The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW
The Stamp Paper Scam, Real Story by Jayant Tinaikar, on Telgi's takedown & unveiling the scam of ₹30,000 Cr. READ NOW

Chetan Gondalia

Inspirational

4.0  

Chetan Gondalia

Inspirational

ડ્રાઈવીંગ લાયસન્સ

ડ્રાઈવીંગ લાયસન્સ

4 mins
492


એક દિવસ હું મારા એક મિત્ર સાથે ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવા અમદાવાદ આરટીઓ ઓફીસ ગયો હતો.


લાઈનમાં ઉભા રહીને અમે ડ્રાઈવીંગ લાયસન્સનું ફોર્મ ભર્યું. ઘણો સમય થઇ ગયો હતો, હવે અમારે ડ્રાઈવીંગ લાયસન્સની ફી જમા કરવાની હતી. જેવો અમારો નંબર આવ્યો કે તરતજ ઓફિસર સાહેબે બારી બંધ કરી દીધી અને કહ્યું કે ટાઇમ પૂરો થઇ ગયો છે હવે કાલે આવજો.


મેં સાહેબને ખુબ આજીજી કરી, કહ્યું અમે ખુબ દુરથી આવ્યા છીએ, અમે આખો દિવસ આ કામમાં ખરચ્યો છે અને હવે માત્ર ફી ભરવાની બાકી રહી ગઈ છે. મહેરબાની કરને આ ફી જમા કરીલો.


ઓફિસર તો ગુસ્સે થઇ ગયા.

બોલ્યા: તમે આખો દિવસ ખરચ્યો તો એના માટે શું હું જવાબદાર છું?

અરે સરકારને કહો કે વધારે ઓફિસરની ભરતી કરે.

હું તો સવારથી મારું કામજ કરી રહ્યો છું!!


ખેર, મારો મિત્ર ઉદાસ થઈને બોલ્યો, ચાલ હવે કાલે આવીશું..

મેં એને રોકીને કહ્યું, ઉભોરે ફરી એકવાર કોશિશ કરી જોવું.


ઓફિસર સાહેબ પોતાનો થેલો લઈને કેબીનમાંથી બહાર ગયા, હું કઈ બોલ્યો નહિ, ચુપચાપ એમની પાછળ ગયો. એ એક કેન્ટીનમાં ગયા અને થેલામાંથી પોતાનું લંચ-બોક્ષ કાઢીને ધીમે ધીમે એકલા ખાવા લાગ્યા.


હું એમની સામેની બેંચ પર જઈને બેઠો. મેં કહ્યું તમારી પાસે તો ખુબ કામ છે, રોજ નવા નવા લોકોને મળવાનું થતું હશે.

એમણે કહ્યું હા, હું રોજ મોટા મોટા અધિકારીઓને મળું છું, કોઈ આઈ.એ.એસ, કોઈ આઈ.પી.એસ, વિધાયક નેતા બધા અહી આવે છે. મારી ખુરસીની સામે મોટા મોટા લોકો રાહ જુવે છે.


પછી મેં એમને પૂછ્યું તમારી પ્લેટમાંથી એક રોટલી હું પણ ખાઈ લઉં?

એમને 'હા' કહ્યું,

હું પ્લેટમાંથી એક રોટલી ઉઠાવીને શાક જોડે ખાવા લાગ્યો.

મેં ખાવાના વખાણ કરતા કહ્યું તમારી પત્ની ખુબ સ્વાદિષ્ટ જમવાનું બનાવે છે.


મેં એમને કહ્યું, સાહેબ તમે ખુબ મહત્વપૂર્ણ સીટ પર બેઠા છો, મોટા-મોટા લોકો તમારી પાસે આવે છે. પણ શું તમે તમારી ખુરસીની ઈજ્જત કરો છો.

તમે ખુબ ભાગ્યશાળી છો કે તમને આટલી મહત્વની જવાબદારી મળી છે, પણ તમે તમારા કામની ઈજ્જત નથી કરતા.


એમને મને પૂછ્યું: એવું તમે કેવી રીતે કહી શકો?

મેં કહ્યું: જો તમે તમારા પદની ઈજ્જત કરતા હોત તો તમે આવા રુસ્ટ અને ક્રોધી સ્વભાવવાળા ન હોત.

જુવો તમારો કોઈ મિત્ર પણ નથી, તમે રોજ કેન્ટીનમાં એકલા જમો છો. તમારી ખુરસી પર પણ ઉદાસ થઇને બેસો છો. લોકોનું થતું કામ પૂરું કરવાની જગ્યાએ અટકાવાની કોશિશ કરો છો.

બહાર ગામથી આવી સવારથી હેરાન થતા લોકોની વિનંતી ઉપર કહો છો કે સરકારને કહો કે બીજા ઓફિસરોની ભરતી કરે?

અરે બીજા ઓફિસરો વધવાથી તમારુજ મહત્વ ઘટશે, અને કદાચ તમારી પાસેથી આ કામ પણ છીનવાઈ જાય.


ભગવાને તમને તક આપી છે સબંધો બનાવવાની. પણ તમારું દુર્ભાગ્ય જોવો, તમે એનો લાભ લેવાની જગ્યાએ સબંધો બગાડી રહ્યા છો.

અમારું શું છે? કાલે આવી જઈશું કે પરમ દિવસે આવી જઈશું,

પણ તમારી પાસે તો મોકો હતો કોઈને રૂણી બનાવવાનો, તમે એ પણ ચૂકી ગયા.


મેં કહ્યું પૈસા તો ખુબ કમાઈ લેશો પણ સબંધો નહિ કમાઓ તો બધું બેકાર છે.

શું કરશો પૈસાનું?

તમારો વ્યહવાર ઠીક નહીં રાખો તો તમારા ઘરવાળા પણ તમારાથી દુઃખી રહેશે. મિત્રો તો પહેલેથી જ નથી...


મારી વાત સાંભળીને ઓફિસર સાહેબ રડવા જેવા થઇ ગયા.

બોલ્યા કે, તમે વાત સાચી કહી સાહેબ, હું ખુબ એકલો છું.

પત્ની ઝઘડો કરી પિયર જતી રહી છે,

છોકરાઓ પણ મને પસંદ નથી કરતા.

માં છે પણ એ પણ ખાસ વાત નથી કરતી.

સવારે ચાર પાંચ રોટલી બનાવીને આપે છે અને હું એકલો એકલો ખાઈ લઉં છું. રાત્રે ઘરે જવાનું પણ મન નથી થતું.

ખબર નથી પડતી કે ગડબડ ક્યાં છે.


હું ધીમેથી બોલ્યો, પોતાની જાતને બીજા જોડે જોડો. કોઈની મદદ થઇ શકતી હોય તો કરો.

જુવો હું અહી મારા મિત્રના પાસપોર્ટ માટે આવ્યો છું. મારી પાસે તો ડ્રાઈવીંગ લાયસન્સ છે. મારા મિત્ર માટે મેં તમારી જોડે આજીજી કરી, વિનંતી કરી. નિ:સ્વાર્થ ભાવે. માટે મારી પાસે મિત્ર છે, તમારી પાસે નથી.


તેઓ ઉભા થયા અને મને કહ્યું, તમે મારી કેબીનમાં આવો. હું આજેજ ફીઝ જમા કરીશ. અને એમણે કામ કરી દીધું.

ત્યારબાદ એમણે મારો ફોન નંબર માંગ્યો અને મેં નંબર આપી દીધો.


થોડાક વર્ષો વીતી ગયા...


એક દિવાળી ઉપર એક ફોને આવ્યો.

પીયુષ કુમાર સોલંકી બોલુ છું સાહેબ.

તમે મારી પાસે તમારા કોઈ મિત્રનું ડ્રાઈવીંગ લાયસન્સ બનાવવા આવ્યા હતા અને તમે મારી જોડે બેસીને રોટલી પણ ખાધી હતી.

તમે કહ્યું હતું કે પૈસાની જગ્યાએ સબંધ બનાવો.

મને એકદમ યાદ આવી ગયું.

મેં કહ્યું હાજી સોલંકી સાહેબ, કેમ છો?


એમને કહ્યું સાહેબ તમે એ દિવસે જતા રહ્યા પછી મેં ખુબ વિચાર્યું.

મને લાગ્યું કે પૈસા તો ઘણા લોકો આપી જાય છે પણ જોડે બેસીને જમવાવાળું કોઈ નથી મળતું.

સાહેબ, હું બીજાજ દિવસે મારી સાસરીએ ગયો અને ખુબ પ્રાર્થના કરીને પત્નીને ઘરે લાવ્યો. એ માનાતીજ નહતી, જયારે એ જમવા બેઠી તો મેં એની પ્લેટમાંથી રોટલી લઇને કહ્યું, સાથે જમાડીશ?

એ દંગ રહી ગઈ. રોવા લાગી.

મારી સાથે ચાલી આવી.

છોકરાઓ પણ સાથે આવ્યા.


સાહેબ હવે હું પૈસા નથી કમાતો,

સબંધ કમાઉ છું.

જે આવે છે એનું કામ કરી આપું છું.

સાહેબ આજે તમને હેપ્પી દિવાળી કહેવા માટે ફોન કર્યો છે.

આવતા મહીને મારી દીકરીના લગ્ન છે.

તમારે સહ-પરિવાર આવવાનું છે, દીકરીને આશીર્વાદ આપવા.

સબંધ જોડ્યો છે તમે...


એ બોલતા રહ્યા,,,

હું સંભાળતો રહ્યો...

વિચાર્યું નહોતું કે સાચ્ચેજ એમના જીવનમાં પણ પૈસા ઉપર સબંધો ભારે પડશે..


દોસ્તો,

માણસ ભાવનાઓથી

સંચાલિત થાય છે

કારણોથી નહિ.

કારણોથી તો મશીન ચાલે...!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational