Tejas Pandya

Tragedy

3  

Tejas Pandya

Tragedy

એક વાત પ્રેમની

એક વાત પ્રેમની

6 mins
225


આ વાત છે એક બલિદાનની, આ વાત છે એક અધૂરા પ્રેમની, આ વાત છે એક પ્રેમની.

માણસ એક સામાજિક પ્રાણી છે. સમાજ માં ગણા રૂઢિવાદી પરંપરા અને નિયમો થી બનાયેલી છે. આ સમાજના નિયમો અને પોતાના અહંકારના કારણે એક બાપે તેનો દીકરો ગુમાવ્યો અને ગરીબ બાપે તેની દીકરી ગુમાવી. આ વાત છે ગરીબી અને અમીરી ની, આ વાત છે સુહાની અને યશના પ્રેમની.

એક વીરપુર નામના એક ગામની વાત છે. ગામ માં એક રમેશ નામનો એક ગરીબ બાપ તેની એક ની એક દીકરી સુહાની સાથે રહેતો હતો. સુહાની એક સીધી સાદી અને ઓછું બોલવાની ટેવ ધરાવતી એક સુંદર છોકરી હતી. તે તેના બાપ માટે તેની આખી દુનિયા હતી.

ગામમાં એક મોટો જમીનદાર પણ રહેતો હતો. શેઠ હીરાચંદ તે તેના પરિવાર સાથે તે ગામમાં વટહુકમથી રહેતો. તેના એકનો એક દીકરો તેનું નામ યશ, તે શહેરમાં ભણતો હતો. યશ સ્વભાવે તેના પિતા જેવો અહંકારી અને ગુસ્સાવાળો હતો.

એક દિવસ તે તેનુ ભણતર પૂરું કરી પાછો ગામે આવતો હતો, ગામ ના સીમમાં પ્રેમના દેવી દેવતા શ્રી રાધા કૃષ્ણનું મંદિર હતું. રોજની જેમ સુહાની સવારમાં પૂજા અર્ચના કરવા તે મંદિરમાં આવતી હતી, તે દિવસે પણ આવી તે દિવસે યશ પણ આવ્યો.

તે દિવસે વાતાવરણ જાણે પ્રકૃતિના ખોળે ઝૂલી રહ્યું હોય જાણે પશુ પક્ષીઓ પણ આનંદ ઉલ્લાસમાં નાચી રહ્યા હોય, તેવા ખુશનુમા વાતાવરણમાં તે બંનેનો મિલનનો સમય આવી ગયો હતો. યશ મંદિરમાં દર્શન કરી ને પાછો ફરતો હતો ત્યારે એક નાના ગરીબ છોકરા એ ભીખ રૂપે થોડી પ્રસાદી માંગી તેમાં યશના અહંકારનો પાર ના રહ્યો,તેના ગુસ્સા માં તે બાળક ને ધક્કો માર્યો તે સુહાની ના પગ માં જઈ પડ્યો. ત્યારે સુહાની એ તે બાળક ને પ્રેમ થી સહેલાવવા તેને પ્રસાદી અને જમવાનું આપ્યું. આ જોઈ ને યશ ને વધારે ગુસ્સો આવ્યો તેને ગુસ્સા માં કહ્યું," આ મંદિર મારા પિતા એ બંધાવ્યું છે, એટલે અહીંયા મારું રાજ ચાલશે, તે એ ભિખારી ને કેમ ખવડાવ્યું. ત્યારે સુહાની એ જવાબ આપતા કહ્યું," મંદિર માં તારું અને મારું ના હોય ત્યાં તો ખાલી ઉપરવાળાનું રાજ ચાલે. આ વાત પર બંને ખુબજ ઝગડો ચાલ્યો. તે દિવસે તો બંને મંદિરમાં તે ઝગડા ને પૂરો કર્યો પણ રોજ તે મંદિરમાં યશ અને સુહાની નો ઝગડો થતો. પણ મિત્રો ઘણીવાર પ્રેમ ની શરૂઆત લડાય ઝગડા થી જ થાય, આ બંને ના લડાય માં યશ ને ખબર પણ ના પડી કે તેને સુહાની સાથે ક્યારે પ્રેમ થય ગયો.

યશ રોજ મંદિર માં સુહાની ને જોવા આવે અને તે પણ નાના બાળકો ને મીઠાઈ અને જમવાનું આપતો, આમ રોજ કરતા યશ નો અહંકાર અને ગુસ્સો બંને છૂટી ગયા. યશ રોજ સુહાની જોડે વાત કરવાની કોશિશ કરે પણ તે રોજ ની જેમ નિષ્ફળ જતો. એક દિવસ સુહાની ના પિતા બીમાર પડ્યા, જેથી તેને મંદિર માં આવવાનું છોડી દીધું. તેથી યશ નિરાશ થઈ જતો, પછી તેને ખબર પડી કે સુહાની પિતા બીમાર છે, આ ખબર પડતા જ યશ સુહાની ના ઘરે પહોંચી ગયો. તેને જોયું કે સુહાની ના પિતા કમજોર હાલત માં પથારી માં પડ્યા હતા. ત્યારે તેને સુહાની ને પૂછ્યું કે," તારા પિતા ની સારવાર કરાવી? ત્યારે સુહાની એ જવાબ આપ્યો કે ," મારી પાસે એટલા રૂપિયા નથી જેથી હું મારા પપ્પાની સારવાર કરાવી શકું. ત્યારે યશ કહે હું આપીશ તને પૈસા પણ તું તારા પિતાની સારવાર કરાવી દે. ત્યારે સુહાની કહે છે," હું તમારા પૈસા ક્યાંથી ચૂકવીશ. ત્યારે યશ હલકું સ્મિત આપતા કહે છે કે ,"તારી એક હસી મારા પૈસા પૂરા કરી દેશે. " ત્યારે સુહાની ની નજારો માં યશ માટે ખૂબ જ સમ્માન ની ભાવના જાગી અને સુહાની અને યશ સુહાની ના પિતા ને એક સારા દવાખાના ના સારવાર કરાયીને તેમને પહેલા જેવા સારા કરાવ્યા.

પછી રોજ સુહાની અને યશ મંદિર માં મળતાં અને પોતાની બધી વાતો એકબીજા ને કહી દેતા. આમ તે બંને માં ધીરે ધીરે પ્રેમ થવા લાગ્યો. એક સમય એવો પણ આવ્યો કે તે બંને એકબીજા વગર એક પળ પણ ના રહી શકતાં. એટલો બધો પ્રેમ એ બંને માં થય ગયો.

પણ,,,,! પ્રેમ કરવો એટલો સહેલો પણ નથી, સાચ્ચા પ્રેમ ના ઘણા દુશ્મન છે આ દુનિયામાં, એટલે જ તો સાચ્ચો પ્રેમ હંમેશા બલિદાન માંગે છે.

યશ અને સુહાની ના પ્રેમમાં પણ આવું જ થયું. યશ ના પિતા શેઠ હીરાચંદ ને યશ અને સુહાની ના પ્રેમ પ્રકરણ વિશે ખબર પડી ગઈ. તેમને તેમના પૈસાનું જોર બતાવતાં સુહાની ના પિતા ને કહ્યું," તારી દીકરી ને મારા દીકરા થી દૂર રાખ નહિ તો તારી દીકરી ને સમાજ માં મોઢું બતાવવા લાયક નઈ છોડુ. રમેશ પણ તેને દીકરી ને સુહાની ને સમજાવવા ની ગણા પ્રયત્ન કર્યા, પણ તે એક ની બે ના થઈ, બીજી બાજુ યશ પણ તેના પિતા સાથે લડાઈ કરીને સુહાની સાથે લગ્ન કરવા ના સપના જોવા લાગ્યો.

યશ ને સુહાની માટે એટલો પાગલ જોઈ તેમને હવે આ બંને ના પ્રેમ ને કોઈ પણ હદે તેમના પ્રેમ ને બંધ કરાવવાનો નર્ણય લીધો. તેમને રમેશને ધમકી આપતાં કહ્યું," તેને તારી દીકરી ની ઈજ્જત ની પડી હોય તો તારી દીકરી ના લગ્ન મારા નોકર જોડે કરાવી દે. એ પણ બે દિવસ માં નઈ તો વિચારી લેજે,,,!

રમેશ પાસે કોઈ બીજો રસ્તો નહતો," તેને તેની દીકરી ના લગ્ન શેઠ હીરાચંદ ના નોકર સાથે કરવા રાજી થય ગયો. અને સુહાની માટે પણ સૌથી પહેલા તેના પિતા નો પ્રેમ આવે પછી બીજા બધા. તે પણ હૃદય ને મજબૂત કરીને યશ ને ભૂલી જવા અને શેઠ હીરાચંદ ના નોકર શ્યામ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઈ. બીજી બાજુ યશ ને શેઠ હીરાચંદ યશ ને કહ્યું," બેટા, હું તારા લગ્ન સુહાની સાથે કરાવીશ, આપણા જ્યોતિષ આચાર્ય એ ચાર દિવસ પછી નું મુહુર્ત કાડ્યું છે, તેથી આ ચાર દિવસ શહેર જઈ ને આપડા કારોબાર માટે વિદેશ થી મોટાં મહાનુભાવો આવે છે તેમની સાથે આપડો વ્યાપાર પાકો કરી આવ. અને હા તું શહેર જાય એ પહેલા સુહાની ને ના મળતો કેમ કે હું એને અને એના પિતા ની માફી માંગી ને તારા માટે હાથ માંગવા નો છું. યશ પણ તેની નાદાની માં તેના પિતા ની ચાલ ને ના સમજી શક્યો અને તેના પિતા ના કહ્યા પ્રમાણે કર્યું. અને એ સુહાની ને મળ્યા વગર શહેર જતો રહ્યો અને બીજી બાજુ શેઠ હિરચંદે સુહાની ને કહ્યું," તારી ઔકાત નથી મારા દીકરા જોડે લગ્ન કરવાની, એને આમારી જાતિ ની એક જમીનદારની છોકરી ગમી ગઈ છે, અને એ તેની સાથે શહેર જતો રહ્યો છે. આ વાત સાંભળી ને સુહાની ને દુઃખ તો લાગ્યું પણ તેને યશ પર પૂરો વિશ્વાસ હતો કે તે આવું નઈ કરે. પણ સુહાની કરતી પણ શું તેના પિતાની ઈજ્જત અને સલામતી માટે તે બંધાયેલી હતી.

લગ્ન ની કાળી રાત આવી, સુહાની ધ્રુસકે ધ્રુસકે રડતી હતી, અને બીજી બાજુ યશ તેના પિતાની કહેલી વાતથી બહુ જ ખુશ હતો.

કહેવાય છે ને સાચ્ચો પ્રેમ હંમેશા હંમેશા બલિદાન માંગે, આ બંને ના પ્રેમ મા પણ આવું જ થયું સુહાની તેના પિતા ને જેટલો પ્રેમ કરતી હતી તેટલો પ્રેમ તે યશ ને પણ કરતી હતી, તેને યશ ને દગો નહોતો આપવો અને તેના પિતા ને પણ દુઃખી નહતા કરવા, સુહાની માટે એવી હાલત હતી કે લગ્ન કરે તો યશ ને દુઃખી કરે અને ના કરે તો તેના પિતા ને દુઃખી કરશે, આ તણાવ માં તેને એટલું બધું વિચારવા મજબૂર કરી દીધી કે તેના લગ્ન ના દિવસે તેને તેના લગ્ન જોડાં માં તેને ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી.

 બે દિવસ પછી જ્યારે ખુશ અને હસતો ચહેરો લઈ તે તેની સુહાની ને મળવા તેના ઘરે ગયો ત્યારે તેને સુહાની ના ઘરે જોયું તો તેના પગ તળે થી જમીન ખસી ગઈ, જાણે એના હ્રદય માં વજ્રઘાત સમાન એને એટલું બધું દુઃખ થયું કે, એના મોઢા માંથી એક કરૃણ ચીખ નીકળી," સુહાની,,! એમ કહી ખુબજ રડવા લગ્યો, સુહાનીના મોતનો એને એટલો બધો આઘાત લાગ્યો કે, તેને તેનું માનસિક સંતુલન ખોઈ બેઠો, બે વર્ષ સુધી તે ખાલી અંધારા ખૂણા માં બેસી ને સુહાની ને યાદ કરીને રડતો, એક દિવસ તેને પણ સુહાનીની યાદ માં ગળે ફાંસો ખાઈ ને આત્મહત્યા કરી લીધી. . "!

  આમ એક ઘમંડી બાપે તેનો દીકરો અને એક લાચાર, ગરીબ બાપે તેની દીકરી હંમેશા માટે ખોઈ બેઠા. . . .

 એટલે જ તો એક કવિ શું ખુબજ લખ્યું છે કે," આ પ્રેમ અઘરો ખેલ છે.

 કોણ એમ ફાવી ગયા. . . . . ?

મારી અને તમારી વાત મૂકો,

શ્રી કૃષ્ણ પણ તેમાં હારી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Tragedy