મોજથી જીવી જાણો
મોજથી જીવી જાણો


ભલે આજે આપણે સુખ સાહ્યબી ભોગવતા હોઈએ પણ પાયો ન ભૂલવો જોઈએ. બે પૈસા થાય કે નાની એવી ખૂરશી મળી જાય તો ગમે તેની સાથે બેફામ વર્તન કરવાનો કોઈ અધિકાર નથી. આપણી બીજી કે ત્રીજી પેઢીના આપણા વડીલોના જીવન ઉપર ક્યારેક પ્રકાશ પાડશો. કોઈપણ ભૌતિક સુવિધા કે કોઈપણ ઈ.યંત્રો કે વાહનો વગર મોજથી અને લાંબુ જીવન જીવી ગયા. જીવનમાં શાનુ અભિમાન ભાઈ. યાદ રાખીશુ કે એકદિવસ એવો આવશે કે કાયા જર્જરીત થઈ ગઈ હશે. ભાંગેલા-તૂટેલા ખાટલા ઉપર આપણુ હાડપિંજર પ્રાણ ન જવાને કારણે નિર્જીવ વસ્તુ જેમ પડ્યું હશે. આપણા જ સંતાનો આપણી ઉપેક્ષા કરતા હશે. બસ માત્રને માત્ર મૃત્યુની રાહ જોતા જ પડ્યાં હશું. આવા સમયે આપણને વિતેલ જીંદગી યાદ આવશે. ઘણું જીવવા જેવુ આપણે ન જીવ્યા અને ન જીવવા જેવુ ઘણુ જીવ્યા. પણ અફસોહ..! માત્ર કલ્પના સિવાય કશુ કરી શકીએ તેમ નથી. માટે આપણી પાસે સમય છે. જીવન એવુ જીવીએ કે છેલ્લે અફસોસ ન રહે. મોજથી જીવીએ. લે'રથી જીવીએ. કોઈને નડ્યાં વગર જીવીએ.