ગરીબની વેદના
ગરીબની વેદના
આજે સાંજે આશરે નવેક વાગે ચાર રસ્તા પાસેની એક લારી પર મારી નજર ગઈ, જે લારીવાળો દસ દસ રુપિયાવાળી અલગ અલગ ચીજવસ્તુઓ વેચી રહ્યો હતો, જેમ કે...નાની કાતર, બ્રશ, પર્સ, ટોર્ચ વગેરે. મને થયું કે ચાલને આ માણસ પાસે થોડું કંઈક જાણીએ, હું માણસ પાસે ગયો અને પૂછ્યું કે શું નામ? અખલેષ, ઠીક છે ભાઈ...! મૈ થોડી ઔપચારીક વાતો કરી અને પછી પૂછ્યૂ; " આજે ક્યારે આવેલો? સવારે દસેક વાગે, અચ્છા..! આજે કેટલાનો વેપાર થયો? પ્રત્યુત્તર મળ્યો કે.. 60 રૂપિયાનો, મેં આગળ સવાલનો મારો ચાલુ રાખ્યો અને પૂછ્યૂં કે ભાઈ... મકાન ઘરનું છે? ના, મહિને 2500/- રૂપિયા ભરીને રહું છું, અચ્છા છોકરા ભણે છે? ના, પૈસા નથી તો શું ભણાવવાના...!
મિત્રો..! એ માણસ રીતસરનો રડે છે હવે તમો વિચાર કરો કે.. જે માણસ મહિને આશરે બે હજાર જેટલું કમાતો હશે એની જીંદગી કેવી
હશે? શું એના એ સપના પૂરા કરી શકતો હશે? એના સપના ભલે પૂરા ન કરીએ પણ એને સતાવીએ નહિ, એને હેરાન ન કરીએ તો પણ ઘણું છે, કિસી ગરીબ કો મત સતા, ગરીબ બિચારા ક્યા કર સકેગા, વોહ તો રો દેગા પર ઉસકા રોના સુન લિયા ઉપરવાલેને તો તું અપની હસ્તી ખો દેગા।
અને સાહેબ આ દેશની કઠણાઈ તો જૂઓ.. કે આલિશાન બંગલામાં રહેતા અને વૈભવી જીવન જીવતા નેતાઓને પોતાના નાણા અથવા તો કાળુ ધન વિદેશમાં મૂકવા જઉ પડે છે, કોઈ પણને ગરીબની પડી નથી, ગરીબની યોજનાઓમાંથી પણ અમૂક ઘરે ખીચડી કરીને ખાય છે. ખેર..! એનું કર્યુ એ ભોગવે પણ આપણે સાહેબ આવા ગરીબ પાસેથી વસ્તુ ખરીદતી વખતે બે પાંચ રૂપિયા વધુ આપશું તો આપણને બહું ફેર નહિ પડે પણ એનો ચૂલો સળગશે, હા.. કાળા ધોળા કરનારનું હું નથી કહેતો, અપ્રમાણિક મિલ્કતનાં ઢગલા કર્યાં હોય ત્યાં લડી લો, તમામને ।જય શ્રી કૃષ્ણ।