ધબકાર
ધબકાર
પત્ની રમાના અવસાન પછી પુત્રી નેહાને, રમેશભાઈએ એકલા હાથે ઉછેરી. સંસ્કાર સિંચન માં જરાપણ કચાશ નહીં. આજે આ દીકરી ને વિદાય આપતી વખતે નેહા ના સસરા એ કહ્યું," વેવાઈ અમારી એક માંગણી છે,એ પૂરી કરશો તો જ નેહાની વિદાય થશે" સાંભળતાં જ નેહા અને એના પિતાનું હ્દય ધબકાર ચૂકી ગયું. દહેજ લેવાની સ્પષ્ટ ના પાડનારને લેવાની શું માંગણી હશે. ત્યાં જ નેહાના સસરાએ કહ્યું, નેહાના પગફેરાની વિધિ પતે પછી નેહાની સાથે તમે અમારે ત્યાં કાયમ માટે આવીને રહેશો. આ માટે જો તમારી હા હોય તો જ નેહાની વિદાય કરો. નેહા અને એનાં પિતાનું હૃદય હર્ષથી ધબક્યું !