હેલીનું ફુલ
હેલીનું ફુલ
કીર્તનને ગોધરામાં PWDમાંનવી નવી સર્વિસ લાગી હતી. અને તેને પુસ્તકો વાંચવાનો ઘણો જ શોખ. કીર્તન મ્યુનિસિપલ સાર્વજનિક લાયબ્રેરીમાંથી દર બે દિવસે તેની પસંદગીના લેખકનું પુસ્તક લેતો. અને સાંજે ઘરે આવીને વાંચતો. એક દિવસ તેના પસંદગીના લેખકનું પુસ્તક લાયબ્રેરીમાંથી લીધું. અને ઓફિસ સમયે ઓફિસ પહોંચ્યો.અને બપોરના સમયે તેના મોબાઈલમાંઅજાણ્યો કોલ આવ્યો.
ઉત્સુકતા વશ કીર્તિને ફોન ઉપાડ્યો, "હેલ્લો, હું હેલી બોલું છું. આમ તો તમે જાણતા નથી... અરે.. તમે ફોન કટ કરતા નહીં. તમે કીર્તનજ ને. મારે તમારૂં કામ છે."
"હા,બોલો મારૂં શું કામ છે."
" હેલ્લો,આજે તમે લાયબ્રેરીમાંથી જે પુસ્તક લ ઈ ગયા તેમાં મારો એક લેટર છે. ભુલથી તેમાં રહી ગયો છે. લાયબ્રેરીમાંથી તમારો મોબાઇલ નંબર લીધો. હું દાહોદ રોડ પરની સોસાયટીમાં રહું છું. તમે એ લેટર મને આપશો ?".
"જુઓ હેલી, હું અત્યારે ઓફિસમાંછું. સાંજે ઘરે જઈને તમને લેટર આપીશ.પણ ક્યાં મલશુ ?"
"જો કીર્તન તમે એ લેટર વાંચતા નહીં. આપણે સાંજે એસ.ટી.સ્ટેન્ડ પાસેની એક હોટલમાં મળીશુ. બરાબર સાત વાગે.".
"ઓકે.પણ તમને પણ પુસ્તકો વાંચવાનો શોખ છે ? અને હું એ લેટર વાંચી લઉ તો ? કીર્તન મજાકમાંબોલ્યો.
"નાના, તમે વાંચતા નહીં..પણ તમે એવા નથી. મેં લાયબ્રેરીયન પાસેથી તમારી માહિતી મેળવી છે. અને મેં ગુલાબી કલરનો ડ્રેસ પહેર્યો હશે. ઓકે ત્યારે સાત વાગે ભુલતા નહીં!".
" ઓકે" અને ફોન કટ થઇ ગયો.
હવે કીર્તનને ઓફિસથી છુટીને વહેલા ઘર પહોંચવાની તાલાવેલી લાગી. સાંજે કીર્તન ઘરે પહોંચ્યો. અને પુસ્તક લીધું તેને એ લેટર વાંચવાની તાલાવેલી લાગી. પણ પોતાની ઈમેજ એવી નથી કે કોઈનો લેટર વાંચે. સાંજે સાત વાગે કીર્તન નક્કી કરેલી હોટલે પહોંચ્યો. એટલામાં ગુલાબી ડ્રેસમાંખુબસુરત છોકરીને આવતા જોઈ.
"હેલ્લો, હું કીર્તન,નાઈસ ટૂ મીટ યુ."
"હેલ્લો હું હેલી, તમને મળીને આનંદ થયો. તમે એ પુસ્તક લાવ્યા છો ?"
"હા, પણ પહેલાં આપણે બેસીને એક કપ કોફી પીએ."
"ઓકે, પણ હું લાઈટ કોફી પીશ"
બંને એ હોટલમાં બેસીને કોફી પીધી. અને કીર્તિને પુસ્તક હેલીને આપ્યું.
"તમે મારો લેટર વાંચ્યો તો નથી ને ?"
"નાના ,નથી વાંચ્યો. પણ તેમાં શું લખ્યું છે ? તમારો લવ લેટર છે ?"
"નાના ખાલી જ."
અને હેલીએ પુસ્તક ખોલ્યું અને વચ્ચેનું એક પાનું ખોલ્યું તો ગુલાબની પાંદડીઓ હતી. અને સુગંધ ફેલાઈ ગઈ. તેની સાથે એક લેટર હતો તે હેલી એ લીધો. અને પુસ્તક પાછા આપતા થેંક્યું કહ્યું.
"પણ તમે કહ્યું નહીં કે આ લવ લેટર નથી તો શું લખ્યું ? મને જીજ્ઞાસા થાય છે"
"જુઓ હું કવિતા લખતા શીખી રહી છું આ મારી પહેલી કવિતા છે એટલે જ દોડી આવી." હેલી બોલી.
"મને પણ કાવ્યમાંરસ છે. તમારી આ પહેલી કવિતા મને વાંચી સંભળાવી શકશો ? જો શક્ય હોય તો."
"હા,હા,તમારા જેવા સાહિત્ય રસિક અને પ્રમાણિકને તો જરૂર સંભળાવું,
હે સ્વપ્ન પુરુષ !
તારી યાદોમાંખોવાયેલી હું,
ભૂલુ હું અન્ય યાદ,
આ મહેકતા ગુલાબની જેમ,
તારી યાદોની મહેક ને,
પલ પલ કરું યાદ.