રોટલો
રોટલો


બાર કરોડનો બંગલો ને ૩૨ ભાતના ભલે હોય પકવાન. પણ 'માંં' એ બનાવેલ રોટલો જોઈ દોડી આવે ભગવાન.
આપણે ત્યાં રોટલો બનાવો એમ નહિ રોટલો ઘડો એમ કહે છે, અને ઘડવાની વસ્તુ હોય તે બધા ન ઘડી શકે જેની પાસે કળા હોય તે જ ઘડી શકે. (આ એક કળા છે). મિત્રો, આજે મને લખવા દો કે, આ ફોટો જોઈને તમને અવશ્ય બાળપણ યાદ આવી ગયુ હશે, એમાંંય સાંજનો વખત હોય, ત્રણ પથ્થરથી મણાંગો (ચૂલો) બનાવેલ હોય, એના ઉપર તાવડી હોય અને આપણી 'માંં' મોઢવા (છાણાનો શંકુ આકાર ઢગલો કરી તેના પર છાણ લીપી આવરણ કરવામાંં આવે તેને અમાંરે ત્યાંં મોઢવુ કહે છે) માંથી છાણા લાવી અને ચૂલામાંં નાખે અને તેને સળગાવી તાપ કરે અને પછી કથ્થરોટમાં બાજરાનો લોટ નાખી અને તેને મસળીને પીંડો કરી અને પછી બને હાથની મદદથી ટીપી ટીપી અને વળી વારંવાર બંને હાથે વારાફરતી રમાડતા રમાડતા ગોળ રોટલો જે બનાવે તેવો સાહેબ નોટ કરવું હોય તો કરી લેજો કે આવો રોટલો સૌરાષ્ટ્ર સિવાય દુનિયાના કોઈ ખૂણામાં નથી બનતો એ વાત આહિર છાતી ઠોકીને કહે છે ,હા આપણે હોટલોમાં રોટલા અવશ્ય ખાઇએ પણ એ ઘડેલા નથી હોતા, પણ થાપેલા હોય છે, જેમ છાણા થાપીએ તેમ...! પછી કહીએ કે રોટલામાં મજા ન આવી. આપણે હજુ નસીબદાર છીએ કે સાહેબ...! આપણે ત્યાં પાંચ મહેમાન હોય કે પાંચ હજાર હોય પણ એ બધાના રોટલા આપણી માતાઓ, આપણી બહેનો એવા ભાવથી ઘડે કે એ રોટલા પર ઘી ચોપડી અને ખાંડેલા મરચા અને દૂધનો વાટકો ભરી દે એટલે એની આગળ બત્રીસ પકવાન ફીક્કા લાગે. આ બધી વાત એટલે લખી છે કે, આવી બધી વસ્તુ પર તો આપણી સંસ્કૃતિ ટકેલી છે, અને એ જ તો આપણો અમૂલ્ય વારસો છે.