Pravina Avinash

Inspirational Others

4  

Pravina Avinash

Inspirational Others

એક ડગ ધરા પર - 1

એક ડગ ધરા પર - 1

7 mins
13.4K


પ્રકરણ : ઉદરે અવતરણ

સુહાગરાતની માદકતા હતી, ચંદ્ર આભમાં સોળે કળાએ ખીલ્યો હતો.

પ્રથમ રાત અને પ્રિયતમનો સાથ જો માનવી પાગલ ન બને તો જ અજુગતું લાગે. ઘર શણગારેલું તથા મહેમાનોથી શોભતું, ચારે તરફ ખુશીનું સામ્રાજ્ય છવાયેલું હતું. સોનમને આ વાતની ખબર હતી તેથી તેણે પિયુને મનાવી 'સોહાગરાત' તાજમાં માણવાનું નક્કી કર્યું હતું. ઘર આમંત્રિત મોંઘેરા મહેમાનોથી ગુંજી રહ્યું હતું. સાહિલના કાકા અને કાકી અમેરિકાથી લગ્ન માટે આવ્યા હતાં. ફઈબા બેંગ્લોરથી તથા નાના

અને નાની સૂરતથી. મહેમાનો વિદાય થયા પછી વરઘોડિયા,'મધુરજની' માણવા નૈનિતાલ જવાના હતાં.

અરબૂ સમુદ્ર ઘુઘવતો હોય, પાલવા તથા રેડિયો ક્લબ આડી અડીને હોય એવા માદક અને મોહક મુંબઈમાં તાજની અગાસી પરથી સોનમ સાહિલનો સંગ માણી પોતાની જાતને ભાગ્યશાળી માની રહી હતી. ચાંદ પણ લજવાઈને વાદળ પાછળ લપાઈ ગયો. ઉજ્જવલ ચાંદનીમાં સોનમ, સાહિલની પ્રથમ રાત ક્યાં પૂરી થઈ ગઈ તેનું પ્રેમી પંખીડાને ભાન પણ ન રહ્યું. બે દિવસ પછી તેઓ ઘરે આવ્યા. સાહિલના મમ્મીનો આગ્રહ હતો કે મહેંદીનો રંગ ન ઉતરે ત્યાં સુધી નવોઢા રસોઈ ઘરમાં પગ ન મૂકે. રસોડું એ સ્ત્રીના જીવનનું અભિન્ન અંગ છે. મહેમાનો બધા ગયા. સોનમ અને સાહિલ 'રાજધાનીમાં' સવાર થઈ પહેલાં દિલ્હી ગયા. ખાનગી ટેક્સીની વ્યવસ્થા કરી હતી. દિલ્હી તો રાજધાની અને ખૂબ સુંદર શહેર, પ્રિતમની સોડમાં બેસીને માણવાનું હોય તો મજા જ આવે ને ! ત્યાંથી ટેક્સી આગ્રા આવી પહોંચી. પૂનમની રાતમાં તાજમહાલ નિહાળવો એ તો જીવનનો અમૂલ્ય લહાવો છે.સોનમ તો ઘેલી બની હતી.બે દિવસ અને રાત દૂધે નિતરતી ચાંદનીમાં તાજને નિહાળી બન્ને જણા નૈનિતાલ જવા રવાના થયા. 

'અલકા હોટલનો' સુંદર સજાવટવાળો રૂમ નવપરણિત યુગલ ક્યાં દિવસો પસાર થઈ ગયા ખબર જ ન પડી. સાંજ પડે નૈની લેકમાં સહેલગાહે નિકળવાનું. આ દિવસોમા સોનમ સાહિલની ખૂબ નજદીક

સરી. બે મળીને એક થયા. બંને જણા એકમેકને ભાગ્યશાળી માનવા લાગ્યા. નવજીવનની શુભ શરૂઆતના કોલ આપી સુખી જીંદગીના સ્વપના સજાવી બંને ઘરે પાછાં ફર્યા. લગ્ન થયાને ચાર વર્ષ પૂરા થયા. સાહિલ તથા સોનમ બંને હવે બાળક માટે તૈયાર હતાં. દાદા અને દાદી તો રાજી હોય, પણ સહુ પહેલાં જવાબદારી નિભાવવા પતિ તથા પત્ની તૈયાર હોય એ વધારે જરૂરી છે. ત્યા તો એક દિવસ સોનમ સાહિલના કાનમાં કાંઇ ગણગણી ઉઠી.સોનમ કહે,

'સાહિલ તું જરા પણ સમજતો નથી'.

સાહિલ બોલ્યો,'પણ જરા મોટેથી બોલ તો ખબર પડે.'

સોનમ નજર્યું નીચી ઢાળીને કહે, 'અરે પાગલ મને શરમ આવે છે'.

સાહિલ, 'તો એમ કર જા સાડી પહેરીને આવ અને માથે લાજ કાઢ તો તને શરમ નહી આવે. '

સોનમ, 'અરે મારા પાગલ પતિદેવ આ વખતે મને ૪૦ દિવસ થઈ ગયા ને...'

સાહિલને હવે બત્તી થઈ. જોરથી સોનમને બાથમાં લીધી અને બોલ્યો, 'ઓહ, ત્યારે એમ વાત છે.'

હજુ તો મારું અસ્તિત્વ ખૂબ જ નાજુક છે. જનનીના જઠરે પળ પહેલાં મેં જીવન પ્રાપ્ત કર્યું. આ અંધારી કોટડીમાં નવ માસ ગાળીશ. પરમ શાંતિ નો પહેલો અનુભવ. ભલે ને સૂર્યનું પ્રથમ કિરણ મને દૃષ્ટિ ગોચર નથી થતું, કશો વાંધો નહી. જે સ્નેહ અને મમતાની ગાંઠે હું બંધાઈ તે અલૌકિક છે. આ પાવન સ્થળે ખૂબ જતન પૂર્વક મારું લાલન પાલન થાય છે. મારી ખુશીનો પાર નથી. મારા માતા અને પિતા બંને ખુશ છે. સમાજ, નાના, નાની, દાદા કે દાદીના પ્રત્યાભાવ મને ખબર નથી. જીવનની આ ધન્ય ક્ષણ અને સુંદર મજાનું આ રહેઠાણ મને પ્રિય છે.

હજુ કોઈને ખબર નથી કે ઉદરે પોષાઈ રહેલું પારેવડું દીકરો છે કે

દીકરી. માત્ર મને જ જાણ છે કે હું 'લક્ષ્મી' છું. તે સહુનો આનંદ મને ખૂબ

શાંતિ તથા ઉત્સાહ પ્રેરે છે.

ધીરે ધીરે મારો વિકાસ થઈ રહ્યો છે. મારી માતા ખૂબ સંસ્કારી તથા કુશળ હોવાને કારણે મને સુંદર ભોજન દ્વારા તંદુરસ્તી તથા સારા વિચારોનું પોષણ આપી રહી છે. સમય તો પાણીના રેલાની જેમ

વહી રહ્યો છે. મારી પ્રગતિ ખૂબ સંતોષકારક જણાઈ રહી છે. પ્રથમ બાળક હોવાને નાતે મારી જનનીને થોડી ઘણી તકલિફ આપી રહી છું . તે આ મીઠા દર્દને પ્રેમ પૂર્વક માણી રહી છે. મારા માતા તથા પિતાના પ્રેમની હું નિશાની છું. અનૂકૂળ સમય પાકી ગયો. ડોક્ટર પાસે દર મહિને મારી મા તબિયતની અને મારી પ્રગતિની ભાળ કઢાવવા આવતી. ડોક્ટરે આપેલી બધી સુચનાઓનું પાલન કરતી.

ખરું પૂછો તો ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીઓને જે ગમે તે ખાવાની છૂટ્ટી હોય છે. વજન વધે તેમ તે વધુ સુંદર જણાતી હોય છે. સારું પૈષ્ટિક ખાવાનું, નિયમિત સાંજના સમયે પતિના હાથમાં હાથ થમાવી સહેલ કરવા નિકળવાનું. આ વખતે જ્યારે તે ડોક્ટરને મળવા આવી ત્યારે ખૂબ આતુર હતી. આજે ડોક્ટર ભેદ ખોલવાના હતા. ડોક્ટર માને તપાસી, પ્રથમ વાર તેને શુભ સમાચાર આપશે કે  આવનાર બાળક 'દીકરી'

છે. મને ગભરામણ થાય છે. મને ખબર નથી માતા તથા પિતા ને શું અનુભવ થશે ?

બરાબર તબિયતની તપાસ થઈ ગઈ.  પડદા ઉપર મારી ફરતી તસ્વિર નિહાળી માના અંગ અંગમાં રોમાંચ થયો. તે સ્પંદનો મને બહુ ગમ્યા.

આજે તો પિતા પણ સાથે આવ્યા હતા. રહસ્ય છતું થવાનું હતું. મોનિટરના પડદા પર મને જોઈને બંને જણા ખૂબ ખુશ થયા. બંને જણા હાથમાં હાથ પરોવી ઈંતજારની ઘડીઓ ગણી રહ્યા હતાં.  ડોક્ટરે આવીને શુભ સમાચાર આપ્યા.

