STORYMIRROR

Vishwadeep Barad

Crime Inspirational Others

3  

Vishwadeep Barad

Crime Inspirational Others

એક અતુટ વિશ્વાસ !

એક અતુટ વિશ્વાસ !

3 mins
15.2K


જીવનમાં કોઈ સુખ સારૂ હોય તે લગ્ન જીવન) અને કૌટુંબિક સુખ. એ બાબતમાં હું ઘણીજ સુખી છું. બે બાળકો, આદિપ અને સંદિપ અને મારો પતિ ઉમેશ એટલોજ માયાળું અને પ્રેમાળ. અમો બન્ને અહીં શિકાગોમાં જ જન્મેલા, સાથે કૉલેજ. અમારા મા-બાપની રાજી ખુશી સાથે થયેલા લગ્ન, પેરિસમાં માણેલી મધુરજની અને સારી ફળશ્રુતિ રૂપે ઈશ્વરે આપલી બે સુંદર સંતાન અને અમારા બન્નેની જોબ પણ સારી છે જેથી ફાયનાન્સ રીતે અમો ઘણાં સુખી છીએ.

આદિપના જન્મબાદ અમોને એક ૨૦ વર્ષની બાળ રખેવાળ મળી ગઈ જે સોમવારથી શુક્રવાર અમારે ઘેર રહે અને ઘરનું કામ પણ કરે સાથો સાથ બાળકોનું ઘ્યાન પણ રાખે. નેની લીસા સ્વભાવમાં પણ ઘણીજ સારીને ઘરકામમાં પણ સુઘડ. તેણી ગરીબ કુંટુંબની હતી. એથી અમો તેણીને ભણવા આગ્રહ કર્યો જેથી ભણીને સારી જોબ મળી શકે. અમોએ તેણીની કૉલેજની ફી પણ ભરતા અને લીસા વીકએન્ડમાં પાર્ટ-ટાઈમ કોલેજ કરતી.

એક દિવસ તેણીનો ફોન આવ્યો અને મને કહ્યું: ”મારી તબિયત સારી નથી એટલે હું આજે આવી શકું તેમ નથી. પછી મને ખબર પડી કે તેણી પ્રેગનન્ટ છે. મારા પતિ એ કહ્યું: “તેણીને માઈક નામે બોયફ્રેન્ડ છે કદાચ તેનું લફરું હોય…અહીં તો કુંવારી છોકરી મા બની શકે છે તેમાં નવાઈ શી છે?” અને લીસા મા બની. બાળકના જન્મબાદ એક મહિનો તેણીના ઘેરે રહી. મને મુશ્કેલી પડી પણ લીસાએ એક મહિના માટે એની એક બેનપણીની નેની તરિકે વ્યવસ્થા કરી આપી તેથી સારૂ પડ્યું.

મારી કંપની માંથી મારે જુદા-જુદા દેશમાં જવાનું રહેતું. મહિનામાં એકાદવાર તો અચુક જવાનું રહેતું. બાળકોના જન્મબાદ ઘણીવાર હું જુદા જુદા દેશમાં બીઝનેસ ટ્રીપથી કંટાળી જતી. મને ઘણાવાર લાગતું કે હું મારા બાળકોને પુરતો પ્રેમ આપી શકતી નથી. પણ શું કરૂ ? પૈસો મામુલી ગણાય પણ એ જીવનમાં ઘણોજ અગત્યનો ભાગ ભજવે છે. ઉમેશ અમારા ઘરનું સંપૂર્ણ ફાયનાન્સ ઘણું જ સુંદર રીતે ચાલાવે કે હું કદી પણ એમાં માથું ના મારૂ. ઘરના બધા બીલ્સ, મોરગેજ અને ક્રેડીટ-કાર્ડસના પેમેન્ટ,ચેકબુક પણ એ સુંદર રીતે સંચાલન કરતો હોય એથી મને એ બાબતમાં ઘણીજ શાંતી રહેતી.

ઉમેશ એમના મામાના દીકરાના મેરેજ હતાં તેથી એક વીક માટે ઈન્ડીયા ગયો હતો. મેં મારા બોસને વિનંતી કરી કે એક અઠવાડિયા માટે બીઝનેસ ટ્રીપમાં મને બીજા દેશમાં જવાનો પ્લાન ના બનાવે. વિકન્ડ હતું, આદિપ અને સંદીપ બન્ને વીસકૉન્સીન-ડેલ ફરવા જવા કહ્યું અને મેં હા પાડી. ઘરમાં થોડા કેશ પડ્યા હતાં એથી મેં ઉમેશની બેગમાંથી કેશ કાંઢવા ગઈ તો એમાં કોર્ટ તરફથી સર્ટીફાઈડ મેલ મેં જોઈ, શૉક લાગ્યો ! વાંચી:

”મિસ્ટર ઉમેશ, ડી.એન.એ ટેસ્ટ પરથી સાબિત થયું છે કે તમો જ લીસાના બાળકના પિતા છો અને લીસાના બાળકના ઉછેર માટે તમારે મહિને ૭૫૦ ડોલર તેણીને આપવા, બાળક ૧૮ વર્ષનો થાય ત્યા સુધી -અમેરિકા-કોર્ટનો ઓર્ડર.


Rate this content
Log in

Similar gujarati story from Crime