B.n Ahir

Children Stories

3  

B.n Ahir

Children Stories

ગામડું

ગામડું

2 mins
777


એક મિનીટનો આ લેખ આનંદિત કરી દેશે.

ગાંજે છે ગીત જ્યાં હેતનાં રંગભર્યુ નાનું રુપાળુ મારુ ગામડું. સિમેન્ટ ક્રોકિટનાં રસ્તા અને એ.સીવાળા વાળા બંગલામાં જે મોજ પડે એનાં કરતાં દસ ગણી મોજ સાહેબ...! આવા ખેતરોમાં અને મકાનમાં મળે છે. લીલીછમ વાડીયું, હિલોળા લેતા ઝાડ અને મંદ-મંદ વાતો ઠંડો વાયરો અને જુના દોસ્તો, એમાય ઝરમર વરસાદ અને પાણીની છલકતા નદી-નાળાઓ, શુ મજા છે યાર...! ખરેખર આટલું લખતા જ અટકી જવાય છે.

એ ગામડાનાં માયાળુ માનવી, નિશાળે જતા નાના છોકરાઓ, સાંજે મંદિરે વાગતી ઝાલર આ બધી ઘટના યાદ કરતાજ આંખમાં આંસુ આવી જાય છે. કાગળની હોડી બનાવી પાણીમાં તરતી મૂકવાનો આનંદ મેહસુસ થઈ જાય છે. એમાય મિત્રો ! ભેંસો ચારવા જવાની મોજ, ત્યાં લાકડીથી રમતો રમવાનો આનંદ, કોઈનાં ખેતરમાથી મગફળી/મકાઈ લાવી શેકીને ખાવાનો આનંદ ફાઈવ સ્ટાર હોટલમાં જમતી વખતે નથી મળતો. ભલે લોકો ગામડામાથી શહેર તરફ વળ્યા હોય પણ ગામડુ એતો ગામડુ છે યાર.

આપણા ઘરની આજુબાજુનાં ઝાડ પર પંખીઓ માળો બનાવે તો કેટલો આનંદ થતો, દરરોજ ઝોવા જતા કે ઈંડામાથી બચ્ચા થયા કે કેમ, અરે છોડો ! ભેસ વીંયાવાની હોય તો બે દિવસ નિશાળે પણ ન જઈએ અને ક્યારે વિયાય એની આતુરતાથી રાહ જોઈએ. દસ રુપિયાનો બોલ લઈને ક્રિકેટ રમીયે અને બોલ ખોવાય તો એક જે ખોવે તે પૈસા આપે અને ફાટી જાય તો ભાગે પડતા બધાને પૈસા આપવાના ! વાહ ગામડું વાહ ! ખેતરોમાથી માંડવી (મગફળી) ખેંચાયા બાદ આપણે માંડવી વીણવા જતા અને ભેગી કરેલ માંડવી દુકાને વેંચતા તેના જે પૈસા આવે તે મહિનો દિવસ ન ખૂટે. ખરેખર ગામડાનું બાળપણ એ સોના કરતા પણ વધુ મહત્વનું છે. જયશ્રી દ્વારિકાધ્ધીશ.


Rate this content
Log in