Nirali Shah

Inspirational

4.7  

Nirali Shah

Inspirational

દૃષ્ટિ

દૃષ્ટિ

1 min
733


"ઓહ માય ગોડ! અભિમન્યુ સરની દૃષ્ટિ તારી પર પડી જ ગઈ, માફ કરજે ! રૂપાલી, દૃષ્ટિ નહિ પણ કુદૃષ્ટિ. હવે તો તું રિસેપ્શનિસ્ટમાંથી સીધી પર્સનલ સેક્રેટરી થઈ જવાની. માત્ર બે જ મહિનામાં સેલેરી પણ ડબલ અને "માન" પણ ડબલ". આંખ મિચકારતા એકાઉન્ટ સેકશનની નંદિતા બોલી. અને રૂપાલી તો બિચારી અચંબા, ડર અને થોડી અસમંજસથી એકદમ ફિક્કી અને છોભીલી પડી ગઈ.

આજે ઓફિસમાં પ્રવેશતાં જ અભિમન્યું સરે રિસેપ્શન પર બેઠેલી રૂપાલી ને ગુડ મોર્નિંગનાં અભિવાદન સાથે ઓફિસ અવર્સ પછી પોતાની ચેમ્બરમાં મળવાનું કહ્યું. અને તે સમાચાર "અભિ ઇવેન્ટ મેનેજમેન્ટ" ની આખી ઓફિસમાં વાયુવેગે પ્રસરી ગયા.પણ રૂપાલી ને અભિમન્યુ સરની પર્સનલ સેક્રેટરી બનીને પર્સનલ લાભ અને પર્સનલ સંબંધો બનાવવાનું મંજૂર નહોતું. તેથી તેણે મનોમન કંઈક નક્કી કરી લીધું.

સાંજે ઓફિસ છૂટતાંજ ધીમા પણ મક્કમ પગલે રૂપાલી અભિમન્યુ સરની ચેમ્બરમાં પ્રવેશી. તેને અભિમન્યુ એ માનથી ખુરશીમાં બેસાડી અને એક ફોટો ટેબલ પર મૂક્યો. ફોટામાં દેખાતી યુવતી અદ્દલ રૂપાલી જેવી જ લાગતી હતી. રૂપાલી કંઈ બોલે એ પહેલાંજ અભિમન્યુ એ બોલવાની શરૂઆત કરી, "આ મારી એકમાત્ર નાની લાડલી બેન ખુશાલીનો ફોટો છે, જેને મૈં છ મહિના પહેલાજ કોરોનામાં ગુમાવી દીધી છે. જો તમને વાંધો નાં હોય તો ગઈકાલનાં રક્ષાબંધનનાં પર્વે સુના રહેલા આ ભાઈના હાથે રાખડી બાંધી આપશો પ્લીઝ." અને ચોધાર આંસુએ રડી પડેલી રૂપાલીનાં હાથમાં રહેલો રાજીનામાનો પત્ર ડૂચો થઈને પડી ગયો.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational