STORYMIRROR

Kalpesh Patel

Action Crime Thriller

4  

Kalpesh Patel

Action Crime Thriller

ગોટે ચડેલું સત્ય!

ગોટે ચડેલું સત્ય!

4 mins
0



શીર્ષક ~ ગોટે ચડેલું સત્ય!

સુરત ની સેશન કોર્ટ નંબર ત્રણ માં તે દિવસ અસામાન્ય શાંતિ હતી. કેસ હતો શહેરના જાણીતા ઉદ્યોગપતિ રામસીંગ સામાની ના ખૂનનો.
આરોપીના પાંજરામાં ઊભેલો હતો તેનો જ ડ્રાઈવર, કનુ જોશી . 

તમામ પુરાવા તેની વિરુદ્ધ હતા—સી.સી.ટી.વી. ફૂટેજ, આંગળીઓના નિશાન અને ઘટનાસ્થળેથી મળેલું તેનો મોબાઇલ.

જજ સાહેબે પૂછ્યું, કનુ ભાઈ , શું તમે તમારો ગુનો કબૂલ કરો છો?;
કાનુએ; ખુમારી થી માથું ઊંચું કર્યું. ના, સાહેબ. હું નિર્દોષ છું.;

કોર્ટરૂમમાં હળવો ગણગણાટ થયો.

સરકારી વકીલે એક પછી એક સાક્ષીઓ રજૂ કર્યા. દરેક સાક્ષી કનુને જ ગુનેગાર સાબિત કરતી હતી. કેસ લગભગ સમાપ્ત થવા આવ્યો હતો.

એવામાં બચાવ પક્ષના વકીલ ધનંજય દેસાઈ ઊભા થયા.
;માય લોર્ડ, અમારી પાસે એક નવો પુરાવો આવેલ છે.

તેમણે એક પેનડ્રાઈવ કોર્ટમાં રજૂ કરી.
વિડિયો ચાલુ થયો.

વિડિયોમાં રામસીંગ સામાની પોતાની ઓફિસમાં બેઠા હતા. તારીખ હતી ખૂનના એક દિવસ પહેલાંની.

રામસીંગ ઓન કેમેરા બોલી, મેસેજ રેકોર્ડ કરી રહ્યા હતા:
જો આ વિડિયો ક્યારેય બહાર આવે, તો સમજજો કે મારી સાથે કંઈક અઘટિત બન્યું છે. મારું જીવન જોખમમાં છે, પણ જે વ્યક્તિ મને મારવા માંગે છે તે કનુ તો હરગીજ નથી.;

કોર્ટમાં સન્નાટો છવાઈ ગયો.
વિડિયો આગળ વધ્યો.મને બ્લેકમેઈલ કરવામાં આવી રહ્યો છે. મારી કંપનીના ગેરકાયદેસર સોદાઓની જાણ મારી બીજી પત્ની અને મારા ભાગીદારને છે. જો હું સત્ય બહાર લાવીશ તો તેઓ બધું ગુમાવશે.

બધાની નજર હવે રામસીંગ ની નવી પત્ની ગીરા અને ભાગીદાર રશેસ તરફ ફરી.

સરકારી વકીલ પણ ચોંકી ગયા.
પણ કથા અહીં પૂરી નહોતી થવાની.
અનિરુદ્ધ દેસાઈએ બીજો પુરાવો રજૂ કર્યો—એક ફોરેન્સિક રિપોર્ટ.
રિપોર્ટ મુજબ વિડિયો સાચો હતો, પરંતુ તેમાંનો અવાજ કૃત્રિમ બુદ્ધિ (AI) દ્વારા બનાવવામાં આવ્યો હતો.
હવે કોર્ટ ફરી ગૂંચવાઈ ગઈ.

સત્ય શું હતું?

વિડિયો ખોટો હતો કે પુરાવા?

ત્યારે અચાનક રાજુ બોલ્યો.
માય લોર્ડ, હવે હું સાચું કહું છું.

બધા તેની તરફ જોયુ .
સાહેબનું ખૂન મેં કર્યું નથી. પણ ખૂન થતાં મેં જોયું હતું. ખૂની તેમની જૂની કે નવી પત્ની નહોતી, અને ભાગીદાર પણ નથી ..;
એક ક્ષણ માટે તે અટક્યો.
ખૂની તો ખુદ સોમાની સાહેબ જ હતા.

કોર્ટમાં જાણે વિસ્ફોટ થયો.

શું બકવાસ છે?
જજ ગર્જ્યા.
કનુ એ શાંતિથી કહ્યું, જજ સાહેબ સોમાની સાહેબે પોતાની કંપનીના કરોડો રૂપિયાના કૌભાંડ છુપાવી વીમો. પકાવવા માટે પોતાના મૃત્યુનું નાટક ગોઠવ્યું હતું. જે મૃતદેહ મળ્યો હતો તે તેમનો નહોતો. તે તેમના જુડવા ભાઈ નો હતો.

તે રામસીંગ સાહેબ પાસે ભાગ માંગી તકાજો કરતો હતો, સાહેબે જ તેનું કાળસ કાઢ્યું. એક પંથ અને બે કાજ 

તપાસ ફરી શરૂ થઈ.

ત્રણ મહિના પછી પણ. સત્ય બહાર ના આવ્યું આવ્યું.

રામસીંગ ની હયાતી નહોતી મળતી અને કનુ માટે ચસ્મદીહ ગવાહ ના અભાવે કનુ નિર્દોષ છૂટી ગયો.

કોર્ટમાં રજૂ થયેલા તમામ પુરાવા સાચા હતા, સાક્ષીઓ પણ સાચા હતા, પણ દરેકે સત્યનો માત્ર એક ભાગ જોયો હતો.

અંતિમ ચુકાદો આપતાં જજે કહ્યું:
કોર્ટમાં ઘણી વાર જૂઠાણું સત્ય બનીને આવે છે અને સત્ય જૂઠાણું લાગે છે. ન્યાયનો સૌથી મોટો પડકાર એ છે કે ગોટે ચડેલા સત્યમાંથી અસલી સત્યને શોધવું.

પુરાવાના અભાવે કનુ જોશી નિર્દોષ જાહેર થયો.

કોર્ટરૂમની બહાર લોકો માનતા હતા કે એક નિર્દોષ ગરીબ માણસને આખરે ન્યાય મળ્યો.

પરંતુ...

ચાર મહિના પછી.
રામસીંગ સામાનીની કંપનીના બોર્ડરૂમમાં ડિરેક્ટરની ખુરશી પર કનુ જોશી આરામથી બેઠો હતો.
તેની બાજુમાં રામસીંગ સામાની બીજી પત્ની ગીરા બેઠી હતી.
કનુએ આશિકાના અંદાજ મા તેની તરફ જોઈને આંખ મારી.

લાડકી, હવે તો, તું ખુશ છે ને?
હા જાનુ કહી...
ગીરા એ મલકાતાં પૂછ્યું,
પણ એક વાત હજુ સમજાતી નથી.

હું તો તારીજ હતી, છું અને રહેવાની હતી. પરંતુ પચીસ હજાર રૂપિયામાં જૂની પત્નીને રસ્તામાંથી હટાવી જીવન ભર આપણે આ રામલાને બ્લેકમૅલ કરી શકાત, તો આટલી મોટી રમત શા માટે રમી ?

કનુના હોઠ પર કૂટિલ સ્મિત ફેલાયું.
કારણ કે મારે માત્ર રસ્તો સાફ કરવો નહોતો... આખો રસ્તો જ મારો આગાવો કરવો હતો.

બંનેના હાસ્યથી બોર્ડરૂમ ગુંજી ઊઠ્યો.
અને એ જ ક્ષણે સમય ને સમજાયું કે...

કોર્ટમાં જે સત્ય નિર્દોષતા બનીને ઊભું રહ્યું હતું, એ જ સૌથી મોટું જૂઠાણું હતું.

સત્ય ક્યારેય બદલાતું નથી, પરંતુ તેને રજૂ કરવાની રીત ઘણી વાર તેને ઓળખી ન શકાય એવું બનાવી ગોટે ચડાવી દે છે.

~~~~

ડિસ્ક્લેમર~

આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. વાર્તામાં દર્શાવાયેલા તમામ પાત્રો, નામો, સ્થળો, સંસ્થાઓ, ઘટનાઓ અને સંવાદો લેખકની કલ્પનાશક્તિનું પરિણામ છે. કોઈ જીવિત કે મૃત્યુ પામેલ વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સામ્યતા જણાય તો તે માત્ર સંયોગ ગણવો.
વાર્તામાં દર્શાવવામાં આવેલી કાનૂની કાર્યવાહી, તપાસની પદ્ધતિઓ અને ન્યાયિક પ્રક્રિયાઓ માત્ર કથાનકને રસપ્રદ બનાવવા માટે રજૂ કરવામાં આવી છે. તેનો કોઈપણ ભાગ કાનૂની સલાહ, માર્ગદર્શન અથવા વાસ્તવિક ન્યાયિક પ્રક્રિયાનું પ્રમાણભૂત પ્રતિનિધિત્વ માનવો નહીં.
લેખકનો ઉદ્દેશ માત્ર મનોરંજન, રહસ્ય અને માનવ સ્વભાવના વિવિધ પાસાઓને ઉજાગર કરવાનો છે.

© કલ્પેશ પટેલ. સર્વ હક્ક સુરક્ષિત.



Rate this content
Log in

Similar gujarati story from Action