STORYMIRROR

B.n Ahir

Inspirational

5.0  

B.n Ahir

Inspirational

ઉગવાનો ઉમળકો

ઉગવાનો ઉમળકો

1 min
392


આ વાત દિલથી સમજાય તો એક લાઈક કરવાનું ચૂકશો નહિ. કાળમીંઢ પાણાનાં કાળજા ચીરી; રુડી કૂંપણો ફૂટે રે, ને આભ ધરા વચ્ચે રમત્યુ હાલે એનો ખેલ ન ખૂટે રે કવિ તખતદાન રોહડીયા એટલે કે 'દાન અલગારી' ની "મોજમા રે'વુ" ભજનની આ પંક્તિ આ ચિત્ર જોતા જ યથાર્થ ઠરે છે, ખેડૂત દ્વારા ચોપાયેલ કપાસના બીજ (કપાસિયો) માંથી ઉગી નીકળેલ આ કપાસના મૂલાયમ, નરમ અને કોમળ બે પાંદળાઓએ માટીના પોપડાને ઊંચો કરી દીધો છે, આ જ પાંદડાઓને થોડી સામાન્ય ઠોકર લાગે તો પણ એ તૂટી જાય એવા છે, કહેવાનો ભાવાર્થ કે તમારુ લક્ષ્ય ભલે ગમે તેવુ કઠીન હોય પણ તમો ધૈર્યથી અને આત્મવિશ્વાસ સાથે આગળ વધો તો તમને તમારી મંઝીલ સુધી પહોંચતા કોઇ ન રોકી શકે, હા, ઉગવાની ઉતાવળ ન હોવી જોઈએ, કેમ કે "ઉગવાની જેને ઉતાવળ છે એ નક્કી બાવળ છે"


Rate this content
Log in

Similar gujarati story from Inspirational