Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Kantilal Hemani

Inspirational


4  

Kantilal Hemani

Inspirational


દોસ્તનો ખભો ભાગ ૩

દોસ્તનો ખભો ભાગ ૩

3 mins 118 3 mins 118

અરદીન મોબાઈલની ગેલેરી જોઇને બેબાકળો બની ગયો હતો. અને ઘણી કોશિશ કરી પણ ફરદીને એનો ફોન ન ઉપાડ્યો નાછૂટકે એને ફરદીના ઘર તરફ પગ ઉપાડયા. મોબાઈલને એણે ખુબ સાચવીને રાખ્યો હતો, વિચારો કરતાં પગની ઝડપ વધી શકે એમ ન હતી, છતાં જેટલા ઝડપથી પગ ઉપડે એવા એ પ્રયાસ કરી રહ્યો હતો.

ગોળાકાર વસેલું નાનકડું ગામડું. ગામડું ગુજરાતનું રંગ રાજસ્થાનનો. ખરીદી માટે થરાદ આવે એના કરતાં લોકોને સાંચોર જવું ઘણું ગમતું. ગામમાં કોઈ નવી વસ્તુ લાવી હોય તો લોકો તરતજ પૂછતા થરાદથી લાવી કે સાંચોરથી. . ! જો એમ કે થરાદથી લાવી તો તરત જ કહેવા લાગે આના કરતાં તો તે સાંચોરથી લાવી હોત તો તને સસ્તી મળી ગઈ હોત અને જો કહે કે હું આ ચીઝ-વસ્તુ સાંચોરથી લાવ્યો છું તો લોકો કહે અલ્યા ભાઈ આપણા થરાદમાં આના કરતાં સારી-સારી વસ્તુઓ પડી પણ તમારું મોઢું તો હંમેશાં મારવાડ સામે જ રહે. સાંચોર અને થરાદ જાવા સાધનો લગભગ બને તરફ મળી જ રહે, સાંચોર જવા બસ ના મળે પણ ત્યાં રંગીન પાણી ભરપુર માત્રામાં મળી રહે એટલે રંગીન પાણીના શોખીનો સાંચોર જાવાનું બહાનું શોધતા રહે. સાંચોર તો ડાલું જ જાય.

આવાજ એક ડાલાનો ડ્રાઈવર લક્ષમણ અરદિનને સામે મળ્યો, એણે અરદીનને બોલાવ્યો પણ એ ફોનની ચિંતામાં હતો એને ફરદીન સિવાય કઈ દેખાતું ન હતું એટલે એની સાથે કોઈ પણ જાતની વાત કર્યા વગર એ સતત ચાલતો રહ્યો. લક્ષમણ ઉર્ફે લખાને પણ ખુબ જ આશ્ચર્ય થયું કે આ રખડું આત્મા જો આડે દિવસે મળી જાય તો એની વાતો ખૂટતી ન હતી પણ આજે તો આ બંકો મને ગણકાર્યા વગર બંબો કર્યો.

લખાને પણ ખબર હતી કે “ ભૂતનું ઠેકાણું પેપળો જ હોવાનું” એ ફરદીનના ઘર સિવાય ક્યાંય વળશે નહીં. અરનીયાના ત્રાટામાંથી બનાવેલો મોટો ઝાંપો ઉઘાડીએ અને અરદીનને જેવો પ્રવેશ કર્યો એવો ભોલુ એ એનું ઉભા થઈને સ્વાગત કર્યું. આમતો ભોલુંને ભસવાનો ટ્રાય કર્યો હતો પણ જ્યારે એને ખબર પડી કે આતો કાયમી માણસ એટલે પૂંછડી પટપટાવી ને એની બઢ માં બેસી ગયો. કોઈ અજાણી વ્યક્તિ આવી હોત તો એના પર એક જ ચેતવણી આપીને હુમલો કરી દીધો હોત. ભોલુ જાનીતાને ઓળખીતાને ન કરડતો અથવા તો ફરદીનના ઘરની કોઈ વ્યક્તિ ના પાડીદે તો ણ કરડતો. બાકી તો ભુક્કા કાઢી નાખે.

ફરદીનનું ઘર એક મોટા ગોળાકાર બોઆડામાં બનાવેલું હતું. મોટા ધુલાના નીચે બે ભેંસો બાંધેલી હતી. એની બાજુમાં છયે ખાટલો ઢાળીને ફરદીનના પિતા સાફી પીને બેઠા હતા. એમણે એક કરડી નજરે અરદીનની સામે જોયું અને પછી પોતાની સાફીનું મેલું કપડું પાણીથી ધોવામાં મશગુલ થઇ ગયા.

અરદીન બોલ્યો કયાં ગયો ; 'ફરદીન ? ઘરના કોઈ સભ્યે સભ્યતાથી જવાબ પણ ના આપ્યો એમને ખબરજ હતી. આ વાતોડીયાઓ વાતો વગર કઈજ કામ કરવા ના નથી. એની કાયમીની ધારણા પ્રમાણે એણે ફરદીનને શોધી કાઢ્યો અને વિલાયતી નળીયાનાં બનેલા ઓરડાની ઓસરીમાં બન્ને મિત્રો એક ખાટલામાં બેઠા.

ધીરેક રહીને અરદીને ફોન બહાર કાઢ્યો અને ગેલેરી ખોલીને એમાં રહેલો એક વિડીઓ બતાવ્યો. વિડીઓ જોતાંની સાથે જ એના મોઢામાંથી એક અણધાર્યો અવાજ નીકળી ગયો. ઓહ બાપ રે ! આ નુગરો આપણી પાછળ પડ્યો હતો એમને ? અરે બાપા રે એના દાંત તો જો , જો મારો બેટો ભેગો થઇ ગયો હોત તો આજે આપણે પણ ભોય ભેગા થઇ ગયા હોત ભાઈ !

એ વિડીઓ લુણી કિનારે પાછળ પડેલા વરુનો હતો. અરદીનનો કેમેરો એ સમયે ફોટા પાડવા માટે ચાલુ જ હતો અને વરુ હુમલો કર્યો એટલે આ બન્ને ભાગી આવેલા એ સમયે ચાલુ રહી ગયેલા કેમેરાએ પોતાનું કામ ખુબ સારી રીતે પાર પાડ્યું હતું. બન્ને મિત્રો અને ફરદીનના ઘરનાં બધા એક કરતાં વધારે વાર આ વિડીઓ જોઈ નાખ્યો. દર વખતે એમણે ભગવાન શામળિયા બે હાથ જોડીને આભાર માન્યો.

આ બધાંય વિડીયાની વાતો કરવામાં મશગુલ હતા એવા જ સમયે ગામની શાળાના શિક્ષક ત્યાં આવ્યા. એમને પણ આ વિડીઓ બતાવ્યો, તેઓ તો ખુશ થઇ ગયા. ફરદીન બોલી ઉઠ્યો સાહેબ અમારા ચહેરા ઉપરથી લોહી સુકાઈ રહ્યું છે ને તમે આ વિડીઓ જોઇને ખુશ થાઓ છો ?

શિક્ષક બોલ્યા ખુશ થવાનાં ઘણાં કારણો છે, મારા કરતાં તમારા માટે !   

ક્રમશ:


Rate this content
Log in

More gujarati story from Kantilal Hemani

Similar gujarati story from Inspirational