ધરમસિંહ જાડેજા
ધરમસિંહ જાડેજા
દસ સપ્ટેમ્બર આજ ના દિવસે ભારત ના ક્રિકેટ ના પિતામહ રણજીત સિંહજીનો જન્મદિન છે ને તેના નામ પર રણજીત ટ્રોફી બહાર પડી ને તેમને યાદ કરી આજ પણ ભારતમાં ક્રિકેટ રમવામાં આવે છે રણજીત સિંહ એક સક્સેસ બેટ્સમેન હતાં તેમની સામે સારા માં સારા ખેલાડી પણ પાછળ જ રહી જતાં હતાં. તેમની બેટિંગ કરવાની રીત ને લોકો ‘હાથ નો જાદુ ‘ કહેતાં એક રાજાના પુત્ર હોવાથી રાજકુમાર હતાં. છતાં પોતાની રમતની એક આગવી રીતથી તેઓ તે સમયમાં પણ પ્લેયર બન્યાં ને તેમણે અનેક એવોર્ડ પણ જીત્યાં હતાં ને તેમના નામ થી ‘ રણમલ તળાવ ‘ પણ બાંધવા માં આવ્યું છે.
આવા પિતામહના સંસ્કાર ને ધારણ કરી ને શ્રી ધરમસિંહ જાડેજા પણ ક્રિકેટ માં ખૂબ સારા રમતવીર રહ્યાં તેમણે બોલિંગ તથા બેટિંગ બંને ક્ષેત્ર માં પોતાની સફળતા દેખાવી અને ભારત ની ક્રિકેટ ટિમ ને ઘણી આગવી પ્રતિષ્ઠા આપી. હાલ માં તેઓ રિટાયર્ડ છે.પરંતુ ,જ્યારે ટિમ માં હતાં ત્યારે પોતાના હાથ ની કમાલથી તેમણે ભારત ને ક્રિકેટમાં ઘણી સફળતા અપાવી છે.
