Vijay Shah

Comedy Drama

2.5  

Vijay Shah

Comedy Drama

એક દિવસ

એક દિવસ

6 mins
14.7K


કાયમ આઠ વાગ્યા કરતાં અડધો પોણો કલાક મોડો આવનાર ખેલાડી અચાનક જ સમયસર વોલીબોલ કોચ પર હાજર થઈ જાય તે નવાઈ જેવું લાગે જ… મને જોઈને નીકુંજ તરત બોલી ઊઠ્યો – “વાહ રે વાહ ! સૂરજ પશ્ચિમમાં ઊગ્યો લાગે છે. અનુપ બાબુ એકદમ સમયસર આવ્યા છે ને કંઈ…”

એની સામે ફિક્કું હસું છું – “યાર, આજે જરા વહેલી આંખ ઊઘડી ગઈ…”

રમત ચાલુ થઈ… વન લવ… ટુ લવ… થ્રી લવ… કેમ સર્વિસ બરોબર ઉપડતી નથી… બાજુમાંથી અવાજ આવે છે… મીડલમેન લોચા મારે છે…હું સમસી ઊઠું છું. મીડલમાં તો હું છું… ત્યાંતો એ ટીકા કરનાર નીખીલ જ સર્વિસ ઝીલી નથી શકતો અને તરત જ પરાવર્તી ક્રિયા થાય છે. હું બબડી ઊઠું છું – ભાઈને ભાઈ કો પહેચાના… બધા હસવા માંડે છે… રેફ્રરી બૂમ પાડે છે સિક્સ લવ…

માય ગોડ… લવ સેટ મળશે કે શું… ત્યાં તો સામેની ટીમનો નબળો ખેલાડી દડો છોડી દે છે… અને એક પોઈન્ટ મળી જાય છે.. હાશ ! આખી રમત રમાશે… રેફરી બૂમ પાડે છે. વન સિક્સ… સર્વિસ ચેન્જ. અનુપ તું સર્વિસ કર અવાજના સમર્થનમાં દડો મારા હાથમાં આવ્યો. નીચો વળું છું અને બીજા હાથથી શોટ મારું છું… સરસ સર્વિસ થઈ છે… અને ફરી પાછો એ જ નબળો ખેલાડી ઝડપાય છે. તે સર્વિસ ઉપાડી નથી શકતો… અને રેફ્રરી બૂમ પાડે છે… ટુ સિક્સ… સર્વિસ કંટીન્યુ.

જાડે ઉભેલી નાનકડી વહીદા કાલાઘેલા શબ્દોમાં રેફરીની નકલ કરે છે. તું સિક્સ સર્વિસ કંતીનું. હું એની સામે હસું છું અને ભૂલ સુધારું છું… તું નહીં ટુ સિક્સ અને સર્વિસ કંતીનું નહીં પણ સર્વિસ કંટીન્યુ… ન…ઈ…ન્યુ….ઉ… બોલ જાઉં… એ મારી સામે નિખાલસ રીતે હસતી હસતી ભૂલ સુધારે છે. ટુ સીક્સ… સર્વિસ કન્ટિન્યૂ….બધા હસવા માંડે છે. હું ધીમું હસી તેના ગાલપર ટપલી મારી ફરી સર્વિસ શરૂ કરું છું… બહુ નિર્દોષ છોકરી છે. મનમાં તરંગ પડ્યો… હશે.

ધ…બ…ધબ…ધબ… વોલીબોલ આ બાજુથી પેલી બાજુ ઊછળ્યા કરતો હતો. વચ્ચે… વચ્ચે… ફાઈન… વેલટેકન… લોચો માર્યો… જેવા શબ્દો ઘુમરાયા કરતા હતા. રેફ્રરી બૂમો પાડ્યા કરતો હતો… રમત ખૂબ ચાલી. મઝા પડી, સાડા નવે પૂરી થઈ. કોણ જાણે કગેમ આજે ડાબી આંખ બહુ ફરક્યા કરેછે.. છટ… કશું નથી થવાનું… અશુભ થવાના વિચારને મનમાંથી ખંખેરી કાઢું છું.

જમી કરીને વિવેક સાથે અનિમેષને ત્યાં ગયો. અનિમેષના ઘરની પાછળ જ અનીતા રહે છે… તે બંને વચ્ચે કંઈ ક કં ટીન્યુઈટી જેવું છે. જતાની સાથે જ તેણે ધડાકો કર્યો “યાર આજે તો ગજબ થઈ ગયો !”

“કેમ શું થયું ?” વિવેકે પ્રશ્ન કર્યો – તેને પ્રશ્ન કરવાની આદત છે. વાતની પૂર્વભૂમિકા કઈ રીતે બાંધવી તે વિચારતો માથુ ખંજવાળતો અનિમેષ બોલ્યોઃ ‘યાર ! આજે અનુએ મને કલીન બોલ્ડ કરી નાખ્યો…’

“તું આડોઅવળો થયા વિના સીધી વાત કર” વિવેક. રોજ પાછળ દાતણ કરવા જઉં છું તે તો તને ખબર છે ને… રોજ વરંડામાં સવારની સલામ… આઈ મીન ગુડ મોર્નિંગ… દાતણ કરતા કરતા અનિમેષ અનીતા જાડે આંખમીચોલી કરતો કહેતો હતો. તેની મને અને વિવેકને ખબર હતી.

“પણ તેનું શું ? વિવેક ગુમાવ્યો.”

“આજે ગયો જ નહીં.”

“પછી”

"પછી શું….? બપોરે ધમાલ થઈ ચાર રસ્તા પર તે વખતે અચાનક મળી ગઈ." ‘હં’ હું એની સામે જોઈને હસ્યો – પણ એ ન હસી… હું તો ભોઠો પડી ગયો યાર ! પણ તરત જ તેણે ગુગલી બોલ ફેંક્યો… આજે દાતણ કેમ ન કર્યું ? અને હું તો ક્લીન બોલ્ડ જ થઈ ગયો. કશું કહું તે પહેલાં તો એ જતી રહી.

“લકી યાર.”

“આઈ મસ્ટ જેલસ ઓફ યુ… તું તો પાકે પાયે કં ટીન્યુ… થઈ ગયો.” વિવેકે ધબ્બો મારતા અનિમેષને કહ્યું.

હું અનિમેષનો આનંદ માણી શકતો હતો… વહીદાનું કન્ટિન્યૂ…યાદ આવ્યું… મલકી પડ્યો… મને હસતો જાઈ અનિમેષ બોલ્યો… ‘દોસ્ત થઈ ગયો ને પાકે પાયે કં..ટીન્યુ… એમ ત્યારે…’ પૂર્ણ આનંદથી તે ફરી હસ્યો… કોલર ઊંચા કરતાં કરતાં ફરીથી તે મલક્યો. તેનું હાસ્ય માણતા હું બોલ્યો… “લકી દોસ્ત…લકી…”

શુષ્ક બપોર… કોલોનીના લીમડા પાસે બેસીને ગપ્પા મારીએ છીએ… ગુજરાતના રાજકારણમાં નવનિર્માણની સાફસૂફી… સોનલ દેસાઈથી ડિમ્પલ કાપડિયા સુધીની વાતો થાય છે. યુવાશક્તિ વિશે જાત જાતની નરમગરમ ટીકાઓ થાય છે… વાતોના પરપોટા ફુટતા જાય છે. ચર્ચાના વિષયો બદલાયા કરે છે. બધાનો આખરી ધ્યેય સમય પસાર કરવાનો છે. આ ધમાલ પત્યા પછી વેકેશન મળવાનું નથી તેથી માણી લઈએ છીએ.

ગઈ કાલનો પપ્પાજીનો ગુસ્સો યાદ આવે છે. ધમાલીયા વિસ્તારમાં સીનેમા જાવા ગયો હતો… તેથી ગુસ્સે થયા હતા. ટોળાને વિખેરવા છોડેલી ગોળી અચાનક રસ્તે ચાલતા રાહદારી કે નિર્દોષ માણસને જ વાગતી હોય છે. આવી એકાદ ગોળી મને વાગી જાય તો… કલ્પના માત્રથી હું ધ્રૂજી ઊઠું છું. કદાચ આજન્મ પંગુતા કે પછી મોતનો મને ડર લાગે છે. વિવેક બાજુમાં વાત કરતો હતો… એના કોઈ દૂરનાં સગાં આ રીતે જ મરી ગયાં હતાં…બહેનને ત્યાં લગ્નપ્રસંગે આવ્યાં હતાં. અને ગોળીવાગી… હું ધૃજી ઊઠું છું. ઉફ ફરી પાછી ડાબી આંખ ફરકકી. વહેમી માનસ અમંગળ આશંકા કરવાલાગે છે. તરત ફરી સ્વસ્થ થવા પ્રયત્ન કરું છું. બધા કંઈ એ રીતે મરી નથી જતા. આ તો હજારે એકાદ. પાછળ દેકારો સંભળાય છે. કોઈક સભા ગોઠવાઈ હશે. જાર જારથી વક્તા માઈક ઉપર ભાષણ કરતો હોય તેમ લાગે છે. ઈન્દિરા ગાંધી વગોવાય છે. શહીદોનાં લોહીની કિંમત વસૂલ કરવાની કસમો ખવાય છે. શુદ્ધ શબ્દોનાં લોહીની કિંમત વૂસલ કરવાની કસમો ખવાય છે. શુદ્ધશબ્દોમાં ગાલી પ્રદાન થાય છે. એમ બધા કંઈક નવું જાવા મળશે. સાંભળવા મળશે. એમ વિચારીને ઉપડીએ છીએ. શ્લીલ અને શિષ્ટ શબ્દોમાં અભદ્ર અને લોકોત્તેજક શબ્દોનો વરસાદ વરસે છે. વાક્યેવાક્યે તાળીઓ પડે છે. વક્તા બેથી ત્રણ વાર બહેનોની માફી માગી શુદ્ધ તળપદીમાં બોલે છે –રાંડઆડી જાય તો બધું જ પાંસરી થાય.. અને ગુજરાતના વિદ્યાર્થીએ કામ કરી રહ્યા છે.

એ બધામાં મને બહુ રસ નથી. વિધાનસભાનું વિસર્જન કંઈ ભાષણોથી નથી આવવાનું. અમેસભામાંથી નીકળી રોડ પર આવીએ છીએ. વિવેક સાંજનો વધારો ખરીદે છે. હોટેલ ચંદ્રવિલાસબાળી, ખાડિયામાં બીચકેલો મામલો… હજી વાંચવાની શરૂઆત કરે છે ત્યાં ‘મફતિયાઓ’ વધારો વાંચવા ઘેરાઈ વળે છે. વિવેકને તેની સખત ચીઢ છે. તેથી ગીર્દીમાંથી વધુ દૂર નીકળી ઊભા રહીએ છીએ.

અચાનક અનિમેય મારો હાથ દાબે છે – અનુપ – અંજુ આવે છે. તેણે ચીંધેલ દિશામાં જાઉં છું– ખરેખર અંજુ જ બસમાં હતી… હેલ ! મારે કેટલા ટકા ….હતું ત્યારે ખૂબ હતું, પરંતુ હવે તો એક બે નેસાડાત્રણ. હું બબડું છું… બસ જતી રહી, અનિમેષ મારો બબડાટ સાંભળે છે.

“ખરેખર ! અનુપ અંજુ માટે તને કશું જ નથી ? હું મૌન બની જઉં છું તે મર્મીલું મલકે છે. હજુ મારા મનમાં થોડીક તો લાગણી છે. તેવું તે સમજી જાય છે.”

અચાનક લોકોમાં દોડધામ વધી જાય છે. ચારેક પોલીસવાન પણ બાજુથી આવીને ઊભી રહીજાય છે. સભાની અંદર ટીયર ગેંસના સેલ ઊડતા દેખાય છે. રાખોડીયા દુધિયા રંગનો ગેસ, વાતાવરણમાં ફેલાવા માંડે છે. વાતાવરણમાં ઉશ્કેરાટ વધવા માંડ્યો. તંગદિલી વધવા માંડી… ભીરુ જનસમુદાય આમથી તેમ દોડધામ કરવા માંડ્યો. પરંતુ કેટલાક અસામાજિક ઝનૂની તત્વોએ સામો પથ્થર મારો, એસિડના બલ્બ તથા પેટ્રોલ બોંબ જેવી વસ્તુઓ ફેંકવા માંડી. અમે બંને બાજુથી ઘેરાઈ ગયા હતા. આગળ પોલીસ અને પાછળ આવા ગંડા તત્વો. મિનિટના છઠ્ઠા ભાગમાં ગોળીબાર શરૂ થઈ ગયો અને એક ગોળી અનિમેષને વાગી. તે મને વળગી પડ્યો. ‘અનુપ, અનુ..’ એક આંચકો અનેખેલ ખલાશ… મારામાં ઝનૂન ભરાતું જતું હતું ત્યાં તો ધડાધડ પોલીસે દંડાબાજી કરી દીધી. અને હુંપણ ગબડી પડ્યો. મારા માથામાંથી પણ લોહી નીકળતું હતું. મેં કે અનિમેષે કોઈએ પથ્થર ઉપાડ્યોનહોતો. છતાંય અને ભોગ બની ગયા. વિવેક દૂરથી બૂમો પાડતો રહ્યો. બનવા કાળ બની ગયું હતું.

સામાન્ય પાટાપીંડી પછી ઘેર આવ્યો. ઓળખીતાની ઘરે લાઈનો લાગી. મને આશ્વાસન દેવા ! ના હાંસી ઉડાડવા. જા મુરખને દંડા પડ્યા. .. પરંતુ મને બહુ પડી નહોતી. મન હીજરાયા કરતું હતું. વિવેક બાજુમાં બેઠો હતો. વારંવાર નીતા યાદ આવતી હતી. અનિમેષનાં કં ટીન્યુ અને લકી જેવાશબ્દો મનમાં ઘુમરાયા કરતા હતા. મનમાં થતું કે ‘શહીદ’ના ભારેખમ બખ્તરમાં અનિમેષનો જીવગૂંગળાતો હશે. સાથે સાથે ખૂબ ગુસ્સો ચઢતો હતો. આ લોહિયાળ ક્રાંતિ પર મનમાં થતું કાશ… શંકરની જેમ ત્રીજી આંખ હોત તો અત્યારના રાજકારણમાંના દરેકને બાળી મૂકું કે જેથી નિર્દોષતા ન રેડાય.

વિચારોનું લોલક બંને બાજુ ફંગોળાયા કરતું હતું. મોડી સાંજે અનિમેષને ત્યાં જઈ આવ્યો. અનીતાને મળ્યા. ખૂબ રડ્યા. પોલીસદમનને, રાજકારણીઓને…ચળવળને …ખૂબ ગાળો દીધી. પણઆખરે એનું એ જ અકળાવનારું મૌન, ઘેરો અજંપો મનમાં ઉગાડવો પડ્યો. લોકશાહીમાં આવું બધુંપણ થઈ શકે.

રાત્રે રેડિયા પર એનાઉન્સ થયું – રાજપાલ શ્રી વિશ્વનાથને ગુજરાત વિધાનસભા બરખાસ્ત થયેલી જાહેર કરી છે. ચારેબાજુથી થાળીઓ પીટાય છે. બેસતા વર્ષે ફૂટે તેટલું બધું…બહુ વધારે દારુખાનું ફૂટે છે. મદોન્મત ઝૂમતાં હાથીના ટોળાની માફક લોકોના ટોળા અહીંતહીં ઝૂમતા હતા. ઘડીભર તો શરીરની પીડા હું પણ ભૂલી જઈ… બહાર નીકળી પડ્યો. કેટલા બધા યુવાનોના લોહીની હોળી રમ્યા બાદનો આ વિજય હતો. હું તટસ્થતાથી લોકોના આવેશને જાઈ રહ્યો હતો. નહોતો હસતો કે નહોતો રડતો. કારણ ? કારણ કે ગાંડીતૂર પ્રજાનો આનંદ ખાળવા.. ના.. આંતરિક કાયદોઅને વ્યવસ્થા જાળવવા પોલીસે ફરી ગોળીબાર કર્યો હતો. અને લોહીના ખાબોચીયામાં મારો એકદિવસ… અંતિમ પૂરો થયો.

આકાશવાણી અમદાવાદ


Rate this content
Log in

Similar gujarati story from Comedy