STORYMIRROR

Aniruddhsinh Zala

Inspirational Others

3  

Aniruddhsinh Zala

Inspirational Others

દિવાળી - તમસથી અજવાળાં તરફ

દિવાળી - તમસથી અજવાળાં તરફ

3 mins
347

ભારતીય સંસ્કૃતિના હૈયે હરખ છલકાવતાં ઉત્સવોમાં દિવાળી ખુબ જ મુખ્ય ઉત્સવ મનાય છે.

ધનતેરસ, કાળી ચૌદસ ને દિવાળીનાં દિવસોમાં દીપમાળ કરી અજવાળું કરવામાં આવે છે અને ભયંકર તમસને દૂર કરી પ્રકાશ પાથરવાનું સૂચન મુખ્યત્વે આ તહેવારોમાં ગર્ભિત રીતે જોવા મળે છે

 " હરખ અનેરો લાવે દિવાળી

ભીતર અજવાળાં પ્રગટાવે દિવાળી "

ભગવાન રામ લંકા વિજય કરી અયોધ્યા પધાર્યા ત્યારે પ્રભુના પગલાંથી અયોધ્યામાં રોનક આવી ગઈ. દીવડા પ્રગટ્યા અને લોકોની ભીતરના અંધકાર પણ દૂર થઈ પ્રેમજયોત પ્રગટી હતી.

 "ભીતર ભયો પ્રકાશ પઘારે હદયે રામ

તમસ ભાગે દૂર ભીતરમાં વસે જો રામ "

દ્વાપર યુગથી આજના કળિયુગ સુધી લખો વરસોથી આપણે દિવાળી ઉજવીએ છીએ. અંધકાર પર પ્રકાશના વિજયનાં પ્રતીકરૂપે.

લોકો દીપમાળા પ્રગટાવી અંધારામાં જ્યોતિ પ્રગટાવી તમસને ભગાવી ખુશી પ્રાપ્ત કરે છે. ફટાકડા ફોડી આતશબાજી નિહાળી આનંદ વ્યક્ત કરે છે.

પણ આ તો બહારના આનંદની વાત થઈ હવે સાચો આનંદ તો ભીતરનાં તમસ, (આળસ, નિદ્રા, ક્રોધ, ઈર્ષ્યા, ચિંતા ) વિગેરેને દૂર કરીને પ્રેમજયોત પ્રગટાવી ભીતરનો આનંદ અને સદાચાર (પ્રેમ, કરુણા,દયાભાવ, સર્વધર્મ સમભાવ,આત્મ જાગૃતિ )  પ્રાપ્ત થાય તે પણ દિવાળીનો મુખ્ય ભાવ છે.

માનવ રૂપે જનમ લઈ ઘોર અંધકારમાં જાણે એક સ્વપ્ન જોતાં હોય તેમ આ જગતમાં આપણે ભટકીયે છીએ, આ અસત્ય (સ્વપ્નરૂપી જગતમાં ) મારુ તારુ કરીને માયામાં ફસાઈ રોજ નવા વિષયોમાં ફસાતાં રહીયે છીએ, મારાપણાનો ભાવ કરી જન્મો જનમ ભટકતા રહીયે છીએ એ અસત્યમાં અને જે સાચું સત્ય (એકમાત્ર પરમાત્મા, પરમજ્યોતિ ) છે તે જાણવા છતાં તેનાથી દૂર રહી એ સંસારરૂપી સ્વપ્નને જ સત્ય માની ઘોર તમસમાં પરમાત્માની માયામાં ભટક્યા કરીએ છીએ !

  ભગવાનની માયામાંથી ભગવાનની કૃપા અને વિશ્વ્મોહિનીને પ્રાર્થના કરવાથી જ માયાથી પર થઈ શકાય છે. માર્કન્ડેય ઋષિએ વિશ્વરૂપ મહામાયાની સ્તુતિ કરી પરમાત્માની કૃપા પ્રાપ્ત કરી હતી. પરમાત્માની ચાહના અને ભક્તિથી આપોઆપ એ ભયન્કર તમસથી નીકળવામાં રાહત મળે છે. પરમાત્માના નેત્ર મનાતાં સૂર્યદેવ તેજ કિરણોથી જેમ બહારનો પ્રકાશ ભગાવે છે તેમ જ ભીતરનાં અંધકાર (સ્વાર્થ, ચિંતા, હુંપદ )  પણ દૂર કરી દિવ્ય જ્યોતિ (પ્રેમ, કરુણા, વિશ્વાસ ) જગાવે છે. અને ભીતરના તમસ દૂર થતાં જ સમગ્ર વિશ્વ પોતાની ભીતર જ લાગે છે. દરેક આત્મા પોતાનું જ સ્વારૂપ દ્રશ્યમાન ઠગ છે અને અતમાંજ મુખ્ય ધ્યેય, જે અંધકારથી પ્રકાશ તરફ જવાનું છે. તે સત્યનો માર્ગ મળે છે. અને જન્મો જન્મના બંન્ધનથી મુક્તિ મળે છે. આત્માનું સાચું સ્વરૂપ દ્રશ્યમાન થતાં ભીતર અજવાળાં થાય છે.

બીજી રીતે કહી શકાય કે,..

તમસથી તેજ તરફ મનની યાત્રા..."

મનનો શૂન્યભાવ થાય ત્યારે દ્વૈત ભાસતું નથી. આ વિષય આ સ્થાને એટલે કે મનનાં શિર્ષકને ધ્યાનમાં રાખીને વિષયાન્તરના ભય સાથે સમજાવવું કઠિન છે. છતાં હળવા શબ્દોમાં જોઈએ તો....

દા. ત. સોનાનો એક મોટો ટુકડો છે. આ ટુકડામાં દોરો, વીંટી,લકી, મંગળસૂત્ર, કડલાં, વગેરે પ્રકારના દાગીનાઓ છે. તેમાંથી આકાર મુજબ નામરૂપને બાદ કરી મનની સ્થિરતાથી જોયા કરીએ તો પરિણામ એ આવે કે સોનાનાં ટુકડા સિવાય કંઈ બચશે નહીં. જયાં વિવિધ પ્રકારના દાગીના દેખાતાં હતાં, ત્યારે મન અસ્થિર હતું. હવે કેવળ સોનાનો ટુકડો દેખાય છે. મનને સ્થિર કરી નામરૂપને બાદ કરીને જોયું તે અદ્વૈત ( ફક્ત સોનુ જ જોઈ ) તેવી જ રીતે આ જગત અને તેનાં જડ ચેતન પદાર્થો જે ત્રિગુણી માયાના પંચમહાભૂત તત્વો વડે નામરૂપ વાળા બન્યા છે તેમાં મન સ્થિર કરી નામરૂપને બાદ કરી જોશો તો પરિણામ એ આવશે કે ભ્રહ્મ સિવાય કંઈ બચશે નહીં.. મન સ્થિર કરવું એટલે મનમાં શૂન્યભાવ લાવવો. મનનો શૂન્યભાવ થાય ત્યારે દ્વૈત દેખાતું નથી. અર્થાત બ્રહ્મ જ અનુભવાય છે. નિર્વિકલ્પ સમાધિ અવસ્થામાં મનનો લય થઈ જાય છે. ત્યારે તેને બ્રહ્મ સિવાય કઈંજ દ્રશ્યમાન થતું નથી.

" જ્યારે મન વિષયોમાંથી અનાસક્ત થાય છે ત્યારે બ્રહ્મપ્રાપ્તિમાં જ કેન્દ્રભૂત થાય છે "

 તો મિત્રો આવો આજે દિવાળી સાચા અર્થમાં સમજીને બહારથી ખુશીઓ છલકાવીએ અને સાથે ભીતરનું ભયંકર તમસ પણ દૂર થાય તેવી પ્રાર્થના કરી સાચા અર્થમાં જાણીને મનાવીએ

દીપ ભાવથી પ્રગટાવીયે ભીતર,બહાર તમસ ભગાવીયે

આત્મજ્યોત પ્રગટાવી હદયે બંન્ધન મુક્તિનો મારગ ખોલાવીયે "


Rate this content
Log in

Similar gujarati story from Inspirational