Shaimee Oza

Inspirational

3  

Shaimee Oza

Inspirational

એક વળાંક જીંદગીનો

એક વળાંક જીંદગીનો

7 mins
416


જીવન એવું જીવો કે લોકો તમને મર્યા પછી પણ લોક દિલમાં છવાઇ જાવ, જીવન તો કુદરત એ આપેલી ભેટ છે, અને એમાંય માણસનો અવતાર અને બધાં અંગો ઓકે હોય તો વહાલા કુદરતનું એ વરદાન છે તેનો યોગ્ય ઉપયોગ કરીએ તો બધું મજાનું લાગે છે. જીંદગી એ જન્મ મરણ વચ્ચેની એક નાની પંક્તિ છે, તેને ગોઠવી શકાય તો યોગ્ય ગોઠવી જાણજો, નહીં તો ક્યાંક એવું પણ ન થાય કે યમ કેરા તેડા આવે ને જીંદગીના કામો બાકી રહી જાય અને પછતાય આત્મા રડે કે મારો જન્મારો નકામો ગયો, પણ ત્યારે ખુબ જ મોડુ થઇ ગયેલું હોય છે.


હું પહેલાં સાવ નકામી પાગલ છોકરી હતી, હું સતત વિચારશીલ રહેતી, એક તો બધી જગાએથી નિરાશા અને પાછી હું બી.એ વીથ અંગ્રેજી. હું વારંવાર નપાસ થાતી જેને મને અંદરથી તોડીને રાખેલી. હતાશા ડિપ્રેશન મારી ઉપર સતત મંડળાયેલા રહેતા. મારું મગજ વિચારોમાં ચકરાવે ચડી જાય મને પોતાને પણ સમજ ન આવે કે શું કરવું શું નહીં ! મને નેગેટિવ વિચારો તો ઘણાંય આવતાં મારે આ બધાંમાંથી બહાર નિકળવુ હતું. મને કાંઈ સુઝે નહીં મને લોકો પાગલ કહેવા લાગેલા હું પણ એવું સમજવા લાગી હું પાગલ છું. પછી મને સંજય રાવલ સરના વખાણ અને અને લોકોનું જીવન બદલી નાંખે છે તેવું સાંભળેલું, મને આ વાતમાં પહેલાં દમ લાગ્યો નહીં એટલે આ વાત હકીકત છે તે માટે મેં એટલે સંજય રાવલ સરને સાંભળવાનું શરૂ કર્યું. એ બહુ મોટા મોટીવેશનલ સ્પીકર છે. સંજય સરને સાંભળીને એવો અહેસાસ થયો, કે એક ભાઈ મારા જેવા આગળ આવતા હોય તો હું કેમ નહીં આવી શકું. પછી મેં મહેનત વધારી મારી પછી બધું સીધુ પડવા લાગ્યું.


તેમની કોઈ પણ જીંદગી વિશેની હકિકત વાતને રમુજ રીતે કહેવી. મને સરની આ અદા બહુ ગમતી. સરની સ્પીચએ મને મહેનત કરવાની હિંમત અને જોશ જગાવ્યું. પણ મારે શરુઆત ક્યાંથી કરવીએ મોટો પ્રશ્ન હતો. સરની સ્પીચનો પ્રભાવ મારા જીવન, લખાણ અને પોતાની સ્પીચ અને લખાણમાં પણ જોવા મળતુ. મને બધા સંજય રાવલ બીજો તરીકે ઓળખતા ત્યારે હું બહું આનંદમાં આવી જાતી. મારી ખુશીનું ઠેકાણું ન રહેતું. હું મનોમન ભગવાનનો આભાર માનતી.પણ દીદુને મળ્યા પછી મને પણ એવો વિચાર આવ્યો કે મારી પણ હું સર જેવી પોતાની અલગ ઓળખ બનાવું તો કેવું રહે. પછી મને દીદી દ્વારા મને પોતાની અલગ ઓળખ બનાવવાની તાલીમ મળતી રહી. પછી સાહિત્યની દુનિયામાં માં મારી "શૈમી ઓઝા ઉર્ફે લફ્જ"ની આગવી ઓળખ બનાવી મને ઘણા બધાં વાંચકો મળ્યાં


મારા વિચારોને લખવાના શરુ કર્યા. પછી મને હું તેમાંથી ધીરે ધીરે મારા વિચારો કવિતા, શાયરી, ગીત,ગરબા, ભજન અને અછાંદસ ગઝલોમાં બદલી નાખ્યાં અને મારા અનુભવો અને જીંદગીની સફરને અને કડવા અનુભવોને હું મારીમાં વાર્તા, આર્ટિકલ,લેખમાં કંડાર્યાં પછી મારા વિચારોને લોકો સમક્ષ પહોંચતા કરવાં માટે મને સ્ટોરી મિરર, પ્રતિલિપી, માતૃભારતી, અને હાલમાં શોપીઝેન મળેલ છે.


મારા આ ટેલેન્ટને યોગ્ય સ્થાન મળવું જોઇએ, એ ક્યાંથી મળે ? એની તલાશ મને હતી. પછી હું બધાંય સાહિત્યના ગ્રુપમાં જોડાતી રહી. પછી ત્યાંજ મને મારી આ પરી મળી કે મારું લક તેમને સહકાર તેમના સહકારથી બદલી નાંખ્યુ. મારું લક બદલવું તો તેમના માટે એક વાર્તા લખવા જેટલું સરળ હતું, એમને મને લેખનમાં મઠાર લાવતાં શીખવ્યું. મારું દીદુ આવીને મારી જીંદગી બદલી ગઈ. મારા ઉપર નકામી પાગલ છોકરીનો લાગેલો ટેગ હટાવી ગયું. મારી પરી મારા માટે બહું લકી છે. એ ન હોત તો હું શાયદ આ દુનિયામાં પણ તમને જોવા ન મળત. હું એવી હારી ગઈ હતી સમય સંજોગોથી. મારા માટે વરદાન છે મારું વહાલું ઢીંગલું.


જીંદગીની સફર બહુ મજાની છે. તેની એક એક કપરી કસોટી મજાની છે, જયારે કોઈ ઇશ્વર જ્યારે તમને કોઇ મદદાર્થે દૂત મોકલે છે અને તે દૂતમાં આપણે જેને સદીઓથી શોધતા હોઇએ અને તે મળી જાય તો જીંદગી સરળ લાગવા લાગે છે. 


જીવનના દરેક બનાવો કંઈ ને કંઈ તમને મેસેજ આપતા જ હોય છે. પણ આ બનાવે મારી જીંદગી બદલી નાંખી. જીંદગીમાં તમને નિષ્ફળતા મળે તો જરાય ગભરાશો નહીં, દુનિયા તમને અવગણે તો જરાય તુટશો નહીં કારણકે એજ દુનિયા તમારી પાછળ પાગલ બને છે. અને મહેનત કરવામાં પાછી પાની કરશો નહીં. લોકોના મોં પર તાળું મારવાનો એક જ રસ્તો છે જ્યારે તમે બધી જ જગ્યાએથી તરછોડાવો તો ચિંતા નહીં કરતા કેમકે કુદરત કોઈકને તો તમારી મદદ માટે મોકલેજ છે. માટે નિશ્ચિત રહો તે મને દિદુ એ શીખવ્યું.હું એકદમ હારી ગયેલી કંટાળી ગયેલી અંદરથી તુટી ચુકેલી એવી હું જેને હિંમત આપી લોકો સમક્ષ ઉભા રહેવાને લાયક બનાવી. લોકોની ટીકા સામે અડગ રહેતાં શીખવ્યું. સખત મહેનત સિવાય બીજો કોઈ વિકલ્પ નથી એ અહેસાસ તો મને પહેલે થીજ હતો. હું દરેક મને લેખનની સાથે ગાયન રમતગમત રસોઈ નવી નવી ઈતર પ્રવૃતિમાં પણ ખુબ જ રુચિ હતી. મારી આ પ્રતિભાઓને ઓળખીને મને યોગ્ય સ્ટેજ આપ્યું, મારા સપનાની અડધા ભાગમાં આવી ને ઊભી છું. મારે પ્રસિદ્ધ રાઈટર, કવિ અને ગાયક બનવું છે, એ સપનાં મારા પુરા થશે કે કેમ કાગળ કલમથી કરેલી એક શરૂઆત બુક પબ્લિક સુધી પહોંચી છે, દીના સહકારથી, મારી હજી ફિલ્મ સ્ક્રીપ્ટ, સક્રીન પ્લે, ન્યુઝ પેપરમાં કોલમ, નેશનલ લેખક કવિ અને શાયરનો એવોર્ડ તો હજી બાકી જ છે. એ પણ હું પહોંચી જાઈશ જો મારી પરીના આશિષ મુજ પર હશે તો. મારી દિ જો સાથે હશે તો સફળ લોકોના લિસ્ટમાં મારા નામનો ટેગ પણ હશે, પણ મારી ઢીંગલી દીદુ વગર મારી સફળતા નકામી છે.


સખત મહેનત એ સરળ ઉપાય છે જે મને મારા ભગવાન શિવ દ્વારા મોકલાયેલા એન્જલ એટલે મારા દીદુએ જણાવ્યો. મારું ઢીંગલુ દીદુ એ મારી જે જીવન બદલ્યુ છે તેની હું સદાય ઋણી રહીશ. હું દી જેટલી ઊંચા લેવલ પર નથી પહોંચી અને દી જેવું હું સારું નથી લખી શકતી એનો મને ભારોભાર અફસોસ છે.


આ વાત છે એક વર્ષ પહેલાંની એ પરી જે મુજ દિલમાં વસી ગઈ. મારે વાત કરવી છે એક એવા વ્યકતિ જે મારી આસપાસ રહે છે મારી સાથે પડછાયો બનીને મારી હિફાજત કરે છે, મારી સંકટ સમયની સાંકળ, કુદરત થકી મળેલો બેરરચેક અને જેને મારી જીંદગી બદલી નાંખી છે. એવું મારું લકી લેડી મારું વહાલું દિદુ, મારી પરી જેને જોતાં જ પ્રેમ ઉભરાઈ આવે, તેનાં શબ્દ શબ્દથી લોકો દિવાના બની જાય તેવું મારું વહાલું રમકડું એટલે મારું દીદુ. મને તેમનો આ ડાયલોક બહુ ગમે છે કે "પૈસા કમાવો જલ્સા કરો પણ કાચી ઉંમરે પરણશો નહીં" હું જે પણ છું એ મારી દીદુના સહકાર અને આશીર્વાદ છું, એ સ્ત્રી એની આંખોમાં અનેક સવાલ છુપાયેલા હોય પણ મારી આગળ નાનું બાળક બની જાય એવું મારું ડોલ દીદુ પર શું અને કેવું લખવું એ મારા ગજા બહારની વાત છે. એમના વ્યક્તિત્વથી હું એટલી પ્રભાવીત બની ગઈ કે હું પોતાની જાત બદલવા મજબુર બની અને તે મારું વહાલું એન્જલ બની ગયું. એમના જેવા લેખનની પકડ મારામાં આવતાં મારે વર્ષોના વરસ લાગશે.


એમના માંથી ખુબ જ પ્રેરણા મળી છે. મારી જીંદગીમાં નવો વળાંક આવ્યો છે, જેને મને જડમુળમાંથી બદલી નાંખી છે, મારા જીવતર બદલાણાં મને એમાં જેને હું સપનાંમાં નિહારતી હતી, તેવી મારી ખોવાયેલીમાં મળી. મારી જીંદગી સફળતાના મુકામે પહોંચાડીએ મારીમાં પર લખતાં મારી આંખો ભીંજાય છે, તે સ્ત્રી મને ભલે જન્મ ન આપી શકી હોય પણ માના ઋણની ચુકવણી તો સારી કરી છે હું તેનું ઋણ શાને ચુકવીશ ?

  

મને હજી એ પ્રસંગ યાદ છે હું પહેલી વાર તેમને મળી હતી એ મારી જીંદગીની એ રંગીન પળ હતી. જેને હું કદીય ન ભુલી શકાય તે પ્રસંગ મારી મા જે મારા માટે કરી રહી છે તે મારી પોતાની સગી માએ પણ આજ સુધી નથી કર્યું. મારી પીંકીમા તો મારા માટે એક મસીહા બનીને આવ્યા છે, મને તેમને જીવનમાં સંઘર્ષ કરતાં શીખવ્યું, મને તકલીફો સામે પોતાને ટકી રહેતા શીખવ્યું.


સંકટ સમયે મને હિંમત આપી મારી દુનિયા બદલી નાંખી. મારી જીંદગીએ મને ખોવાયેલી મા તને મને ભેટ સ્વરૂપે આપી તારો ખુબ ખુબ આભાર. હું નસીબમાં નથી માનતી હું મહેનતનેજ ભગવાન માનું છું. મારી મહેનત અને મારું વહાલુ દીદુના સહકારએ મને મારી મંજીલ સુધી પહોંચાડી છે, અને આગળ પણ પહોંચાડશે જ. તમે જો ખરા દિલથી મહેનત કરી હોય તો તમને કોઈ તો એવું મળી જાય છે, કે તમને તમારી મંજીલ સુધી પહોંચાડી દે છે. જીવનના ચડાવમાં ઉડવુ નહીં ને નિરાશામાં તુટવુ નહીં એ મારા દિદુ પાસેથી શીખી છું. કોઈ પણ સમયમાં પોતાની જાત પર નિયંત્રણ રાખી શકાય અને પોતાની જાતમાં કેવી રીતે પરિવર્તન લાવી શકાય, ભગવાન પ્રિય બાળક કેમ બનાય તે મને દીએ શીખવ્યું છે. આ જન્મ મરણના ફેરામાંથી મુક્તિ કેવી રીતે મેળવાય તે પણ શીખવ્યું.


એ માને મળતા જાણે કે મને દુનિયાની બધીજ ખુશી ન મળી ગઈ હોય એ માને જોઈ પોતીકા પણું લાગતું હતું. એ જાણે કોઈ દૈવી શકિત ન હોય તેવા સંકેત મને મળતા રહ્યાં. મને જીવતાંતો એને શીખવ્યું હતું. મને એ સાચા ખોટાની સમજ આપી હું તો હતી નાદાન મને શું ખબર દુનિયાની હું કાલ્પનિક વિચારોને હકીકત માનીને જીવવાવાળી મારી ગુડિયા દીદુએ મને હકિકતથી વાકેફ કરી અને મેં પોતાની માટે સજાવેલા સપનાને પુરાં કરવા સક્ષમ બનાવી. મારી મા બહુ મજાની છે.


તમને મળી ને મારો આ જન્મારો ધન્ય થઈ ગયો. ભગવાનનું મને વરદાન છે એક નકામી છોકરીને લોકો 

એ તરછોડે છે જ્યારે મને નિરાશાના અસંખ્ય વાદળમાં આશાનું કિરણ મળે છે, જે મારી નિયતિ બદલી જાય છે, તે આશાનું કિરણ મને મારું વહાલુ દીદુના સ્વરૂપે મળે છે.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational