PRAVIN MAKWANA

Inspirational

2  

PRAVIN MAKWANA

Inspirational

એક અનોખો પાઠ

એક અનોખો પાઠ

1 min
179


પાંડવો અને કૌરવોના ગુરુ આચાર્ય દ્રોણ હતા. તેઓ વિદ્યાર્થીઓને શસ્ત્ર અને શાસ્ત્રની તાલીમ આપતા. એક દિવસ વિદ્યાર્થીઓને તેમણે ‘ ક્રોધને જીતો ‘ નામનો પાઠ ભણાવ્યો. પાઠમાં આવતા વિવિધ વાક્યો બાળકોને કંઠસ્થ કરવા કહ્યું.

 બે – ત્રણ દિવસ બાદ તેમણે વિદ્યાર્થીઓને પાઠ અંગે પૂછ્યું. ભીમ, અર્જુન, નકુલ, સહદેવ, વિકર્ણ, દુર્યોધન બધાને આ પાઠ પાકો હતો. એક માત્ર યુધિષ્ઠિરે કહ્યું, ‘ ગુરુદેવ, મને પાઠમાં હજુ કચાશ લાગે છે. ’ 

બે – ત્રણ દિવસ બાદ ફરીથી ગુરુજીએ યુધિષ્ઠિરને કહ્યું. યુધિષ્ઠિરનો એનો એ જ જવાબ. ગુરુદેવે યુધિષ્ઠિરને એક તમાચો માર્યો. ‘ આવડ્યો હવે પાઠ ?’

‘ હા, ગુરુદેવ હવે પાઠ આવડી ગયો. ’ યુધિષ્ઠિરે કહ્યું.

‘ તો કેમ તું તમાચાની જ રાહે હતો ?’

‘ હા, ગુરુદેવ ! તમે તમાચો માર્યો છતાં મને ક્રોધ નથી આવ્યો. એ જ બતાવે છે કે મને પાઠ આવડી ગયો છે. ’ યુધિષ્ઠિરે કહ્યું.

ગુરુદેવ ખૂબ જ ખુશ થયા. તેમની આંખોમાંથી પ્રેમનાં આંસુ પડવા લાગ્યાં.

ગુરુદેવે આજે સૌને એક નવો પાઠ ઉદાહરણ દ્વારા શીખવી દીધો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational