દિવ્યાંગોના ઓજસ અને કર્ણધાર : શ્રી જયંત માન્કલે
દિવ્યાંગોના ઓજસ અને કર્ણધાર : શ્રી જયંત માન્કલે
શ્રી જયંત માન્કલે સાહેબ યુ.પી.એસ.સીની પરીક્ષા પાસ કરી મહારાષ્ટ્ર પૂણેના વતની શ્રી જયંત માન્કલે સાહેબ આસિસ્ટન્ટ કલેકટર તરીકેનો ચાર્જ સંભાળેલ છે. સંગમનેરના અમૃતવાહિની કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો. 10 વર્ષની વયે વોટરપંપ ઓપરેટર તરીકે કામ કરતા પિતાશ્રીનું છત્ર ગુમાવ્યું ત્યારથી તેની માતા અને બે મોટી બહેનોએ પૂણેમાં તેમની શિક્ષણની જવાબદારી સંભાળી. ખાનગી કંપનીમાં મેન્ટેનન્સ એન્જિનિયર તરીકે કામ કરેલ છે ત્યારબાદ ૨૭ વર્ષની વયે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુ.પી.એસ.સી) ની પરીક્ષા આપી વર્ષ ૨૦૧૮માં ૯૨૩ રેન્ક સાથે ઉતીર્ણ કરી આજરોજ ભાવનગરમાં આસિસ્ટન્ટ કલેકટરનો ચાર્જ સંભાળેલ છે.
ઓલ ઇન્ડિયા રેડિયો તેમજ સમાચાર અને મરાઠી લેખકોને યુટ્યુબ પર સાંભળી તેઓએ યુ.પી.એસ.સીની તૈયારી કરી. ૭૫% થી વધુ અંધાપાનો ભોગ બનેલ શ્રી જયંત માન્કલે સાહેબની આર્થિક સ્થિતિ ઘણી કફોડી હતી તેમના મમ્મી અથાણા બનાવી આર્થિક ઉપાર્જન કરતા હતા. રેટીનાઇટીસ પિગમેન્ટોસા રોગના કારણે તેઓ અંધાપાનો ભોગ બન્યા પરંતુ સખત મહેનત, કશુક કરવાની જીજીવિષા અને નૈતિક હિંમતના કારણે તેઓ આસિસ્ટન્ટ કલેકટર બની શક્યા. આવા મહાનુભાવો દિવ્યાંગો માટે પ્રેરકબળ સમાન છે.
