Vishwadeep Barad

Crime Inspirational Others

3  

Vishwadeep Barad

Crime Inspirational Others

એક અભણ-ગમાર માણકી !

એક અભણ-ગમાર માણકી !

4 mins
14.5K


‘માણકી આ તને શું થઈ ગયું ? મોઢા પર આટલા ઉજરડા અને આંખો સુઝી ગઈ છે.’

‘આન્ટી, શું કહું ગઈ કાલે મારો ધણી દારૂ ઢીચીને આવ્યો અને કહે કે મારે ભજીયા ખાવા છે,અત્યારે અને અત્યારે બનાવ, ઘરમાં ચણાનો લોટ અને તેલ પણ નહીં, પણ તેણે કશું મારૂ સાંભળ્યું નહી અને મારા નાના બે છોકરાની ભાળતા મને ઢોરની જેમ ટીપી નાંખી, હું તો કંટાળી ગઈ છું પણ બાપની આબરૂ અને બે છાકરાને લીધે એની સાથે વળગી રહીશું.' મારી પત્નિ દક્ષાએ મોઢા પર એન્ટીસેપ્ટીકની દવા દવા લગાડી અને સાથો સાથ બે ટાઈનીનૉલ આપી.

‘આન્ટી, તમારા દેશમાં પણ પુરુષો બૈરાને આવી રીતે મારે ?'

'ના…ત્યા તો બૈરા પર જો હાથ પણ લગાડે અને પોલીસને બોલાવે તો પોલીસ પુરુષને તુરત જેલમાં લઈ જાય.'

'અરે ! આન્ટી આ તો સારુ, તો તો બધા પુરુષો સીધા થઈ જાય.’

હું અને મારી પત્નિએ ભાવનગર ઘર લીધેલ છે અને દર વર્ષ ત્રણ મહિના માટે રહીએ. વર્ષોથી અમારા ઘરના કામ માટે માણકી આવતી. કચરા પોતા, વાસણ અને કપડાબધું જ એ કરતી.ગરીબ હતી પણ ઘરમાં બધીજ કિંમતી વસ્તું પડી હોય, પણ કદી કોઈ ચોરી કે વસ્તુંને હાથ નથી લગાડ્યો! અમારા બેડરૂમમાં ૧૦૦૦-૨૦૦૦ રુપિયા રોકડ પડ્યા હોય પણ અમોને તેની કશી ચિંતા નહી. દક્ષાને માણકી શેઠાણી કહીને બોલાવે તે તેને ગમતું તેથી “આન્ટી’ અને અન્ક્લ કહેતા શીખવાડી દીધું.

આ વખતે અમો દિવાળી અહી કરવાના વિચારથી થોડા વહેલા આવ્યા. અમારુ પ્લેન હ્યુસ્ટનથી વાયા દુબઈ અને પછી અમદાવાદ અને અમદાવાદથી મારો મિત્ર સુરેશ તેના વેનમાં ભાવનગર લઈ ગયો. સુરેશે ઘર સાફસુફ કરાવી તૈયાર રાખેલ અને તેના ઘેર સવાર ચા-નાસ્તો કરી પછી અમો અમારે ઘેરે ગયાં ત્યારે પડોશી લત્તાબેન આવીને કહ્યું ;

‘તમારે ત્યા માણકી આવતીતી તે તો અત્યારે જેલમાં છે.’

‘કેમ શું થયું ?'

'એના પતિનું એણે ખુન કર્યુ હતું.'

'ઓ બાપરે ! મારી પત્નિથી બોલી ઉઠી.'

મેં કહ્યું, 'એના છોકરાનું શું ? ..

રખડી ખાઈ છે. લત્તાબેન તુરત જ બોલ્યા.

મે અને મારી પત્નિએ તેના બાળકોના ભણવાની વ્યવસ્થા તેમજ ઘર ચલાવાની જવાબદારી લીધી અને મારા એકાન્ટમાંથી મહિને નિયમિત પૈસા મળે તેની જવાબદારી મારા મિત્ર સુરેશને આપી.

‘અન્ક્લ, આન્ટી, તમારી મહેબાનીથી આજે હું મિકેનિકલ એન્જીનયર થયો અને મહિને ૧૫૦૦૦ રુપિયાને જોબ પણ મળી ગઈ. માણકીનો મોટો પુત્ર છગન અમોને પગે લાગતાં બોલ્યો. બસ, તું ભણ્યો તેનું અમોને ગૌરવ છે પણ તારો નાનોભાઈ મગન? એને કમ્પુટર એન્જીનયરનું કરે છે. પણ અન્કલ હવે એની જબાદદારી હું લઈશ અને એને ભણાવીશ..

