Vipul Borisa

Tragedy

2  

Vipul Borisa

Tragedy

ગરોળી

ગરોળી

1 min
588


ભીત પર એક ગરોળી જોઈ. એકદમ સ્તબ્ધ, સ્થિર કોઈ હલનચલન નહી. પહેલાં તો એકીટસે એને જોતો રહ્યો. પછી સુગ આવી થોડી ચિત્રી આવવા લાગી. એટલે, મેં એને ભગાડવા પ્રયાસ કર્યો. પણ,તોય સત્બ્ધ, સ્થિર ને કોઈ હલનચલ નહી. પછી,જોશથી હાકોટો કર્યો તો ભાગી ગઈ. ને ભાગીને માં ની દીવાલ પર લાગેલી છબી ના હાર પર જતી રહી. ને અચાનક, છબી ને જોઈ મેં પણ જોશથી ડૂમો ભર્યો પણ, છબી એકદમ સત્બ્ધ, સ્થિર ને કોઈ હલનચલન નહી. ગરોળી જતી રહી ને માંની યાદ મારામાં સ્થિર થઈ ગઈ. એકદમ સ્તબ્ધ કોઈ પણ હલનચલન વગર અને પછી મારી આંખ ખુલ્લી ગઈ ને ઘડિયાળ તરફ જોયું તો સવારના પાંચ વાગ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy