ગોવિંદ
ગોવિંદ
એક નાનકડા ગામડાંમાં દેવકી અને દેવના ઘરે કૃષ્ણ નામના બાળકનો જન્મ થયો. જે બાળપણથી અનેરી પ્રતિભા ધરાવતો હતો. પણ, વર્ણથી જરાં શ્યામ હતો. તેથી જ તેનું નામ કૃષ્ણ પાડવામાં આવ્યું. દેવકી અને દેવ એ ગામ ના સાધારણ છતાં પ્રતિષ્ઠાવાન લોકો હતાં. કૃષ્ણ બાળપણથી જ કૃષ્ણ સમાન નટખટ અને મનમોહક હતો. તેની માતા દેવકી હંમેશા ઈશ્વર ને કૃષ્ણની પ્રતિભા માટે પ્રાર્થના કરતી રહેતી.
કૃષ્ણ ને શાળામાં ભણવા જવા કરતાં વધુ તેમાં થતાં નવા-નવા સ્ટેજ પ્રોગ્રામમાં ઇંટ્રેસ રહેતો હતો. આવા પ્રોગ્રામમાં કૃષ્ણનો નંબર પણ આવતો. ને તે પોતાની રીતે જ આ કલાકારી શીખ્યો હતો. એકવાર તેના ગામમાં રહેલા મંદિરમાં કોઈ પૂજ્ય સાધુ મહારાજ આવ્યાં અને એમની મુલાકાત કૃષ્ણની માતા સાથે થઈ. દેવકી એ પોતાના પુત્રનું ભવિષ્ય જાણવા માટે સાધુ મહારાજને પ્રાર્થના કરીને કહ્યું
દેવકી : ગુરુજી,મારો પુત્ર કૃષ્ણ ખુબ જ નટખટ છે. લોકો તેને પસંદ પણ કરે છે. પણ,
(આમ કહી ને દેવકી જરાં અચકાય છે)
સાધુ : કેમ અટકી ગયાં ? કહો..
દેવકી : પણ, ગુરુજી તે ભણતો નથી વિદ્યા પામવામાં તેનું મન નથી લાગતું. પણ હા,નાટક અને નૃત્યમાં તે નંબર લાવે છે. તે ક્ષેત્રમાં કૃષ્ણ આગળ પણ વધી શકે, પણ,ગુરુજી તેનો વર્ણ શ્યામ છે અને નાટકમાં પણ તેને મુખ્ય પાત્ર મળતું નથી. હું મારા પુત્ર ને એવું રૂપ આપવા માંગુ છું કે જેને લોકો પસંદ કરે તેની પ્રતિભાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ થાય.
સાધુ : બેટા, તારી ચિંતા એક મા ની દ્રષ્ટિ એ સાચી છે. ને એક મા ની સ્થિતી એક મા જ જાણી શકે ને?
દેવકી : એટલે ? મને કંઈ સમજાયું નહીં.
સાધુ : બેટા,કૃષ્ણ નાનો છે ત્યારથી તું એને સૂર્યનો મંત્ર શીખવી શકે છે. આજ ના સમયમાં સૂર્ય જ એક એવા દેવતા છે જે સાક્ષાત દર્શન દે છે. તેથી તું કૃષ્ણ ને ગાયત્રી મંત્ર શીખવી દે,જે સરળ છે અને કૃષ્ણ આ મંત્રનો પાઠ કરી ને જો સૂર્ય દેવનું પૂજન કરશે તો તેનું તેજ આપોઆપ વધશે. તેને સદબુદ્ધિ પણ પ્રાપ્ત થશે.
દેવકી : ગુરુજી, આપે જે માર્ગ આપ્યો છે તેના પર હું મારા કૃષ્ણ ને જરૂર ચલાવીશ. પછી,પ્રણામ કરી ને દેવકી ત્યાંથી ઘર તરફ જાય છે.
સાધુ ના બતાવેલ માર્ગ પર દેવકી કૃષ્ણ ને ચલાવે છે. ખુદ પણ ગાયત્રી મંત્ર ના જાપ કરે છે તથા કૃષ્ણ ને પણ કરાવે છે. આમ કરવાથી કૃષ્ણનો કૃષ્ણ વર્ણ ગૌર વર્ણ બને છે અને એકવાર કૃષ્ણ જ્યારે પોતાના ગામમાં જ પોતાના મિત્ર જયની સાથે નાટકની પ્રેક્ટિસ કરતો હોય છે ત્યારે ત્યાં કોઈ પિક્ચરનું શુટિંગ કરવા કલાકાર આવેલ હોય છે અને તેમની નજર કૃષ્ણ પર પડે છે. તેઓ કૃષ્ણને એક એક્શન કરવાનું કહી તેની પરીક્ષા લે છે.
કૃષ્ણ પોતાની કલાથી તેમનું મન જીતી લે છે અને તેને પિક્ચરમાં કલાકારનું સ્થાન મળે છે. આ સ્થાન મળ્યાં બાદ પણ કૃષ્ણ ને ઘણો સંઘર્ષ કરવો પડે છે. પણ,પોતાની કલાકારી અને પ્રખરતાથી તે બોમ્બે જેવા મોટા શહેરમાં આવે છે. ને તેના એક મટુકી ફોડનો સીન અને ગીત એટલું ફેમસ થાય છે કે લોકો તેને ગોપાલના નામથી સંબોધીત કરવા લાગે છે. ને આમ એક નાના ગામનો કૃષ્ણ એક પ્રખ્યાત કલાકાર, પોલિટિશિયન, ડાન્સર અને લોકોનો પ્રિય કલાકાર બની જાય છે.
