વિવશ
વિવશ
1 min
400
અરે, કેમ રડે છે ? ઓહ હા, કદાચ પહેલી વખત છે એટલે વધારે દુુઃખ થતુ હશે. નાગણ પણ નબળી પરિસ્થિતિમાં પોતાનાં જ ઈંડા આરોગી જતી હોય છે ખબર તો છે ને, તો પછી આટલો બધો સંતાપ કેમ કરે છે. તો તું પણ કરી નાખ. હા,તારામાં જે અંકુર ફૂટી રહી એ ઈચ્છાને મજબૂરી નામની કોદાળીથી મારી નાખ, હા મારી નાખ. અને તારી પાસે તારા જે એકાંતનો બાગ છે ને એમાં ડુમાઓની જે માટી છે ને એનો ઊંડો ખાડો કરી એમાં એને દાટી દે, મોડી રાતે. એટલે કોઈને ખ્યાલ જ ના આવે શું જન્મ્યું ને શું મરણ પામ્યું. આ તો શરૂઆત છે આની આદત હવે પાડવી પડશે, તારા એકાંતના બાગનો વિસ્તાર એટલે જ તને બહોળો મળેલ છે. કારણ, કે તું સ્ત્રી છે અને હવે તો કુંવારી પણ નથી પરણીત છે.