‘છગન, ભાઈ પ્રત્યેની તારી ભાવના સાંભળી મને ઘણોજ આનંદથયો.' પણ તારી મા?’

‘હજું એ જેલમાં છે. અમો બન્ને ભાઈઓ મહિનામાં બે વખત મળવા જઈએ છીએ.અને જેલર જેઠવા સાહેબ કે’તા હતા કે તેણીની સારી વર્તણુંક ને લાધે મારી માને એકાદ મહિનામાં જેલમાંથી છૂટી કરવાના છે.’

‘અન્કલ, મારા છોકરાનું તમે ધ્યાન નો રાખ્યું હોત તો એ રસ્તા પર ભીખ માંગતા હોત ! જેલમાંથી છુટી મગનને લઈ એ સીધી મારે ઘેરે આવી. આન્ટી, હવે છગન સારા એવી પૈસા કમાય છે એથી મને વૈતરા કરવાની ના પાડે છે પણ મે તો તેને કહી દીધું કે આન્ટીને ત્યાં તો હું મરીશ ત્યાં સુધી કામ કરીશ.’

મારાથી પુછાય ગયું.. ‘પણ તે તારા ધણીનું ખુન…’

‘અન્કલ, દિવસે, દેવસે મારા ધણી ભીખલાનો ત્રાસ વધતો જતો હતો, ઘણીવાર મને મારપીટ કરી કહી દેતો. તું ખરાબ ચાલની છો. પેલા જીવલા સાથે રખડીખાય છે.'

'જો તમને કહી દઉ છું હું બધું સહન કરી લઈશ પણ મારી ચાલ ઉપર ખોટા આરોપ ના લગાડો નહી તો..

'તો..તું શું કરી લઈશ? જીવલા સાથે ભાગી જઈશ? જા જા ભાગી જા મને તો ઘણી મળી રે’શે..કુલટા !

‘મને કુલટા કો’શો..તમે તો સાવ હરામી શો..એનું તમને ક્યાં ભાન શે!' 'શું કહ્યું! મને તું ….' ખીચ્ચામાંથી લાંબુ ચપ્પુ કાંઢ્યું અને મારી પર ઘા કરવા દોડ્યો. ' હવે તો તારો ફેસલો લાવી દઉ !'

મારો મોટો છોકરો વચ્ચે પડ્યો…'બાપા..ખબરદાર, મારી મા પર હાથ ઉગામ્યો છે તો…તો તું શું કરી લઈશ…?' મોટા છોકરાએ બાપાના હાથમાં થી ચપ્પુ છિનવાની કોશિષ કરી પણ પેલો તો દારુના નશામાં ચકચુર હતો અને એવો ઝનુને ચડ્યો કે છોકરાને પાટું મારી નીચે પાડી દીધો..અને મારી તરફ છરો લઈ દોડ્યો, નાનો છોકરો મને બચાવવા દોડી બાપના હાથમાં થી છરો છિન્વી લીધો, દીકરા-બાપ વચ્ચેની ઝપાઝપીમાં આખો છરો મારા ધણીના પેટમાં ઘુસી ગયો. ચીસા ચીસના અવાજમા પડોશીઓ દોડી આવ્યા.થોડીવારમાં પોલીસ જીપમાં આવી પહોંચી. મે કહ્યું.

“એ મારો પિટ્યો મને મારી નાંખવા દોડ્યો. લે મે જ એને પેલે ઘાટ ઉતારી દીધો.” પોલીસી મારા હાથમાં છરો જોયો,ગુસ્સો પણ જોયો. રુમાલથી છરો પોલીસે લઈ લીધો. લખાણ લખ્યું. મને હાથકડી પહેંરાવી જીપમાં બેસાડી જેલભીગી કરી’

મેં દક્ષાને કહ્યું. ‘માનવજાત બદલાતી રહી છે ..પણ માની મમતા, ત્યાગ યુગે યુગે એમના એમજ રહ્યા છે. પોતાના સંતાનો માટે એ શું નથી કરી શકતી? પછી એ ભણેલી હોય કે અભણ!’


Rate this content
Log in

Similar gujarati story from Crime