ડે

હેપીનેસ ડે

4 mins
392


ઘોષિતાએ ઘરમાં પ્રવેશતાંની સાથે જ પર્ણવી ને બૂમ પાડી. એના અવાજ પરથી જ લાગતું હતું કે એ ઘણી ખુશ છે. એ તો કયારેક જ આટલી ખુશ હોય. જો કે એનો ખુશી સભર અવાજ સાંભળી પર્ણવીને આનંદ થયો. કારણ ઘોષિતાના અવાજમાં હમેશાં ફરિયાદ જ હોય. ઘેર આવે ત્યારે એના પતિએ એને કોઇ ગિફ્ટ ના આપી. ઘરમાં પણ પગારના અડધા ઉપરના પૈસા આપી દે છે. મારી તો એમને કંઇ પડી જ નથી. એમને તો એમના માબાપ, નાનો ભાઇ, નાની બેન જ જાણે સર્વસ્વ છે.

પર્ણવી કહેતી,"ઘોષિતા, તું સુખી થવા માટે આ બધી વાતોમાં વચ્ચે ના પડીશ. ઘરમાં બધા બહુ જ સારા છે. અમારા બંને ઘરો વચ્ચે ઘણા સારા સંબંધો છે. બીજું કે તારા પતિનો નાનોભાઇ આવતા વર્ષે કમાતો થઈ જશે. નાની બેનના લગ્ન થઈ જશે"

પરંતુ એ કોઇ વાત સમજવા તૈયાર જ ન હતી. દિવસો આમ જ પસાર થતાં રહેતાં હતાં. એવામાં ઘોષિતાના પિતાનું અવસાન થયું. સાસરી પક્ષના બધા વારાફરતી ઘોષિતાને મળી આવ્યા. ઘોષિતા દિવસો સુધી રડતી રહી. એ પિયરથી પાછી આવી ત્યારે એની પાસે ઢગલાબંધ ફરિયાદો હતી. એનું કહેવું હતું કે તારા પપ્પાના અવસાન વખતે તારૂ આખું કુટુંબ ભેગુ થયેલું. તારા સસરા, કાકાસસરા, મામાસસરા બધા તારી પાસે આવીને તને કહેતાં હતાં,"અમે તારા પપ્પાની જગ્યા એ જ છીએ. તું અમારી દીકરી જ છું "કેટલું સારૂ લાગે નહીં !

એટલીવારમાં ઘોષિતાનો અવાજ સાંભળી પર્ણવી વર્તમાનમાં આવી ગઇ. બહાર આવી અને જોયું તો ઘોષિતા ચણીયાચોળીને ઓઢળી પહેરીને ઊભી હતી. પર્ણવીને જોતાં જ એ બોલી,"આજે હું બહુ જ ખુશ છું. અત્યારે અમે હોટલમાં જમવા જઇએ છીએ. તને ખબર છે કે આજે હેપીનેસ ડે છે. મેં તો કહી દીધું આજે તો ખુશ રહેવું જ જોઇએ."

"આ લોકો સાથે તો જક્ક કરવી જ પડે. માંગી ને લીધેલી ખુશીનો શું અર્થ ? પર્ણવીને કહેવાની ઇચ્છા થઈ ગઇ પણ ચૂપ રહી.

એને થયું કે એ કહી દે કે તું ભૂતાનમા જન્મી હોત તો સારૂ. કારણ દુનિયાનો સૌથી સુખી દેશ ભૂતાન જ છે. જો કે જયાં સંતોષ હોય ત્યાં સુખ હોય જ.

પર્ણવી વિચારતી હતી કે શું ખુશ રહેવું એટલે હોટલમાં જમવા જવું, નવા નવા કપડાં પહેરવા, લેટેસ્ટ આઇ ફોન વાપરવો. શું સુખ માટે આ જ બધું જોઇએ ? પર્ણવીને ઘણીવાર થતું કે ઘોષિતાને કહે તું તારો સ્વભાવ બદલ. પણ એ કહી ના શકી.

બીજાદિવસે રજા હતી પણ ઘોષિતાનો પતિ ઓફિસ ગયો. આગલા દિવસની ખુશી ગુસ્સામાં ફેરવાઇ ગઇ હતી. એના ગુસ્સાને કારણે ઘરનું વાતાવરણ બગડી ગયુ હતું. એના ગુસ્સા ભરેલા અવાજથી પડોશીઓ પણ પરિચિત હતાં. એ ગુસ્સામાં ઘરની બહાર નીકળી ગઇ. ઘરની બહાર નીકળી એ સીધી પર્ણવીને ત્યાં ગઇ.

પર્ણવીનું ઘર માણસોથી ભરેલું હતું. ઘરની બહાર પણ હાસ્યનો અવાજ આવી રહ્યો હતો. ઘોષિતાએ થોડો ખચકાટ અનુભવ્યો. પરંતુ પર્ણવીની નજર ઘોષિતા પર પડતાં એ બોલી, "ઘોષિતા,અંદર આવ અહીં બધા ઘરના જ છે. આજે રજા છે એટલે બધા ભેગા થયા છે. રજા એટલે બધાએ સાથે રહેવાનો દિવસ. કાકાના દીકરાને પ્રમોશન મળ્યું એટલે બધા ખુશ છે"

ત્યારબાદ ઘોષિતાને બીજા રૂમમાં લઇ જઇને કહ્યું,"ઘોષિતા,કાલે તું કહેતી હતી કે આજે "હેપીનેસ ડે.છે." પણ કુટુંબમાં બધા ભેગા મળે તો તમારો આનંદ બેવડાય. અને દુઃખ વહેંચાઇ જાય. જે કુટુંબમાં સંપ હોય ત્યાં બારેમાસ "હેપીનેસ ડે " હોય છે. તારા પપ્પાના અવસાન વખતે તું દિવસો સુધી રડતી હતી

જયારે મારા પપ્પાના અવસાન વખતે મારૂ દુઃખ પણ વહેચાઇ ગયું. ઘોષિતા, તારા પપ્પાના અવસાન વખતે તારા સાસરીપક્ષના બધા જ આવ્યા પણ લોકલાજે. ખરેખર તો બધા સંબંધો જો દિલથી બંધાય તો જિંદગીમાં દુઃખ શબ્દનું અસ્તિત્વ જ ના રહે. મને આશ્ર્વાસન આપનાર મારા સાસરી પક્ષના બઘા સાથે હું પણ એમની દીકરી હોઉં એવી રીતે વર્તન કર્યું છે. ઘોષિતા, આપણી સંસ્કૃતિ ઘણી મહાન છે. સંયુક્ત કુટુંબની પ્રથા જયાં છે ત્યાં સુખ બેવડાય છે અને એક જણનું દુઃખ બધા વચ્ચે વહેંચાઇ જાય છે. જયારથી વિદેશી સંસ્કૃતિ યુવાનો અપનાવા લાગ્યા છે અને વિદેશના વાદે ચઢી ગયા છે ત્યાં જ આવા બધા ડે ઉજવવા પડે છે.

ઘોષિતા,આપણા બાપદાદાઓ સુખી હતા. એ લોકો તો હમેશ હેપી જ રહેતા હતા. એમને આવા દિવસો ઉજવવા ન હતા પડતાં. આ દેખાદેખી કયાં સુધી ! હવે મધર્સ ડે, ફાધર્સ ડે શા માટે ઉજવવા નો ? માબાપ જોડે જ રહેતા હોય તો શું હમેશ માટે મધર્સ ડે અને ફાધર્સ ડે જ નથી ? હેપીનેસ ડેને કારણે તેં પતિ પાસે રજા લેવડાવી એ બળજબરી નહીં તો બીજુ શું છે ? તારા પતિનું ઓફિસમાં કામ વધી જવાથી બીજે દિવસે પણ ઓફિસ જવું પડ્યું ખરેખર તો એ દિવસે ઓફિસમાં રજા જ હતી. તારા માટે કાલે હેપીનેસ ડે ભલે રહ્યો. પણ તારા પતિ માટે રહ્યો ? ઘરની શાંતિના જોખમાય અને તું કકળાટ ના કરે માટે રજા લીધી.

હેપીનેસ ડે બધા માટે કેમ નહીં ? આપણે હેપી રહેવું હોય તો બીજાને પણ હેપી રાખવા જોઇએ. એ પણ એક દિવસ માટે નહીં કાયમ ને માટે. ઘોષિતા તું જિંદગીનો આ નીચોડ સમજવા ચોક્કસ પ્રયત્ન કરજે.

આપણે એવી રીતે જીવીએ કે આપણી જિંદગીમાં હમેશ માટે" હેપીનેસ ડે" જ રહે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational