Parth Toroneel

Inspirational

3  

Parth Toroneel

Inspirational

દીકરીના હાથની રસોઈ

દીકરીના હાથની રસોઈ

1 min
628


“વંદના બેટા. આજ સાંજનું ડિનર બહાર કરવું છે કે ઘરે જ...?” પપ્પાએ પૂછ્યું.

“પપ્પા હું બનાવી દઇશ. ચોમાસામાં બહાર જમવાનું સારું નહીં...”


દીકરીએ બનાવેલા સાંજના ડિનરમાં મીઠું ઓછું હતું, તીખું વધુ બની ગયું હતું, રોટલી વધુ શેકાઈ ગઈ હતી, શાક થોડું કાચું રહી ગયું હતું...

“કેવું ડિનર બન્યું છે, પપ્પા?”

“એકદમ ડિલિશિયસ... તારા હાથનો ટેસ્ટ જ બેસ્ટ છે...”

“રે'વાદો હવે! માખણ ના લગાવો... આઈ નો આઈ એમ વર્સ્ટ કૂક...!”

“હું ડિનરના ટેસ્ટનો નહીં, તારા હાથની મીઠાશના વખાણ કરું છું.”

સાંભળીને તે મુસ્કુરાઈ ગઈ.

* * *



Rate this content
Log in

Similar gujarati story from Inspirational