મમ્મી અને પપ્પા ખુશીથી ઝુમી ઉઠ્યા. પપ્પાએ મમ્મીને બાથમાં લઈ મસ્તક પર મીઠું ચુંબન આપ્યું. પ્રથમ પ્યારની, પ્રથમ મહેક સમાચાર સાંભળીને તેમની ખુશીનો પાર ન રહ્યો. ઉદરમાં મને પણ અતિ આનંદનો અહેસાસ માણવા મળ્યો. બન્નેને પ્રથમ સંતાન દીકરી હોય તેવી અભિલાષા હતી.જે મનોકામના સમાચાર સાંભળીને પૂર્ણ થઈ. હવે હું રાહ જોતી હતી કે ક્યારે નવ માસ પૂરા કરી મારું અવતરણ ધરતી પર થાય. ક્યારે માના સ્તનમાંથી પ્રાપ્ત થતા મધુરા દુધનું પાન કરું ? ક્યારે તેની અંગુલીઓ મારા મસ્તક પર પ્રેમ પૂર્વક પસારે. ક્યારે મારા પિતા મને હાથમા લઈ ગૌરવભેર નિહાળે. ક્યારે બને જણા વચ્ચે મીઠો વિવાદ થાય કે હું કોના જેવી દેખાઉ છું. હજુ તો સારો એવો

સમય માતાના ઉદરે પોઢવાનો છે. તેને ઉદરમા હિલચાલ દ્વારા આનંદની અનુભૂતિ માણવાની છે. મારે તેને અહેસાસ કરાવવાનો છે કે,'હે મા હું તારા ઉદરે પોષાઈ રહી છું'. તારા અને મારા પ્યાર ભર્યા સંબંધની આ શુભ શરૂઆત છે. જનનીના જઠરમાં નવ માસ

કેવા આહલાદક છે. એક વખત હું ધરતી પર ઉતરાણ કરીશ પછી તારી સાથે પ્યારનો નાતો બંધાશે. આત્યારે તો હું ઈશ્વરનો અને તારો સંગ સંપૂર્ણ પણે માણી રહી છું. જ્યારે મારા પગની હિલચાલ દ્વારા તેના મુખમાંથી સરી પડતી 'ઓય મા'ના ઉદગાર સાંભળવાના છે. મારા પિતા જ્યારે માના પેટ ઉપર કાન મૂકી, મારો અનુભવ કરે છે તે ધન્ય ક્ષણને મારે હૈયે જડવાની છે.

આજે માતા પિતાની ખુશીનો પાર ન હતો. એક તો હું પ્રથમ બાળક.

બીજું બંનેને પહેલું સંતાન પુત્રી જોઈતી હતી. થોડીક તેમેના મનમા

ગડમથલ હતી કે તેઓ બંનેનો વડીલ વર્ગ આ સમાચારને કેવી રીતે

વધાવશે.  મમ્મીને ચિંતા હતી તેના પ્રાણ પ્રિય પતિના માબાપની. ઉંઘ

તેની વેરણ થઈ ગઈ હતી જેથી મને પણ થોડી પરેશાની વેઠવી પડી.

રાતના સમયે હું શાંતિથી ઉદરમાં પોઢી મારા સ્વાસ્થ્યના અણુઓ સાથે

ગેલ કરતી. કિંતુ માની મુંઝવણ મને પણ ડોલાવી ગઈ. સવારે નાસ્તાના ટેબલ પર સહુ સાથે બેસીને ચાપાણીની લિજ્જત માણી રહ્યા હતા. મમ્મી પ્રોટિનેક્સ વાળું દુધ પીતી હતી. પપ્પા એ ધીરે

રહીને વાતનો દોર હાથમા લીધો. ડોક્ટર પાસે ગયા હતા. મમ્મીની તથા બાળકીની તબિયત સારી છે. છાપું વાંચતા દાદા અને ચા હલાવતી દાદી બંને સાથે બોલી ઉઠ્યા શું આવનાર બાળક 'લક્ષ્મી" છે. તેઓના આનંદનો પાર ન રહ્યો.  દાદા, દાદીને ઘરના આંગણમા દિકરી ને રમતી જોવાની અભિલાષા જાણે મેં પૂરી કરી. માનું માથું ચુમ્યું અને તેના ઉદર પર હાથ ફેરવી મને સ્પર્શ કર્યાનો આનંદ માણ્યો. હું ભલે આ કશું સમજી શક્તી ન હતી. દાદીના સ્પર્શનો આનંદ મારા રોમરોમ પુલકિત કરી ગયા. નાના, નાની દિકરી જમાઈની ખુશી એ ખુશી હતા.

હાશ, મારે હૈયે ટાઢક થઈ. મારું આગમન સહુને રુચ્યું. હરખ ઘેલી થઈ, ભાન ભૂલી હું હાથ પગ હલાવવા મંડી પડી. મમ્મીથી હળવો સિસકારો નિકળી ગયો. મને પંપાળી (ઉદર ઉપર હાથ ફેરવી) શાંત કરી. ક્યારે નિંદર આવી ગઈ ખબર પણ ન રહી.

ધીરે ધીરે સમય પસાર થતો ગયો. કાંઈ આખી જીંદગીતો મા મને રાખવાની ન હતી. પછી તે હું હોંઉકે આવનાર બાળક 'દેવનો દીધેલ' હોય. માતા પિતાને એક સરખું કષ્ટ સહન કરવાનું હોય છે. એ જ સનાતન સત્ય છે. બાળકની  પરવરિશમાં પણ સમાન મહેનત તેમને પડે છે. નવ મહિના જોતજોતામા પૂરા થયા. હવે મારે ધરતી પર પગરણ માંડવાનો સમય પાકી ગયો. માતા પિતાના પ્યારભર્યા અહેસાસમા મેં વિચાર્યું 'હું મમ્મીને ઓછી તકલિફ આપીશ'. બને ત્યાં સુધી કુદરતી રીતે બહાર આવી સ્વતંત્રતા પૂર્વક શ્વાસ લઈશ. હા, જે દર્દ માને થશે તેનો તો મારી પાસે કોઈ ઉપાય નથી. એ તો તે સહન કરશે !.

ટેબલ ઉપર ઓજારોનો રણકાર સાંભળી હું તૈયાર થઈ ગઈ. ચાલ, જીવ આ અંધારી સુંવાળી ઓરડીમાંથી બહાર નિકળ, રડીને જગને તારા આગમનની જાણ કર. માતા સાથે તું જે 'નાળ'થી જોડાઇ છે તેનાથી વિખૂટા પડવાનો સમય પાકી ગયો છે. હવે તું માતા પિતા

સાથે લોહીના અને લાગણીના બંધનથી બંધાઈશ. સરજનહારે તારા લલાટે જેટલા વર્ષ, મહિના, દિવસ, કલાક અને ક્ષણ લખી હશે તે ધરા પર ભોગવવા તૈયાર થઈ જા. હું રડી નહી તેથી ડોક્ટરે મને એક હાથમાં પકડી અને બીજા હાથે મારી નાની ધગડી પર હળવેથી થાપટ મારી. ઉંઆ, ઉંઆ ચાલુ થઈ ગયું. મારા રડવાનો અવાજ સાંભળીને માતાના

મુખ પર ખુશીની લહેર દોડી ગઈ. મને ટુવાલમાં લપેટી માના હાથમાં આપી. હે પ્રભુ કેટલો અદભૂત હતો તે પ્રથમ સ્પર્શ. હું પોષાઈ તો માના ઉદરે જ હતી કિંતુ આ અનુભવ અમારા બન્ને માટે પહેલો હતો. મને પ્રથમ વાર ગોદમા લીધીને તેનું સઘળું દર્દ ગાયબ. આવી ગઈ હું આ ધરાપર.

હું તેનું પ્રથમ બાળક અને મારી 'મા'નો જન્મ પણ મારી સાથે.

મંગલ ઘડી અને મંગલ અવસર મા અને પુત્રીનું પ્રથમ મિલન. મનમાં પ્રશ્ન થયો ધરતી પર અવતરણ ધીરે ધીરે આ કોમળ અને નાજુક પગ ધરા પર ડગ માંડશે અને જીવનની શુભ શરૂઆત કરશે. મા સખત થાકેલી હતી. નર્સ મને સાફ કરીને લાવી. પિતાએ વહાલથી

હાથમાં લીધી. આ તેમનો અને મારો બન્નેનો પ્રથમ અનુભવ હતો. મને ખૂબ રોમાંચ થયો. પિતા અને પુત્રીનું સુભગ મિલન જોઈ મમ્મી ધીમું હસી. અવર્ણનિય આનંદનો અહેસાસ અમે સહુ માણી રહ્યા હતાં. ત્યાં પપ્પાને યાદ આવ્યું દાદા અને દાદી બહાર રાહ જોતાં બેઠાં છે. મને લઈને બહાર આવ્યા. દાદીએ મારા ઓવારણાં લીધાં. દાદાનું મુખ મંડલ

ખુશીથી ચલકાઈ રહ્યું.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational