ગરોળી
ગરોળી


ભીત પર એક ગરોળી જોઈ. એકદમ સ્તબ્ધ, સ્થિર કોઈ હલનચલન નહી. પહેલાં તો એકીટસે એને જોતો રહ્યો. પછી સુગ આવી થોડી ચિત્રી આવવા લાગી. એટલે,મેં એને ભગાડવા પ્રયાસ કર્યો. પણ,તોય સ્તબ્ધ, સ્થિર ને કોઈ હલનચલન નહી. પછી,જોશથી હાકોટો કર્યો તો ભાગી ગઈ. ને ભાગીને માં ની દીવાલ પર લાગેલી છબી ના હાર પર જતી રહી. ને અચાનક, છબીને જોઈ મેં પણ જોશથી ડૂમો ભર્યો પણ, છબી એકદમ સ્તબ્ધ, સ્થિરને કોઈ હલનચલન નહી. ગરોળી જતી રહી ને માંની યાદ મારામાં સ્થિર થઇ ગઈ. એકદમ સ્તબ્ધ કોઈ પણ હલનચલન વગર.