Rohit Kapadia

Inspirational

3  

Rohit Kapadia

Inspirational

હાસ્ય - આંસુ

હાસ્ય - આંસુ

1 min
317


એને સખત ભૂખ લાગી હતી. કોઈને પણ ભૂખ્યા ન સૂવાડનાર ઈશ્ચરે છેલ્લાં ત્રણ દિવસમાં એને અનાજનો એક દાણો પણ નસીબ કર્યો ન હતો. એનાથી હવે રહેવાતું ન હતું. પેટમાં સખત વળ ચઢતાં હતાં. પેટ દબાવીને એ બેસી રહ્યો હતો. દબાયેલા પેટે એને બાળપણની યાદ આવી ગઈ.


ઘણીયે વાર વાતવાતમાં એ પેટ પકડીને હસતો અને પછી કહેતો આજે તો હસી હસીને પેટ ભરાઈ ગયું. એને થયું બધા જ દુઃખોને ભૂલીને મારી સાથે મજાક કરનાર ઈશ્વર પર હસી લઉં. ખડખડાટ હસી લઉં. મોકળા મને હસી લઉં. દિલ ખોલીને હસી લઉં. કદાચ પેટ ભરાઈ જાય. હસવા માટે એ મુખ ખોલવા જાય છે ત્યાં જ ગરીબોને અન્નદાન કરવા નીકળેલા એક શેઠે ગાડીમાંથી ઉતરીને ભોજનનો ભરેલો થાળ એની સામે મૂક્યો. વિવિધ વાનગીઓથી ભરેલાં એ થાળને એકીટસે જોતાં એની આંખમાં આંસુ આવી ગયા. એ આંસુના બૂંદમાં જાણે ભગવાન મલકી રહ્યા હતાં.



Rate this content
Log in

Similar gujarati story from Inspirational