દિવાળી
દિવાળી

હા, પહેલાં રાહ જોતો કોઈ તહેવારની તો કોઈક વ્યક્તિ ખાસની,
પણ હવે નજર એ રીતે ઘર ની બારી બહાર નથી જાતી,
શું કરુ યાર,દિવાળી હવે પહેલા જેવી મારાથી નથી ઉજવાતી.
ભીડમાં રહુ છુ એકલો એકાંતમાં ચારે બાજુમાં તારી ભીડ જણાતી,
શું બજાર, શું ખરીદી, ખાલી વસ્તુ ઓ ખરીદી શકાતી,
શું કરુ યાર, દિવાળી હવે પહેલા જેવી મારાથી નથી ઉજવાતી.
સાફ-સફાઈ ઘરની સાલી એક વાર તો વર્ષે થાય છે,
પણ,આ ધૂળ જો વિચારોની અંદર જામતી જાય છે,
એ હવે મારા થી સાફ નથી થાતી,
શું કરુ યાર, દિવાળી હવે પહેલા જેવી મારાથી નથી ઉજવાતી.
રોશનીના ઝગમગાટમાં દીવાઓનાં પ્રકાશમાં,
લાગે જાણે આંજી દીધી હોય લાઈટ કોઈ એ આંખમાં,
પણ તોય સામેની અગાશી એ હવે તું નથી દેખાતી,
શું કરુ યાર, દિવાળી હવે પહેલા જેવી મારાથી નથી ઉજવાતી.
ફટાકડાંનો શોર-બકોર, ચારે બાજુ ધુમ્મસ ઘનઘોર,
હવે એ લાગે મને ઘોંઘાટનો પહોર,
સાત ધમાકા વાળું રોકેટ ફૂટે એટલે,
હવે હાથ સાથે આંખ આકાશ પર નથી મંડાતી,
શું કરુ યાર, દિવાળી હવે પહેલા જેવી મારાથી નથી ઉજવાતી.
વિપુલ બોરીસા