દેકારો
દેકારો
દેકારો
લાલજી લહેરી – ગામનો સૂફી ફૂંક માસ્તર. ભલભલા રોગને ચપટીમાં ભગાડી દે એવો ડંકો.
ગામની મંગુની જુવાન પોયરીને વાઈના હુમલા થવા માંડ્યા. ગામના ભરાડી ભુવાએ દોરા-ધાગા કર્યા. મંગુએ મુંબઈની બાટલીઓનો ચઢાવો કર્યો. પણ પોયરીને વળગેલ ભૂત મચક જ ન આપતું. જેમ જેમ ભરાડી ભુવા નો અહમ અભડાતો ગયો તેમ તેમ તેની માગણી પણ વધતી ગઈ.
એવામાં ગામનો ફૂંક માસ્તર લાલજી લહેરી મેદાન મા આવ્યો. તેણે મંગુની પોયરીના કાનમાં કંઈક સૂફી મંત્ર ફૂંક્યો. લાલજીએ ફુંકેલી, પહેલીજ કુંકે એવી લીલા કરી કે પોયરી ધુણવું છોડી હસવા લાગી. વળી ભૂતનો હુમલો પણ ધીમો થવા માંડ્યો.
જેમ જેમ મંગુ અને તેની પોયરીના લાલજી પાસેના ફેરા વધતા ગયા. તેમ તેમ લાલજીની સૂફી ફૂંકનો સમય વધતો ગયો.
આખરે છેલ્લા નવરાત્રે પોયરીએ મન મુકી રાસ રમ્યા. દશેરાની સાંજે મંગુએ પોયરી સાથે રાવણ દહનનાં દર્શન કર્યા અને ઘેર આવી લાલજી લહેરીને બોલાવી લાડુ-ઝાલર જમાડ્યા.
બીજા દિવસે સવારે લાલજી લહેરીની માં એ ઠુંઠાવો મૂકી, મંગુને આંગણે "દેકારો" બોલાવ્યો.
“એ મંગુ! અલી જરા જોતો ખરી,તારી પોયરીતો મારાં લાલજીને વળગી નથી ગઈને …
" એનું ભૂત તો કાલે રાત્રે મારા લાલજીને લઇ ભાગી ગયું, હોય તેવું લાગે છે!”
આ સાંભળી આખું ગામ ખડખડાટ હસી પડ્યું. ભુવો ભરાડી નીચી મૂંડી એ શરમાયો અને ડાકલા લઇ ભાગવાની વેતરણમા પડ્યો .

ત્યારે, હવે મંગુ પાસે ભૂત ભાગ્યા ની ખુશી મા લાડુ ઝાલરનાં જમણ માટે, આખુ ગામ "દેકારો "બોલવા ની પેરવી મા હતું.
📜 ડિસ્કલેમર ~
આ વાર્તા સંપૂર્ણપણે કલ્પિત છે. “લાલજી લહેરી,” “મંગુ,” અને “ભુવો ભરાડી” જેવા પાત્રો ગામડીયું હાસ્ય અને લોકવિશ્વાસના રંગોથી રચાયેલા છે. કોઈ પણ પાત્ર, ઘટના કે ફૂંકી ગયેલા મંત્રોનો સંબંધ વાસ્તવિક વ્યક્તિઓ કે પરિસ્થિતિઓ સાથે હોય તો એ માત્ર સંયોગ ગણવો.
આ વાર્તા હાસ્ય, લોકસાંસ્કૃતિક મિજાજ અને નાટ્યમય તત્વોને ઉજાગર કરવા માટે લખાઈ છે—કોઈ પણ જાતીય, ધાર્મિક કે સામાજિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ નથી.
ભૂત હોય કે ફૂંક માસ્તર—બધું અહીં વાર્તા માટે છે. વાસ્તવિક જીવનમાં, લાડુ ખાવા માટે ભૂત કે ભુવાની જરૂર નથી.... 😄😆
વાંચન વિશેષ
સાગમટે ~એક થઈ, એક સુર મા. એક અવાજે.
દેકારો ~દેકારો બોલવો” એટલે કોઈ વાતને આખા ગામમાં ઘોષિત કરવી, હંગામો કરવો.ઊંચે અવાજે બોલીને જાહેરાત કે માંગણી કરવી
મોટેભાગે જોરથી બોલાવવું (Call out loudly) નાં સંજોગો મા વપરાય છે.
